UP: પોલીસની દંબગાઇ, પોલીસે યુવકને લોકોની વચ્ચે જાહેરમાં વાળ પકડીને ફટકાર્યો, જાણો વિગતે
ફરી એકવાર ઉત્તરપ્રદેશમાં પોલીસનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર ખુદ એક યુવકને વાળ પકડીને માર મારતા દેખાઇ રહ્યાં છે.
નવી દિલ્હીઃ ફરી એકવાર ઉત્તરપ્રદેશમાં પોલીસનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર ખુદ એક યુવકને વાળ પકડીને માર મારતા દેખાઇ રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને લોકો યુપી પોલીસની દંબગાઇ ગણાવી રહ્યાં છે. ખરેખરમાં, આ વીડિયો યુપીના ઝાંસીના સુલ્તાનપુર વિસ્તાર છે, અહીં પોલીસ ઇન્સ્પેક્ટર એક યુવકને જાહેરમાં જ વાળ પકડીને મોઢા પર મુક્કા માર્યા હતા. જોકે, બાદમાં મહિલાઓ આવી જતાં પોલીસ બેકફૂટ પર આવી ગઇ હતી અને યુવક પર કાર્યવાહી કરી હતી.
બીજીબાજુ કહેવાઇ રહ્યું છે કે કેટલાક લોકો યુપીના ઝાંસીમાં દિવાળીની રાત્રે સ્ટન્ટબાજી કરી રહ્યાં હતા, તેમને પોલીસે પકડીને માર માર્યો હતો. કેટલાક યુવકો બાઈક પર સ્ટંટબાજી કરી લોકોને હેરાન કરતા હતા. પ્રેમનગર પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટરે આ યુવાનોને રોકીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ ઈન્સપેક્ટરની વાત માનવાના બદલે એક યુવક રૂઆબ બતાવવા લાગ્યો હતો, જેના કારણે મામલો બોલાચાલી બાદ મારપીટ સુધી પહોંચી ગયો. સ્ટંટબાજના વર્તનથી નાખુશ થયેલા પોલીસ ઈન્સપેક્ટરે એક યુવાનાના માથાના વાળ પકડી લીધા અને જાહેરમાં માર માર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો મુદ્દો બન્યો છે.
Vadodara : દિવાળીની રાતે ફટાકડા ફોડવા બાબતે બે જુથ વચ્ચે બબાલ, DCP પર પેટ્રોલ બોમ્બ ઝીંકાયો
Vadodara : દિવાળીની રાતે વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે બે જૂથ વચ્ચે જોરદાર પથ્થરમારો થયો હતો. જેમાં પોલીસ અધિકારી પર પણ પેટ્રોલ બોમ્બ ફેંકાયો હતો. રાત્રે 1 વાગ્યા આસપાસ પાણીગેટ વિસ્તારમાં અચાનક સ્ટ્રીટ લાઇટ બંધ થઇ ગઇ હતી. ત્યાર બાદ પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. બે જૂથ વચ્ચે થયેલા પથ્થરમારામાં રોડ સાઇડમાં પાર્ક કરેલા વાહનોને આગચંપી કરાી હતી. જેથી પોલીસ અને ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તોફાનને કાબૂમાં લેવી પોલીસ પહોંચી ત્યારે DCP ઝોન-3 યશપાલ જગાણીયા પર પોળના એક મકાનમાંથી પેટ્રોલ બોમ્બ ફેંકાયો હતો. જો કે, તેમાં તેમનો બચાવ થયો હતો.
પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં થયેલી ધમાલ મામલે ડીસીપી જસપાલ જગાણિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, દિવાળીને કારણે આમને સામને ફટાકડા ફોડવા અને રોકેટ છોડવા મામલે બબાલ થઈ હતી. સીસીટીવીમાં દેખાયેલા બંને જૂથના 19 લોકોની અટકાયત કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ પોલીસે કબજે કર્યા છે.
મોડી રાત્રે 2 જૂથ વચ્ચે પથ્થર મારા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ એ વિસ્તાર ના સીસી ટીવી ફૂટેજ મેળવ્યા હતા. પેટ્રોલ બૉમ્બ ફેંકાયા હોવાની માહિતી પણ સામે આવી છે. લાઈટ બંધ કરાયા બાદ પથ્થર મારો શરૂ થયો હતો. હાલ જનજીવન સામાન્ય છે. પોલીસ સુરક્ષા ગોઠવાઈ. પાણીગેટના અતિ સંવેદનસીલ વિસ્તારમાં ધમાલથી વાતાવરણ તંગ બન્યું છે. લારીઓ, બાઇક સડગાવાયા છે.