શોધખોળ કરો

મહિલાને પાડોશી યુવક સાથે બંધાયા શરીર સંબંધ, યુવકને પ્રેમિકાની દીકરી સાથે પણ બાંધવા હતા શરીર સંબંધ ને.....

મૃતક અને મહિલા પાડોશમાં રહેતા હતા. બંને વચ્ચે પ્રેમસંબંધ હતા. મહિલાનો આરોપ છે કે, પ્રેમીની તેની દીકરી પર પણ ખરાબ નજર હતી અને તેની છેડતી કરતો હતો.

નવી દિલ્લીઃ પોલીસે નોએડા એક્સટેંશનથી હત્યાના ગુનામાં માતા અને તેની દીકરીની ધરપકડ કરી છે. પોલીસે બંને પાસેથી હત્યામાં વપરાયેલી ઇંટ, છરી, લોહીવાળી ચાદર અને મૃતકનો મોબાઇલ જપ્ત કર્યો છે. કેટલાક સમય પહેલા બિસરખ વિસ્તારમાં 18/19 નવેમ્બરની રાતે એક શખ્સની બેરહેમીતી હત્યા કરી નાંખી હતી. 

પોલીસે જણાવ્યું કે, મૃતક અને મહિલા પાડોશમાં રહેતા હતા. બંને વચ્ચે પ્રેમસંબંધ હતા. મહિલાનો આરોપ છે કે, પ્રેમીની તેની દીકરી પર પણ ખરાબ નજર હતી અને તેની છેડતી કરતો હતો. મહિલાએ પ્રેમીને આ અંગે ઘણીવાર ટકોર કરી, પરંતુ તેની હરકત બંધ નહોતી થઈ. પ્રેમીની હરકતો ન અટકતા મહિલાએ તેની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું અને મોકો મળતાં જ માતા-પુત્રીએ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 

પોલીસે હત્યાના ગુનામાં બંનેની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે, આરોપી મહિલા બિહારના દરભંગાની રહેવાસી છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલી બે છરી, મૃતકનું આધારકાર્ડ, પાન કાર્ડ, પાસબૂક અને મોબાઇલ ફોન ઉપરાંત તેના કપડા પણ જપ્ત કર્યા છે. હત્યા સમયે માતા-પુત્રીએ પહેરેલા કપડા પણ મેળવ્યા છે. તેના પરથી લોહીના ડાઘા મળી આવ્યા છે. જેને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. 

રાજકોટઃ રિબડા પાસે યુવતીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવતીની હત્યા બીજા કોઈ નહીં પરંતુ તેના જ પતિએ કરી હોવાનું સામે આવ્યું છે.  મૃતક યુવતી રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારની હોવાનું આવ્યું સામે આવ્યું છે. યુવતીના પતિ સંદીપે હત્યા કરી લાસ ફેંકી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે  આરોપી પતિ સંદીપને સકંજામાં લીધો છે. પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે. 

નોંધનીય છે કે, ગોંડલના રીબડા ગામ પાસેથી ગઈ કાલે સવારે યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. રીબડા ગામના ગેઈટ સામેથી જીન્સ અને ટી-શર્ટ પહેરેલી અને અંદાજે રપ વર્ષીય યુવતીની લાશ મળી આવતા ગોંડલ તાલુકા સ્થળ પર દોડી ગઇ હતી. લાશને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલમાં ખસેડી હતી. 

બીજી તરફ પોલીસે મૃતક યુવતીને ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં તેમને મોટી સફળતા મળી હતી. ક્રાઇમ બ્રાન્ચે મૃતક યુવતીના પતિએ જ મોતને ઘાટ ઉતારી દીધાની માહિતી મળી જતા મૃતક યુવતીના પતિ સંદિપ છગન સગપરીયા (ઉ.વ.૩૮) કે જે મુળ રીબડાનો છે, તેને સકંજામાં લઈ ઘનિષ્ઠ પુછપરછ શરૂ કરી છે. 

પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, મૃતક યુવતીનું નામ સાજેદા ઉર્ફે સાજુ ઉર્ફે સંજના ફિરોઝભાઈ સમા છે. તેની ઉંમર ર૦ વર્ષ છે. હત્યાનો ભોગ બનનાર સાજેદા ઉર્ફે સાજુએ ત્રણેક વર્ષ પહેલા સંદિપ સાથે પોતાના લગ્ન થઈ ગયાનું જાહેર કર્યું હતું. જો કે વાસ્તવમાં બંનેના લગ્ન થયા ન હતા. આમ છતા બંને લીવ ઈન રીલેશનશીપમાં રહેતા હતા. આ સંબંધથી તેમને પુત્ર છે. જે હાલ દોઢેક વર્ષનો છે. 

ગઈકાલે મોડી સાંજે તે સાજુને એકટીવા પર લઈ રીબડા પહોંચ્યો હતો. જ્યાં બંને વચ્ચે બોલાચાલી થયા બાદ સંદિપે ગળુ દબાવી તેની હત્યા કરી નાખ્યાની પ્રાથમિક તપાસમાં પોલીસને માહિતી મળી છે. સંદિપને સજુના એકથી વધુ શખ્સો સાથે આડાસંબંધ હોવાની શંકા જતા હત્યા કરી નાખી છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget