શોધખોળ કરો

સુરતમાં રત્નકલાકાર પતિની હેવાનિયત: ઘરમાં દારૂની મહેફિલ બાદ પત્નીને 3 મિત્રોને સોંપી, નરાધમોએ કર્યો ગેંગરેપ

પ્રેમલગ્ન કરનાર 25 વર્ષીય પરિણીતાને મોઢું ખોલશે તો 'લાશ પણ નહીં મળે' તેવી ધમકી આપી; કંટાળેલી પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પતિ સહિત 3 આરોપી ઝડપાયા, 1 ફરાર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પ્રેમલગ્ન બાદ પતિએ પત્નીને મિત્રો સાથે જ સંબંધ બાંધવા દબાણ કર્યું.
  • નશામાં પતિ અને ત્રણ મિત્રોએ પરિણીતા પર કર્યો ગેંગરેપ.
  • પરિણીતાની ફરિયાદ બાદ પોલીસે પતિ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી.
  • પોલીસે પીડિતાની મેડિકલ તપાસ અને આરોપીઓની શોધખોળ શરૂ કરી.

સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. અહીં પ્રેમલગ્ન કરીને આવેલા એક રત્નકલાકાર પતિએ હેવાનિયતની તમામ હદો પાર કરી દીધી છે. ઘરમાં જ દારૂની મહેફિલ જમાવ્યા બાદ નશામાં ધૂત પતિએ પોતાની 25 વર્ષીય પત્નીને પોતાના 3 મિત્રોના હવાલે કરી દીધી હતી. પતિ અને તેના 3 મિત્રોએ મળીને પરિણીતા પર સામૂહિક દુષ્કર્મ (ગેંગરેપ) ગુજાર્યો હતો અને જો કોઈને વાત કરી તો લાશ પણ ગાયબ કરી દેવાની ધમકી આપી હતી. આખરે ત્રાસથી કંટાળીને પરિણીતાએ કાપોદ્રા પોલીસ મથકે ન્યાયની ગુહાર લગાવતા પોલીસે પતિ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

પ્રેમલગ્નનું આવું ભયાનક પરિણામ!

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ભોગ બનનાર 25 વર્ષીય પરિણીતાએ અમરેલીના બગસરાના વતની એવા એક યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બંને સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી લક્ષ્મણ નગર સોસાયટી પાસે ભાડાના મકાનમાં રહેતા હતા અને પતિ હીરા ઘસવાનું કામ કરતો હતો. પતિની સાથે કામ કરતા તેના 3 મિત્રો અજય, જગો અને ચિરાગ અવારનવાર તેમના ઘરે આવતા અને ત્યાં જ રોકાતા હતા. પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે, મે 2025 માં એક રાત્રે તેના પતિએ આ ત્રણેય મિત્રો સાથે ઘરમાં જ દારૂની મહેફિલ જમાવી હતી.

પતિની નજર સામે જ મિત્રોએ પીંખી નાખી

દારૂના નશામાં ચૂર થયેલા પતિ અને તેના મિત્રોએ અચાનક પરિણીતા સાથે ગાળાગાળી કરીને મારઝૂડ શરૂ કરી દીધી હતી. આ નરાધમોએ બળજબરીથી પરિણીતાના કપડાં ઉતારી નાખ્યા હતા અને પતિની હાજરીમાં જ તેના ત્રણેય મિત્રોએ વારાફરતી તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે ખુદ પતિ પણ આ પાપમાં સામેલ થયો હતો. આ ભયાનક કૃત્ય કર્યા પછી આરોપીઓએ ધમકી આપી હતી કે, "જો કોઈની પણ સામે મોઢું ખોલ્યું છે તો તારી લાશ પણ નહીં મળે."

કંટાળીને પત્નીએ ઘર છોડ્યું અને પોલીસનું શરણું લીધું

આ ઘટના પછી પણ પરિણીતા સમાજની બીકે અને ડરના માર્યે મૂંગા મોઢે બધો અત્યાચાર સહન કરતી રહી. પરંતુ પતિની હેવાનિયત અહીં જ ન અટકી, તે અવારનવાર પત્ની પર તેના મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવા લાગ્યો હતો. અંતે આ ત્રાસથી કંટાળીને પરિણીતાએ ઘર છોડી દીધું હતું અને ભારે હિંમત ભેગી કરીને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કાપોદ્રા પોલીસે મહિલા સુરક્ષાને પ્રાથમિકતા આપીને તાત્કાલિક એક્શન લીધા છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને પતિ સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે 1 ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે. હાલ પીડિતાની મેડિકલ તપાસ અને અન્ય પુરાવાઓ એકઠા કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે.

Frequently Asked Questions

આ ઘટના ક્યાં બની હતી?

આ ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં બની હતી. એક પ્રેમલગ્ન કરેલા રત્નકલાકાર પતિએ પોતાની પત્નીને તેના મિત્રોના હવાલે કરી દીધી હતી.

પરિણીતા પર શું આરોપ લગાવવામાં આવ્યો છે?

પરિણીતા પર તેના પતિ અને તેના 3 મિત્રો દ્વારા સામૂહિક દુષ્કર્મ ગુજારવાનો આરોપ છે. આ કૃત્ય નશાની હાલતમાં થયું હતું.

પોલીસે આ મામલે શું કાર્યવાહી કરી છે?

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પતિ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. એક ફરાર આરોપીની શોધ ચાલુ છે અને પીડિતાની મેડિકલ તપાસ ચાલી રહી છે.

પરિણીતાએ પોલીસમાં ફરિયાદ શા માટે નોંધાવી?

સામૂહિક દુષ્કર્મ બાદ પણ પતિ દ્વારા તેના મિત્રો સાથે સંબંધ રાખવા દબાણ કરવામાં આવતા પરિણીતા ત્રાસી ગઈ હતી. આખરે કંટાળીને તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
Embed widget