શોધખોળ કરો

Crime News: ચા બનાવવાની ના પાડતા ઉશ્કેરાયેલા ભત્રીજાએ કરી નાખી દાદાની હત્યા

Crime News: દાહોદમાં લોહીના સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જે ભત્રીજાએ ઘડપણમાં દાદાની લાકડી બનવું જોઈએ તેના બદલે ભત્રીજાએ દાદાની હત્યા કરી નાખતા અરેરાટી મચી છે.

Crime News: દાહોદમાં લોહીના સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જે ભત્રીજાએ ઘડપણમાં દાદાની લાકડી બનવું જોઈએ તેના બદલે ભત્રીજાએ દાદાની હત્યા કરી નાખતા અરેરાટી મચી છે. આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો, ભત્રીજાએ દાદાને ચા બનાવાનું કહ્યું હતું પરંતુ દાદાએ ચા બનાવવાની ના પાડતા ઉશ્કેરાયેલા ભત્રીજાએ દાદાની હત્યા કરી નાખી હતી.

Crime News:  ચા બનાવવાની ના પાડતા ઉશ્કેરાયેલા ભત્રીજાએ કરી નાખી દાદાની હત્યા

ભત્રીજાએ દાદાને માથાના ભાગે લોખંડનો સળિયો મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. દાહોદના ટાઢાગોળા ગામે આ હત્યાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો છે. હત્યાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

અમરેલીમાં વિધર્મી યુવકે મનોરોગી મહિલા પર દુષ્કર્મ આચરતા ખળભળાટ

અમરેલી જિલ્લા બગસરાના એક ગામે વિધર્મી વ્યક્તિએ મનોરોગી મહિલા પર દુષ્કર્મ ગુજરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. માનસિક અસ્થિર મગજની મહિલા ઉપર વિધર્મી વ્યક્તિએ બળાત્કાર ગુજારતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મનોરોગી મહિલા ઘરે એકલી હોવાથી એકલતાનો લાભ લઈને દિવાલ કુદીને વિધર્મી વ્યક્તિ ઘરમાં ઘુસ્યો હતો અને મહિલાને હવસનો શિકાર બનાવી હતી. 

વિધર્મી વ્યક્તિ ઇસુફ સિપાઈ સુડાવડ ગામના સામે બગસરા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 35 વર્ષની મનોરોગી મહિલા ઉપર વિધર્મીએ દુષ્કર્મ આચરતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે. બગસરા પોલીસ સ્ટેશને વીએચપી, બજરંગ દળ, આરએસએસ તેમજ વિવિધ આગેવાનો અને કાર્યકર્તાઓના ટોળેટોળા એકઠા થયા હતા. હાલમાં આ મામલે બગસરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ખેડાના નડિયાદ તાલુકામાં સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યુ છે. નાનાવગા ગામમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સગીરા ખેતરમાં ઘાસચારો લેવા ગઈ હતી ત્યારે તેમની સાથે બળજબરી કરવામાં આવી હતી.  ભુરાભાઈ ભોજાણી નામનો શખ્સ સગીરાને લલચાવી ફોસલાવી લઈ ગયો અને બાદમાં હવસનો શિકાર બનાવી. સગીરાની મરજી વિરુદ્ધ બળાત્કાર કરતા નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ છે. સગીરા પર દુષ્કર્મની ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીને કડકમાં કડક સજા કરવાની માગ કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Embed widget