હિન્દી ફિલ્મમાં રોલના બદલે કોણે કરી એક્ટ્રેસ પાસે શરીર સંબંધ બાંધવાની માગણી ? એક્ટ્રેસના ઈન્ટિમેટ ફોટા લીધા ને.......
મુંબઇમાં એક ડિરેક્ટરે એક્ટ્રેસને હિન્દી ફિલ્મમાં રોલ આપવા બદલ એક્ટ્રેસ સાથે શરીર સંબંધ બાંધવાની માંગણી કરી હતી. એક્ટ્રેસની ફરિયાદ બાદ આ ડિરેક્ટરસની ધરપકડ કરી લેવાઇ છે.
મુંબઇ: મુંબઇમાં એક ડિરેક્ટરે એક્ટ્રેસને હિન્દી ફિલ્મમાં રોલ આપવા બદલ એક્ટ્રેસ સાથે શરીર સંબંધ બાંધવાની માંગણી કરી હતી. એક્ટ્રેસની ફરિયાદ બાદ આ ડિરેક્ટરસની ધરપકડ કરી લેવાઇ છે.
મુંબઇમાં એક વધુ કાસ્ટિંગ કાઉચની ઘટના સામે આવી છે. મુંબઇ પોલીસે એક્ટ્રેસની ફરિયાદ બાદ આરોપી ફેક ડિરેક્ટરની ધરપકડ કરી લીધી છે. શું છે સમગ્ર ઘટના જાણીએ...
સમગ્ર ઘટનાના પગલે મુંબઇ પોલીસ ટીટવાલા એરિયામાંથી ફેક ડિરેક્ટરની ધરપકડ કરી લીધી છે. ફેક ડિરેક્ટરે હિન્દી ફિલ્મમના રોલ આપવાની લાલચે યુવતીના ઇન્ટીમેટ ફોટો ખેંચ્યા અને ત્યારબાદ તેની સાથે શરીર સંબંધ બાંધવાની માંગણી કરી. જ્યારે યુવતીએ તેની ડિમાન્ડ ન સ્વીકારી તો તેમણે લીધેલા યુવતીના ઇન્ટીમેટ ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. મલાડ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ધનંજયે સમગ્ર મામલે મીડિયા સમક્ષ ખુલાસો કર્યો હતો.
પીડિત યુવતી કોલકતાની હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદી યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, તે બંગાળી ફિલ્મમાં કામ કરી ચૂકી છે અને આ ફેક ડિરેક્ટરે તેમને વેબ સીરિઝમાં કામ અપાવવાની લાલચ આપી હતી.
ફેક ડિરેક્ટર બનીને યુવતીનું શોષણ કરનાર આરોપીનું નામ ઓમ પ્રકાશ તિવારી હોવાનું સામે આવ્યું છે. આરોપી પહેલા એક પ્રોડકશન હાઉસમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પ્રકાશે સોશિયલ મીડિયા પર ખોટો દાવો કર્યો હતો કે તે મુંબઈમાં પ્રોડક્શન હાઉસ ચલાવે છે. ફરિયાદ બાદ મલાડ સાયબર ક્રાઇમ સેલ દ્રારા તેની ધરપકડ કરાઇ છે.
આ ડિરેક્ટરે વેબ સીરિઝમાં કામ આપવાની લાલચ આપીને તેના ઇન્ટીમેટ ફોટો મંગાવ્યા હતા.. યુવતીએ ફોટો આપ્યા બાદ આ ફેક ડિરેક્ટર ઓમ પ્રકાશે તેની સાથે શરીર સંબંધ બાંધવાની ડિમાન્ડ કરી હતી જ્યારે યુવતીએ આ ડિમાન્ડ ઠુકવારી તો તેમણે ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. હાલ મલાડ સાયબર સેલે આરોપી ઓમ પ્રકાશની ધરપકડ કરી લીધી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.