શોધખોળ કરો

પ્રોફેસર પતિએ પત્નીને ગોંધી રાખી જમવાનું આપવાનું બંધ કર્યું, પત્નીના મૃત્યુ બાદ પ્રોફેસરની ધરપકડ

Bhavnagar News : તળાજાના સરકારી વિનય કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતો દેવજી મારુને અન્ય સ્ત્રી સાથે આડ સંબંધ હોવાનો પણ આરોપ છે.

Bhavnagar : ભાવનગરના તળાજામાં પત્નીના મૃત્યુ પાછળ જવાબદાર પ્રોફેસર પતિની પોલીસે ધરપકડ કરી છે. પ્રોફેસર પતિ દેવજી મારુંએ પોતાની પત્ની હંસાબેન મારુને ઘણા લાંબા સમયથી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો જેના કારણે સારવાર દરમિયાન પત્નીનું મોત નીપજ્યું હતું. 

તળાજાના સરકારી વિનય કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતો દેવજી મારુને અન્ય સ્ત્રી સાથે આડ સંબંધ હોવાનો આરોપ છે. આ ઉપરાંત તેણે તેની પત્ની હંસાબેન મારુ પાસે  દહેજની માંગ કરી વારંવાર ઝગડો પણ કરતો હતો. આ સાથે દેવજી મારુએ તેની પત્નીને રૂમમાં ગોંધી રાખી હતી અને જમવાનું પણ આપતો ન હતો. જે બાદ સારવાર દરમિયાન હંસાબેનનું મૃત્યુ થયુ હતું. 

તળાજા પોલીસે આઈપીસીની કલમ હેઠળ ગુનો નોંધી પ્રોફેસરની કુંડળી કાઢી ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી.  એ દરમિયાન આજે પ્રોફેસર પતિ ઠળિયા ગામેથી ઝડપાઈ ગયો હતો. 

જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મળ્યાનો દાવો 
જ્ઞાનવાપી મસ્જિદમાં 14 મેથી ચાલી રહેલ સર્વેનું કામ મંગળવારે સમાપ્ત થયું. હવે સર્વેનો રિપોર્ટ બુધવારે 17 મેના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યારે સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ પક્ષકારો દ્વારા તમામ પ્રકારના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. જેમાં હિંદુ પક્ષના મતે મસ્જિદમાંથી વજુખાનામાં નંદીના મોં આગળ 12 ફૂટ 8 ઈંચ વ્યાસનું શિવલિંગ મળી આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

હવે હિન્દુ પક્ષ શિવલિંગ મળનાના દાવાને લઈને કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટે આદેશ આપ્યો હતો કે જ્યાંથી શિવલિંગ મળી આવ્યું છે તેને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવે. તેમજ તે જગ્યાએ કોઈપણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મુકવો જોઈએ. બીજી તરફ, હિંદુ પક્ષ કોર્ટમાં રિપોર્ટ રજૂ ન થાય ત્યાં સુધી વજુખાનાને સાચવવાની તૈયારી કરી રહ્યું છે.હિન્દુ કહે છે કે વજુખાનાની બરાબર મધ્યમાં ત્રીસ બાય ત્રીસ ફૂટની આકૃતિ મળી આવી છે. જેના વિશે હિન્દુ મક્કમતાથી દાવો કરે છે કે તે શિવલિંગ છે. જ્યારે મુસ્લિમ પક્ષનું કહેવું છે કે તે એક ફુવારાનો ભાગ છે જે દસ વર્ષ પહેલા સુધી કામ કરતું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

વિડિઓઝ

Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
Embed widget