Crime News: યુવતીને મકાન માલિક સાથે બંધાયા શરીર સંબંધ, પ્રેમીએ બોલાવી બર્થ-ડે મનાવવા ને પછી આંખે પટ્ટી બાંધીને........
Crime News: મકાનમાલિકે તેનો જન્મદિવસ ઉજવવા બોલાવી અને પછી કેક કાપતાં પહેલાં હું તને આંખે પાટો સરપ્રાઇઝ આપું છું તેમ કહી પેટમાં છરીના ઘા મારી હત્યા કરી હતી. હાથ પર બનાવેલા ટેટૂથી મૃતકની ઓળખ થઈ હતી.
Bikaner News: રાજસ્થાનના બિકાનેરમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક પરિણીતા પતિ સાથે ભાડાનું મકાન જોવા ગઈ હતી અને તે સમયે જ મકાન માલિકને જોતાં જ તેના પર મોહી પડી હતી. જે બાદ બંને વચ્ચે શરીર સંબંધ પણ બંધાયો હતો. મકાનમાલિકે તેનો જન્મદિવસ ઉજવવા બોલાવી અને પછી કેક કાપતાં પહેલાં હું તને આંખે પાટો સરપ્રાઇઝ આપું છું તેમ કહી પેટમાં છરીના ઘા મારી હત્યા કરી હતી. હાથ પર બનાવેલા ટેટૂથી મૃતકની ઓળખ થઈ હતી.
શું છે મામલો
બિકાનેરના નલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવતીનો મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. સીઓ પવન ભદૌરિયા અને પોલીસ અધિકારી વિક્રમ સિંહ ચારણે કહ્યું કે 3 ફેબ્રુઆરીએ માહિતી મળી હતી કે ગમના પીર રોડ પર એક ઘર છે, જેની નીચે મહિલાની લાશ જમીનમાં પડી છે. પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને જોયું કે મહિલાની લાશ પડી હતી. મૃતકના ગળા અને પેટ પર તિક્ષ્ણ હથિયાર વડે મારામારીના નિશાન હતા. લાશ લગભગ 5-7 દિવસ જૂની છે.
કાંડા પરના ટેટૂ દ્વારા થઈ ઓળખ
મહિલાના કાંડા પર ટેટૂ હતું. તેના પર નિશા લખેલું હતું. સોશિયલ મીડિયાની મદદથી પોલીસે ટેટૂ કરેલા ભાગ અને મહિલાનો ફોટો ક્લિક કરીને સોશિયલ મીડિયા પર શેર કર્યો. મૃતક યુવતીની ઓળખ બીકાનેરના પ્રતાપ બસ્તીના રહેવાસી રાજુ રામ નાયકની પુત્રી તરીકે હતી. પોલીસ પૂછપરછમાં મૃતક નિશાના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હોવાનું જાણવા મળ્યું હતું.
રૂમ ભાડે લેવા ગઈ અને પ્રેમમાં પડી
નિશા તેના પતિ સાથે ભાડે રૂમ લેવા ગઈ હતી. ત્યારબાદ તે મકાનમાલિકના પુત્ર આદિલ સાથે પ્રેમમાં પડી ગઈ હતી. બંને કલાકો સુધી ફોન પર વાત કરવા લાગ્યા અને મળવા લાગ્યા. બંનેના સંબંધો ઘણા આગળ વધી ગયા અને નિશાને તેના પર આદિલ સાથે લગ્ન કરવાનું દબાણ શરૂ કર્યું.
દરરોજ તે આદિલ પાસે કંઈક માંગવા લાગી. નિશાની માંગણીથી પરેશાન થઈને તેની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું. તેણે તેના મિત્ર અખ્તરની મદદથી આ પ્લાનને અંજામ આપવાનો પ્લાન બનાવ્યો અને નિશાના જન્મદિવસે તેના જન્મદિવસની ઉજવણી કરવા માટે બોલાવી હત્યાને અજામ આંપ્યો હતો.