Rajkot : અડધી રાતે યુવતી કોઈ સાથે ફોન પર કરી રહી હતી વાત ને પતિને પડી ગઈ ખબર, પછી તો પતિએ....
રાજકોટ જિલ્લાના જસદણમાં પતિ પત્નિની વચ્ચે બોલાચાલીમાં પત્નિની હત્યા કરી નાંખી છે. રાત્રે 3 વાગે પતિ પત્નિ બન્ને વચ્ચેના ઝઘડામાં પત્નીનું મોત નીપજ્યું હતું. હત્યા બાદ પતિ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો.
Rajkot : અડધી રાતે પત્ની સાથે પત્ની સાથે અનૈતિક સંબંધની શંકાએ તકરાર થયા પછી પતિએ પત્નીનું ઢીમ ઢાળી દેતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રાજકોટ જિલ્લાના જસદણમાં પતિ પત્નિની વચ્ચે બોલાચાલીમાં પત્નિની હત્યા કરી નાંખી છે. રાત્રે 3 વાગે પતિ પત્નિ બન્ને વચ્ચેના ઝઘડામાં પત્નીનું મોત નીપજ્યું હતું. હત્યા બાદ પતિ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, મૃતક યુવતી આશીયાનાબેન પઠાણ(ઉ.વ.19) મોડી રાત્રે કોઈ સાથે પોન પર વાત કરી રહી હતી. આ જ સમયે પતિ મમદશા પઠાણ ઘરે આવ્યો હતો. આ સમયે પત્નીને ફોન પર વાતો કરતી જોઇ ઉશ્કેરાઈ ગયો હતો અને તેના પર હુમલો કરી દીધો હતો. પત્નીને ગળે ટુંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આ અંગે મૃતકના સાસુ યાસ્મીનબેને જણાવ્યું હતું કે, બે મહિનાથી બંને વચ્ચે કંકાસ હતો. બીજું કંઇ અમને ખબર નથી. આ 26 તારીખે તેમના લગ્નને ચાર મહિના થશે. તેમણે ચાર દીકરા હોવાનું તેમજ પતિનું નિધન થયું હોવાનું જણાવ્યું હતું. તેઓ રસોડાના કામ કરતાં હોવાનું પણ જણાવ્યું હતું. જોકે, પુત્રે પુત્રવધૂની હત્યા કેમ કરી નાંખી તે અંગે કંઇ પણ જાણ હોવાનો ઇનકાર કરી દીધો હતો.
મૃતકનું નામ આસિયાના મહમદશા પઠાણ છે. જ્યારે હત્યારા પતિનું નામ મહમદસા બચુસા પઠાણ છે. જસદણ પોલિસે મૃતકને પીએમ માટે જસદણ સરકારી હોસ્પિટલે લઇ જવાયા છે. પોલીસ હત્યાના ગુન્હો નોંધી આરોપી પતિને અટક કરી કાયદેસર કાર્યવાહી કરી. જોકે, પતિએ સામાન્ય ઝઘડામાં પત્નીની હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવી શકે છે. આશીયાનાબેનનું પીયર ભાવનગર જિલ્લાના રંધીળા તાલુકાના ગઢુલા ગામે આવેલ છે. જેની જાણ તેના પિતાને કરતા તેઓ જસદણ દોડી આવ્યા હતા અને જમાઇ સામે ફરિયાદ નોંધાવી હતી.