શોધખોળ કરો
Patan : ગેસ્ટ હાઉસમાં યુવક રૂપલલના સાથે શરીર સુખ માણવામાં વ્યસ્ત હતા ને પોલીસ ત્રાટકી, પછી શું થયું ?
બાતમીને આધારે એસઓજીની ટીમે અલગ અલગ ત્રણ ગેસ્ટહાઉસમાં દરોડા પાડ્યા હતા. જેમાં બે ગેસ્ટહાઉસમાંથી ચાર યુવતીઓ અને દસ ગ્રાહકો મજા માણતા ઝડપાઈ ગયા હતા.
પાટણઃ સિદ્ધપુરમાં ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા સેક્સરેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસની રેડમાં ચાર યુવતીઓ અને 10 પુરુષો મળી આવ્યા હતા. બે ગેસ્ટ હાઉસમાં સેક્સરેકેટનો પર્દાફાશ થયો છે. એસઓજીની ટીમે બાતમીને આધારે દરોડા પાડીને રેકેટ પકડી પાડ્યું હતું. પોલીસે બંને ગેસ્ટ હાઉસના સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, પોલીસને બાતમી મળી હતી કે, સિદ્ધપુરના ગેસ્ટહાઉસોમાં સેક્સરેકેટ ચાલે છે. આ બાતમીને આધારે એસઓજીની ટીમે અલગ અલગ ત્રણ ગેસ્ટહાઉસમાં દરોડા પાડ્યા હતા. જેમાં બે ગેસ્ટહાઉસમાંથી ચાર યુવતીઓ અને દસ ગ્રાહકો મજા માણતા ઝડપાઈ ગયા હતા.
સિદ્ધપુર રેલવે સ્ટેશન પાસે આવેલા આશીર્વાદ ગેસ્ટહાઉસમાંથી 3 યુવતીઓ અને 6 ગ્રાહકો, જ્યારે અંબાજી ગેસ્ટ હાઉસમાંથી એક યુવતી અને ચાર ગ્રાહકો મળી આવ્યા હતા. આ મામલામાં આશીર્વાદ ગેસ્ટ હાઉસના સંચાલક પરેશ કૌશિકકુમાર પંચોલી અને અંબાજી ગેસ્ટ હાઉસના સંચાલક દિપક દશરથલાલ પંચોલી સામે સિદ્ધપુર પોલીસ મથકે ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન) એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.
યુવતીઓએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે, દરેક ગ્રાહક દીઠ તેમને 200 રૂપિયા આપવામાં આવતા હતા. જ્યારે ગેસ્ટ હાઉસના સંચલકો ગ્રાહકદીઠ 500 રૂપિયા વસૂલતા હતા. પોલીસને દરોડામાં ગેસ્ટહાઉસમાંથી કોન્ડોમ પણ મળી આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
અમદાવાદ
Advertisement