શોધખોળ કરો

Surat : યુવતીની છેડતીને મામલે બે જૂથ વચ્ચે મારામારી, છોડાવવા ગયેલા યુવકની હત્યાથી ચકચાર

અમરોલી પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે. તલવાર અને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. છોકરીની છેડતી બાબતે ચાલતા ઝગડા છોડવવા પડેલા યુવકની જ હત્યા કરી નાંખી હતી.

સુરત : અમરોલી કાંસાનગર વિસ્તારમાં યુવકની હત્યાને મામલે ચોંકાવનારી વિગતો સામે આવે છે. અજય રાઠોડ નામના યુવક ની હત્યા કરવામાં આવી હતી. અમરોલી પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે. તલવાર અને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. છોકરીની છેડતી બાબતે ચાલતા ઝગડા છોડવવા પડેલા યુવકની જ હત્યા કરી નાંખી હતી. અમરોલી પોલીસ ગણતરીના દિવસોમાં હત્યારાઓને ઝડપી પાડવામા આવ્યા છે. યુવતીને છેડતી બાબતે હત્યા  કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. 

આ અંગેની વિગતો એવી છે કે,  સુરતનાં અમરોલી વિસ્તારનાં કાસા નગરમાં બે જૂથ વચ્ચેના આંતરિક ઝઘડામાં એક નિર્દોષનો ભોગ લેવાયો હતો. ગત રવિવારે રાત યુવતીને લઈ થયેલા ઝઘડામાં સમાધાન બાદ ફરી બન્ને એક ફળિયાના યુવકોએ બીજા ફળિયામાં ઘૂસીને મારામારી કરતા વૃદ્ધ સહિત ચાર જણાને ગંભીર ઇજા થઇ હતી. આ મારામારીનો અવાજ સાંભળી મૃતક અજય રાઠોડ ઘર બહાર નીકળતા એની ઉપર હુમલો થયો હતો. લોહીલૂહાણ પડેલા અજયને 108ની મદદથી સ્મીમેર લવાતા મૃત જાહેર કરાયો હતો. મૃતક અજય રાઠોડ સફાઇ કર્મચારી હતો. અમરોલી પોલીસે સમગ્ર મામલે cctv ફૂટેજના આધારે  આગળની તપાસ હાથ ધરી હતી અને સાત આરોપીઓને પકડી પાડ્યા હતા. 

ન્યુ કાસાનગર ખાતે રહેતા વિનોદ ઇશ્વર રાઠોડની માસી કોસાડ વિસ્તારમાં રહે છે. ન્યુ કાસાનગરનાર હેતો વિશાલ ઉર્ફ વિકો મોહન રાઠોડ વિનોદની માસીની દીકરીને ફોન પર મેસેજ કરીને હેરાન કરતો હતો. આ મુદ્દે વિનોદની માસીના દીકરા સાથે વિશાલનો ઝગડો થયો હતો. જોકે, મહોલ્લાના લોકોના સમજાવવાથી સમાધાન થયું હતું. આ પછી રવિવારે રાત્રે વિશાલ અને તેની સાથે તેનો ભાઈ મુકેશ રાઠોડ, રાકેશ રાઠોડ તેના મિત્રો ચેતન,સાગર,અતુલ અને ચેતતના બે બનેવીઓ કમો તથા રાકેશ વિનોદની માસીના ઘરે આવીને માસી સાથે ઝગડો કરવા લાગ્યા હતા. આ ઝઘડામાં અજયનું મોત થયું હતું. 

Botad : 20 વર્ષીય યુવતીને ગોંધી રાખી 3 યુવાનોએ માણ્યું વારંવાર શરીરસુખ ને પછી તો....

બોટાદઃ રાણપુર તાલુકાના અળવ ગામમાં 20 વર્ષીય યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીને અળવ ગામના યુવાનો દ્વારા વાડીમાં ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.  યુવતીને અળવ ગામની  વાડીએ ગઈ લઈ ગયા હતા. વાડીએ યુવતીને નશો કરાવી અને ત્રણે યુવાનોએ સાથે મળી દારૂ પીધા બાદ ત્રણેય યુવાનોએ દુષ્કર્મ ગુજાર્યું હતું. 

અળવ ગામના ત્રણેય યુવાનોએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ થતાં ખળભળાટ મચી ગયો છે. ૯ ડિસેમ્બરથી ૨૬ ડિસેમ્બર સુધી યુવતીને વાડીએ ઓરડીમાં ગોંઘી રાખી હતી તેવી પ્રાથમિક માહિતી ફરિયાદના આધારે મળી રહી છે. યુવતી હાલ જામનગર જીજી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહી છે.
યુવતીએ ત્રણેય યુવાનો વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણેય યુવાનો વિરૃધ્ધ ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગેની વધુ વિગતો એવી છે કે, યુવતીને દારૂ પીવાની ટેવ હોવાથી તેણે અળવના એક યુવકને દારૂ આપી જવા માટે ફોન કર્યો હતો. જોકે, યુવકે દારૂ જોઇતો હોય તો અળવ સ્થિત વાડીએ આવીને લઈ જવા જણાવ્યું હતું. આથી યુવતી દારૂ લેવા પહોંચતા અન્ય એક યુવક તેને વાડીએ લઈ ગયો હતો. અહીં હાજર ત્રણેય યુવકોએ યુવતીને ઓરડીમાં જ દારૂ પીવડાવ્યો હતો. તેમજ તેને અહીં જ 18 દિવસ સુધી ગોંધી રાખી પરાણે શરીરસુખ માણ્યું હતું. 

ગત 26મી ડિસેમ્બરે આ નરાધમોએ કોઇને ન કહેવા અને ગામ છોડી દેવાની શરતે યુવતીને મુક્ત કરી હતી. આ પછી યુવતીએ જામનગરમાં સંબંધી જાણ કરતાં તેમમે રાણપુર પોલીસને જાણ કરી હતી. આ પચી યુવતીએ રાણપુરમાં સામૂહિક દુષ્કર્મની ફરિયાદ કરી હતી. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
Embed widget