Crime News: સુરતમાં 6 વર્ષની બાળકીને પોતાના રુમમાં લઈ ગયો પાડોશી, કપડા કાઢી.....
Crime News: સુરતના પાંડેસરા વિસ્તારમાં નાની સાથે રહેતી 6 વર્ષથી બાળકીની પાડોશી દ્વારા છેડતી કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે પાડોશીએ દુષ્કર્મના ઇરાદે કપડાં ઉતાર્યાં હતા.
Crime News: સુરતના પાંડેસરા વિસ્તારમાં નાની સાથે રહેતી 6 વર્ષથી બાળકીની પાડોશી દ્વારા છેડતી કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે પાડોશીએ દુષ્કર્મના ઇરાદે કપડાં ઉતાર્યાં હતા. હાલમાં પોલીસે આરોપી અને બાળકીને મેડિકલ માટે મોકલ્યા છે. પાંડેસરા પોલીસે હવસખોર પાડોશીની ધરપકડ કરી આગળની કાર્યનવાહી હાથ ધરી છે. નાનીએ બાળકીને બૂમો પાડતા તેનો અવાજ બાજુના રૂમમાંથી આવ્યો હતો. આથી નાનીએ પાડોશીનો દરવાજો ખખડાવ્યો છતાં તેણે ખોલ્યો ન હતો. નાનીએ પાડોશીની રૂમની બારી જોર જોરથી ઠોકતા ખુલી ગઈ હતી. રૂમમાં જોતા નરાધમ પોતે નગ્ન હતો સાથે બાળકીના પણ કપડાં કાઢી નાખ્યા હતા. આ દ્રશ્ય જોઈને વૃદ્ધ ડઘાઈ ગયા હતા. બાદમાં આરોપીની જાળમાંથી બાળકીને છોડાવવામાં આવી હતી.
અમદાવાદના નિકોલમાં પત્ની સાથેના આડા સંબંધની શંકાએ એક વ્યક્તિ પર ફાયરિંગ
અમદાવાદના નિકોલમાં ગત મોડી રાત્રે ફાયરિંગનો બનાવ બન્યો હતો. અનૈતિક સંબંધની શંકામાં ફાયરિંગ કર્યું હોવાની વાત સામે આવી છે. 42 વર્ષિય વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગમાં ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. આ ફાયરિંગમાં નિકોલ પોલીસે દિનેશ આહિર નામના વ્યક્તિ સામે ગુન્હો નોંધ્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પત્ની સાથેના આડા સંબધની શંકાને લઈ દિનેશ આહીરે ફાયરીંગ કર્યું હતું. નિકોલના સાઈ હેવલ ફલેટ પાસે આ ઘટના બની છે. મણકાના ભાગે ફરીયાદીને ગોળી વાગી છે જેની હાલમાં સારવાર ચાલી રહી છે.
હાઇવે પર ચાલતી કારની છત પર બેસીને YouTuberએ મનાવ્યો બર્થડે
દિલ્હીના ટ્રાફિક નિયમોની પરવાહ કર્યા વિના ફિલ્મી અંદાજમાં નેશનલ હાઇવે 24 પર જન્મદિવસ મનાવવો રાષ્ટ્રીય રાજધાની નિવાસી યુટ્યૂબર પ્રિન્સને ચાર મહિના બાદ મોંઘો પડી ગયો છે. સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ દિલ્હી પોલીસે આ મામલાને ગંભીરતાથી લેતા પાંડવ નગર નિવાસી યુટ્યૂબરની ધરપકડ કરી લીધી છે. યુટ્યૂબર પ્રિન્સની પુછપરછ કરવામાં આવી રહી છે.
પ્રિન્સ દીક્ષિતના તે દોસ્તોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે
યુટ્યૂબરની ધરપકડ કરાયા બાદ દિલ્હી પોલીસ પ્રિન્સ દીક્ષિતના તે દોસ્તોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે, જે 16 નવેમ્બર, 2022એ તેના પ્રિન્સના જન્મદિવસ પર સાથે મળીને રસ્તાં પર હંગામો કરી રહ્યાં હતા. આ ઉપરાંત સોશ્યલ મીડિયા પર પણ લોકો જુદીજુદી કૉમેન્ટ કરી રહ્યાં છે. કેટલાક લોકો આ ઘટનાને યુટ્યૂબરની અકડ બતાવી રહ્યાં છે, તો વળી કેટલાકનુ કહેવુ છે કે, હવે દિલ્હી પોલીસ વાળા તેનો હિસાબ ચૂકતો કરશે.





















