શોધખોળ કરો

‘પ્રેમમાં આંધળી દીકરીએ જ માતાની કરી ઘાતકી હત્યા!’, મહીસાગરના નાકા તળાવમાં મળેલી લાશ પાછળનું કાળું સત્ય જાણી ચોંકી જશો

હત્યા બાદ લાશને 18 કિલોમીટર દૂર તળાવમાં ફેંકી દીધી; પોલીસે ગણતરીના કલાકોમાં જ સગીર દીકરી અને અન્ય 5 આરોપીઓને ઝડપી લીધા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મહીસાગરમાં સગીરાએ માતાની હત્યાનું કાવતરું ઘડ્યું.
  • પ્રેમી અને અન્ય મિત્રો સાથે મળી માતાને મોતને ઘાટ ઉતારી.
  • લાશને તળાવમાં ફેંકી અકસ્માતનો દેખાવ કરવાનો પ્રયાસ.
  • પોલીસે સગીરા સહિત 6 આરોપીઓને દબોચી લીધા.

Mahisagar Murder Case: મહીસાગર જિલ્લામાં સંબંધોને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સગીર દીકરીએ પોતાના પ્રેમલગ્નમાં આડખીલીરૂપ બનતી પોતાની જ સગી માતાને મોતને ઘાટ ઉતારી દીધી છે. દીકરીએ પોતાના પ્રેમી, માતાના પ્રેમી અને અન્ય મિત્રો એમ કુલ 6 લોકો સાથે મળીને માતાને ગળેટૂંપો આપીને પતાવી દીધી અને કોઈને શંકા ન જાય તે માટે લાશને 18 કિલોમીટર દૂર એક તળાવમાં ફેંકી દીધી હતી. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને સગીરા સહિત તમામ 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. એક જનેતાની હત્યામાં સગી દીકરી જ માસ્ટરમાઈન્ડ નીકળતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

તળાવમાંથી લાશ મળી અને ફૂટ્યો ભાંડો

મળતી માહિતી મુજબ, 3 દિવસ પહેલા કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નાકા તળાવમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો. શરૂઆતમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને લાશને પીએમ (પોસ્ટમોર્ટમ) માટે મોકલી હતી. પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે મહિલાનું મોત ડૂબવાથી નહીં, પણ ગળેટૂંપો આપવાથી થયું છે. ત્યારબાદ પોલીસે હત્યાના એંગલથી તપાસ શરૂ કરી હતી.

સગીરાએ પ્રેમીને કહ્યું, "મા જીવતી હશે તો આપણા લગ્ન નહીં થાય..."

કોઠંબા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો. મૃતક મહિલાની સગીર દીકરી કમલેશ નામના યુવક સાથે પ્રેમ કરતી હતી અને તેની સાથે જ લગ્ન કરવા માંગતી હતી. પરંતુ તેની માતા આ સંબંધની વિરુદ્ધમાં હતી અને દીકરીના લગ્ન બીજે કરાવવા માંગતી હતી. આ વાતનો ખાર રાખીને સગીરાએ કમલેશને કહ્યું કે, "જો મારી મા જીવતી હશે તો આપણા લગ્ન નહીં થાય." બસ, અહીંથી જ આ ભયાનક હત્યાનું કાવતરું ઘડાયું.

રાત્રે ખેતરમાં બોલાવીને આપ્યો ગળેટૂંપો

હત્યાના પ્લાન મુજબ, સગીરાના પ્રેમી કમલેશે મૃતક મહિલાના પ્રેમી જયેશનો સંપર્ક કર્યો અને પોતાના અન્ય મિત્રોને પણ સાથે લીધા. પ્લાન પ્રમાણે, જયેશે રાત્રે મહિલાને મળવાના બહાને ખેતરમાં બોલાવી. ત્યાં કમલેશ અને તેના મિત્રો પણ પહોંચી ગયા. આ તમામ લોકોએ ભેગા મળીને ખેતરમાં જ મહિલાને ગળેટૂંપો આપી દીધો. હત્યા બાદ તેને અકસ્માતનું રૂપ આપવા માટે તેઓએ લાશને ત્યાંથી 18 કિલોમીટર દૂર નાકા તળાવમાં ફેંકી દીધી હતી.

તમામ 6 આરોપીઓ પોલીસ સકંજામાં

પોલીસે આ કેસમાં સઘન પૂછપરછ કરતા આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. કોઠંબા પોલીસે આ કેસમાં સગીર દીકરી, તેનો પ્રેમી કમલેશ, મૃતકનો પ્રેમી જયેશ અને અન્ય યુવકો મળી કુલ 6 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે (ઝડપાયેલા લોકોમાં 2 કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર છે). પ્રેમ પ્રકરણના આવા કરુણ અંજામ અને દીકરીની ક્રૂરતાથી આસપાસના લોકો પણ સ્તબ્ધ છે.

Frequently Asked Questions

મહીસાગરમાં બનેલી હત્યાની ઘટનામાં મુખ્ય સૂત્રધાર કોણ હતું?

આ હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર મૃતક મહિલાની સગીર દીકરી જ હતી. તેણે પોતાના પ્રેમી સાથે મળીને આ ગુનો આચર્યો હતો.

મહિલાની હત્યા કયા કારણોસર કરવામાં આવી હતી?

મૃતક મહિલાની સગીર દીકરી તેના પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ માતા આ સંબંધની વિરુદ્ધમાં હતી. આ કારણે દીકરીએ હત્યાનું કાવતરું ઘડ્યું.

પોલીસે હત્યાનો ભેદ કેવી રીતે ઉકેલ્યો?

તળાવમાંથી મૃતદેહ મળ્યા બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળેટૂંપો આપી હત્યા થયાનું સ્પષ્ટ થયું. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ કરી.

આ હત્યામાં કુલ કેટલા લોકો સામેલ હતા અને તેમની સામે શું કાર્યવાહી થઈ?

આ હત્યામાં કુલ 6 લોકો સામેલ હતા, જેમાં સગીર દીકરી, તેનો પ્રેમી, મૃતકનો પ્રેમી અને અન્ય મિત્રોનો સમાવેશ થાય છે. પોલીસે તમામ 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Embed widget