શોધખોળ કરો

મોરબીનો બિઝનેસમેન યુવતી સાથે મજા કરવા મિત્રને લઈને ગયો, નાઈટના 10 હજાર નક્કી કર્યા, યુવતી કારમાં બેઠી ને...

બંને યુવકોએ મોબાઇલમાં યુવતીનો ફોટો જોયા પછી 10 હજાર રૂપિયામાં એક રાત મજા માણવાનું નક્કી કર્યું હતું. તેમજ બંને તેને લેવા માટે યુવતીએ બોલાવ્યા ત્યાં જતાં તેમને હની ટ્રેપમાં ફસાવ્યા હતા.

રાજકોટઃ શહેરમાં ત્રણ દિવસમાં પૈસાદાર લોકોને મજા કરવાની લાલચ આપીને હનીટ્રેપમાં ફસાવવાની બીજી ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. મોરબીના બે યુવાન બિઝનેસમેનને યુવતી સાથે મજા કરવા જવી ભારે પડી ગઈ છે. બંને યુવકોએ મોબાઇલમાં યુવતીનો ફોટો જોયા પછી 10 હજાર રૂપિયામાં એક રાત મજા માણવાનું નક્કી કર્યું હતું. તેમજ બંને તેને લેવા માટે યુવતીએ બોલાવ્યા ત્યાં જતાં તેમને હની ટ્રેપમાં ફસાવ્યા હતા. આ અંગેની વિગતો એવી છે કે, મોરબીમાં કેમિકલનું કામ કરતાં બે યુવાન બિઝનેસમેનને મિત્ર મારફત એક યુવતીનું મોબાઇલ નંબર મળ્યો હતો. જેને ફોન કરતાં યુવતીએ છોકરીઓના ફોટા મોકલ્યા હતા. જેમાંથી એક યુવતીને યુવકોએ પસંદ કરી હતી. તેમજ 10 હજાર રૂપિયામાં એક નાઇટ નક્કી કરવામાં આવી હતી. આ પછી બંને યુવતીને લેવા માટે રાજકોટ કાર લઈને આવ્યા હતા, જેમને સોદો કરનાર યુવતી કારમાં બેસીને બેડી ફાટકની આગળ કાચા રસ્તે લઈ ગઈ હતી. અહીં પહેલાથી પ્લાનિંગ કર્યા પ્રમાણે યુવતીનો પતિ સહિત બીજા ત્રણ લોકો હાજર હતા. બંને યુવકો ત્યાં પહોંચતા જ આ લોકોએ બંનેને ફટકાર્યા હતા અને છરી બતાવી પોલીસમાં પકડાવી દેવાની ધમકી આપી હતી. આ પછી તેમના ખિસ્સામાં 6500 રૂપિયા રોકડા કાઢી લીધા હતા. એટલું જ નહીં સમાધાન માટે બે લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ માટે એકને બંધક બનાવી બીજાને પૈસાની વ્યવસ્થા કરવા માટે મોકલ્યો હતો. તેમજ એકના એટીએમમાંથી 10 હજાર રૂપિયા ઉપડાવ્યા હતા. બીજી તરફ છૂટેલો યુવકે સમયસૂચકતા વાપરી પોલીસને બોલાવી લેતા કુવાડવા પોલીસે બે આરોપીને પકડી પાડ્યા છે. અગાઉ પણ આ પ્રકારના ગુનામાં આ લોકો સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. કુવાડવા પોલીસે વિજય ગરચર, વાણીયાવાડીની દિવ્યા મકવાણા, તેના પતિ ગુણવંત મકવાના અને અશોક કોળી સામે ગુનો નોંધ્યો છે. તેમજ પોલીસે વિજય બાબુભાઈ ગરચર અને ગુણવંત રાજુભાઈ મકવાણાને પકડી પાડ્યા છે. બંનેના કોરોના રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
Embed widget