શોધખોળ કરો

મહેસાણા નગરપાલિકા ચૂંટણીમાં ખૂની ખેલ: ભાજપના ઉમેદવારના ભાણાની હત્યા, કોંગ્રેસ ઉમેદવારના પતિ સહિત 4 સામે ફરિયાદ

Mehsana municipal election murder: મહેસાણાના તાવડીયા ચોકડી પાસે મોડી રાત્રે રાજકીય અદાવતમાં 22 વર્ષીય યુવકની ઘાતકી હત્યા; DySP ના મતે આ એક પૂર્વ આયોજિત કાવતરું, પોલીસે FSL ની મદદથી તપાસ શરૂ કરી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મહેસાણામાં વોર્ડ 4 ચૂંટણીની અદાવતમાં ભાજપ ઉમેદવારના સગાની હત્યા.
  • કોંગ્રેસ ઉમેદવારના પતિ અને ત્રણ અન્ય સામે હત્યાનો ગુનો.
  • રાજકીય અદાવતમાં મિતેન પર છરી-ધોકા વડે જીવલેણ હુમલો.
  • પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

Mehsana municipal election murder: મહેસાણામાં મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય હરીફાઈએ હવે લોહિયાળ વળાંક લીધો છે. શહેરમાં વોર્ડ નંબર 4 ની ચૂંટણીની અદાવતમાં ભાજપના ઉમેદવારના 22 વર્ષીય સગા ભાણાની જાહેરમાં ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, હત્યાનો આરોપ સામે પક્ષે ઊભેલા કોંગ્રેસના ઉમેદવારના પતિ અને અન્ય 3 શખ્સો પર લાગ્યો છે. હાલમાં એ ડિવિઝન પોલીસે કોંગ્રેસના ઉમેદવારના પતિ સહિત કુલ 4 લોકો સામે હત્યાનો ગુનો દાખલ કરીને ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ, 25 એપ્રિલ 2026 ના રોજ મોડી રાત્રે 12:40 વાગ્યાની આસપાસ મહેસાણાની તાવડીયા ચોકડી રોડ પર આ હચમચાવી મૂકે તેવી ઘટના બની હતી. રાત્રિના સમયે ફરિયાદી ધીમંત ચૌધરીના મોટા બાપાના દીકરા હર્ષ સાથે કેટલાક શખ્સો ગાળાગાળી કરીને ઝઘડો કરી રહ્યા હતા. આ દરમિયાન મામલો થાળે પાડવા અને હર્ષને છોડાવવા માટે ધીમંત અને તેનો 22 વર્ષીય ભાઈ મિતેન ચૌધરી વચ્ચે પડ્યા હતા. ત્યારે ઉશ્કેરાયેલા હુમલાખોરોએ મિતેન અને ધીમંત પર ધોકા અને છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. જેમાં ધવલ અને મયુરે ધોકા માર્યા હતા, જ્યારે યશ નામના શખ્સે મિતેનની પીઠના ભાગે છરીનો ઘાતક ઘા ઝીંકી દીધો હતો. આ ગંભીર હુમલામાં મિતેનનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું.

આ સમગ્ર હત્યાકાંડ પાછળ વોર્ડ નંબર 4 ની રાજકીય અદાવત હોવાનું સ્પષ્ટ થયું છે. મૃતક મિતેનના મામા મહેન્દ્રભાઈ ચૌધરી વોર્ડ 4 માંથી ભાજપના ઉમેદવાર છે, જ્યારે તેમની સામે કોંગ્રેસમાંથી લીલાબેન ભરતભાઈ ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે. પોલીસ ફરિયાદ મુજબ, મિતેનની હત્યા કરનારા મુખ્ય આરોપીઓમાં લીલાબેનના પતિ ભરતભાઈ ચૌધરી, ધવલ ચૌધરી, મયુર ચૌધરી અને યશ ચૌધરીનો સમાવેશ થાય છે. આરોપીઓએ આતંક મચાવતા ગાડીના કાચ તોડીને અંદાજે 3000 રૂપિયાનું નુકસાન પણ કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક દોડી ગયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશકુમાર પારગીએ આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણાના DySP મિલાપ પટેલના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં આ હત્યા એક પૂર્વ આયોજિત કાવતરું હોવાનું લાગી રહ્યું છે. આરોપીઓએ ભેગા મળીને, ઘાતક હથિયારો સાથે જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરીને આ ગુનાને અંજામ આપ્યો છે. હાલ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે અને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની મદદ સાથે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

Frequently Asked Questions

મહેસાણામાં કોની હત્યા કરવામાં આવી છે?

મહેસાણામાં વોર્ડ નંબર 4 ની ચૂંટણીની અદાવતમાં ભાજપના ઉમેદવારના 22 વર્ષીય સગા ભાણા મિતેન ચૌધરીની જાહેરમાં હત્યા કરવામાં આવી છે.

આ હત્યાકાંડમાં કોના પર આરોપ છે?

આ હત્યાનો આરોપ સામે પક્ષે ઊભેલા કોંગ્રેસના ઉમેદવાર લીલાબેન ભરતભાઈ ચૌધરીના પતિ ભરતભાઈ ચૌધરી અને અન્ય 3 શખ્સો પર લાગ્યો છે.

આ હત્યા કઈ અદાવતમાં થઈ છે?

આ સમગ્ર હત્યાકાંડ પાછળ વોર્ડ નંબર 4 ની રાજકીય અદાવત હોવાનું સ્પષ્ટ થયું છે.

પોલીસે આ મામલે શું કાર્યવાહી કરી છે?

એ ડિવિઝન પોલીસે કોંગ્રેસના ઉમેદવારના પતિ સહિત કુલ 4 લોકો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
Embed widget