શોધખોળ કરો

ખેડામાં હેવાનિયત: 17 વર્ષની સગીરા પર 9 નરાધમોનું સામૂહિક દુષ્કર્મ, પોલીસે કાઢ્યું સરઘસ

મુખ્ય આરોપી પરવેઝ પઠાણે પ્રેમજાળમાં ફસાવીને મિત્રો સાથે મળી 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું; પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું, 1 આરોપી ફરાર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ખેડામાં ૧૭ વર્ષની સગીરા પર ૯ આરોપીઓનો દુષ્કર્મ ગુજાર્યો.
  • પ્રેમજાળમાં ફસાવી, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શોષણ કર્યું.
  • ૩ વર્ષના દુષ્કર્મ બાદ પરિવારજનોની ફરિયાદ પર ૮ ઝડપાયા.
  • પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્ટ કર્યું.

Kheda Gang Rape News: ખેડા શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં એક 17 વર્ષની સગીરા સામૂહિક દુષ્કર્મનો શિકાર બની છે. મુખ્ય આરોપી સહિત 9 જેટલા નરાધમોએ ભેગા મળીને આ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. પ્રેમજાળમાં ફસાવીને અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને સતત 3 વર્ષ સુધી આ હેવાનોએ સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું. આખરે ભાંડો ફૂટતા પરિવારજનોએ હિન્દુ સંગઠનોની મદદ લઈને પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના પગલે પોલીસે 8 આરોપીઓને ઝડપી પાડીને જાહેરમાં તેમનું સરઘસ કાઢ્યું છે.

પ્રેમજાળમાં ફસાવી અને પછી શરૂ કર્યો બ્લેકમેલિંગનો ખેલ

મળતી માહિતી મુજબ, આજથી 3 વર્ષ પહેલાં પરવેઝ પઠાણ નામના મુખ્ય આરોપીએ આ 17 વર્ષની સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેણે સગીરાના કેટલાક અશ્લીલ ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. આ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપીને પરવેઝ અવારનવાર સગીરા સાથે દુષ્કર્મ આચરતો હતો.

મિત્રોને પણ આ કુકર્મમાં સામેલ કર્યા

ચોંકાવનારી વાત તો એ છે કે આરોપી પરવેઝ પઠાણે પોતાના અન્ય 8 મિત્રોને પણ આ કુકર્મમાં સામેલ કર્યા હતા. તેણે સગીરાને પોતાના મિત્રોના હવાલે પણ કરી દીધી હતી. આ તમામ આરોપીઓએ ભેગા મળીને સતત 3 વર્ષ સુધી સગીરાને પીંખી નાખી. આ ત્રાસ સહન ન થતા આખરે સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને થઈ. જે બાદ પરિવારજનોએ હિન્દુ સંગઠનોની મદદ લીધી અને પોલીસ મથકે જઈને તમામ આરોપીઓ વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી.

પોલીસે કાઢ્યું આરોપીઓનું સરઘસ

આ ગંભીર ફરિયાદ મળતા જ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે ગણતરીના સમયમાં જ મુખ્ય આરોપી પરવેઝ પઠાણ સહિત માહિર પઠાણ, ફૈઝાન પઠાણ, તૌફિક પઠાણ, અયાન પઠાણ, મોઈન પઠાણ, મારૂફ પઠાણ અને સલમાન પઠાણ એમ કુલ 8 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે સાહિલ પઠાણ નામનો એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

ઝડપાયેલા તમામ નરાધમોના હાથમાં કાયદાના દોરડા બાંધીને આજે પોલીસે આખા ગામમાં તેમનું સરઘસ કાઢ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ તમામ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ક્રાઈમ સીનનું રિ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીઓના નીકળેલા આ વરઘોડાને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉમટી પડ્યા હતા.

Frequently Asked Questions

ખેડામાં 17 વર્ષની સગીરા સાથે શું થયું?

ખેડામાં 17 વર્ષની સગીરા સામૂહિક દુષ્કર્મનો ભોગ બની હતી. મુખ્ય આરોપી સહિત 9 લોકોએ તેને પ્રેમજાળમાં ફસાવીને 3 વર્ષ સુધી પીંખી હતી.

આરોપીઓએ સગીરાને કેવી રીતે ફસાવી?

મુખ્ય આરોપી પરવેઝ પઠાણે સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેના અશ્લીલ ફોટો-વીડિયો ઉતાર્યા હતા. બાદમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું.

કેટલા આરોપીઓની ધરપકડ થઈ છે?

પોલીસે મુખ્ય આરોપી પરવેઝ પઠાણ સહિત કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે. એક આરોપી હજુ ફરાર છે.

પોલીસે આરોપીઓ સાથે શું કાર્યવાહી કરી?

પોલીસે ઝડપાયેલા 8 આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને ક્રાઈમ સીનનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget