શોધખોળ કરો

CRIME NEWS: વડોદરામાં સગીરા પર દુષ્કર્મ આચરનારને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા

વડોદરા: ડભોઇ તાલુકામાં બનેલ અપહરણ અને શારીરિક દુષ્કર્મની ઘટનામાં કોર્ટે આરોપીને દાખલા રુપ સજા ફટકારી છે. દુષ્કર્મના આરોપીને ડભોઇ સેસન્સ જજ એચ.જી.વાઘેલાએ 20 વર્ષની સજાનો હુકમ કર્યો છે.

વડોદરા: ડભોઇ તાલુકામાં બનેલ અપહરણ અને શારીરિક દુષ્કર્મની ઘટનામાં કોર્ટે આરોપીને દાખલા રુપ સજા ફટકારી છે. દુષ્કર્મના આરોપીને ડભોઇ સેસન્સ જજ એચ.જી.વાઘેલાએ 20 વર્ષની સજાનો હુકમ કર્યો છે. ડભોઇ પીપરિયાના અજય શનાભાઈ તડવીએ સગીર વયની યુવતીનું 3 વર્ષ પૂર્વે અપરહરણ કરી શારીરિક દુષ્કર્મ આચર્યું હતું.  બાદમાં સગીરાની માતાની ફરિયાદ આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.  કાયદા અધિકારીએ ધારદાર દલીલો પુરવાકીય રજુઆત એચ.બી.ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. જે આધારે આજે સેસન્સ કોર્ટના સ્પેશિયલ પોકસો જજ એચ.જી.વાઘેલા દ્વારા તમામ પુરાવાને ધ્યાનમાં લઈ ભોગ બનનારને ન્યાય અપાવા આરોપીને 20 વર્ષ સખત કેદની સજાનો હુકમ કર્યો.  આ ઉપરાંત આરોપીને આ કેસમાં 5000નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.  પોકસો એક્ટની કલમ 4,5એલ,6 તથા ઇપીકો કલમ 363,366,376(2)(N) મુજબ હુકમ કરાયો હતો.

અમદાવાદમાં યુવકની હત્યા

અમદાવાદમાં હત્યાની ઘટના સામે આવી છે.  અમદાવાદના કઠવાડા ગામમાં પરપ્રાંતીય મજૂરની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. સાથી મજુરે કામ બાબતે બોલાચાલી કરી માથામાં પાવડો મારી હત્યા નિપજાવી હતી. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મૃતક યુવક બે મહિના પહેલા જ ઓડિશાથી અમદાવાદ આવ્યો હતો. મોડી રાતે હત્યાનો બનાવ બન્યો હતો. હાલમાં નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

દાહોદમાં ટ્રેન નીચે આવી જતા યુવકનું કમકમાટી ભર્યું મોત

 ટ્રેન નીચે આવી જતા વ્યક્તિનું મોત નિપજ્યું છે. દાહોદના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ નજીક ટ્રેક પર આ ઘટના બની હતી. માલગાડી ટ્રેન નીચે આવી જતા યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજતા અરેરાટી મચી ગઈ હતી. મૃતક દાહોદના સહાડા ગામનો હોવાનું આધાર કાર્ડ પરથી જાણવા મળ્યું છે. રેલ્વે પોલીસ ઘટના સાથે પહોંચી વધુ કાર્ય હાથ ધરી છે. આ ઉપરાંત મૃતકના પરિજનોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

દેવાયત ખવડને લાગ્યો ઝટકો

મારામારીના કેસમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં આજે કોર્ટે દેવાયત ખવજના રિમાન્ડ મંજૂર કર્યા છે. દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સોમવારે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસ દ્વારા દેવાયત ખવડ, કાનો રબારી અને કિશન કુંભારવાડિયાને કોર્ટમાં રિમાન્ડની માંગણી અર્થે રજૂ કરવામાં આવ્યા હતાં.

દેવાયત બાદ તેમના સાથીઓ પણ પોલીસ સામે થયા હાજર

લોકસાહિત્યકાર દેવાયત ખવડ ગઈકાલે પોલીસ સમક્ષ હાજર થયો હતો અને હવે આજે તેમના સાથીઓ પણ પોલીસ સમક્ષ હાજર થયા છે. હરેશ ઉર્ફે કાનો રબારી અને કિશન કુંભારવાડીયા પોલીસ સમક્ષ હાજર થયા છે. દેવાયત બાદ અન્ય બે આરોપીઓ પણ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા. દેવાયતની માફક અન્ય આરોપીઓને પણ પોલીસ પકડી શકી નહોતી. જેને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા હતા.

તો બીજી તરફ લોકસાહિત્યકાર દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તપાસનિશ અધિકારી એ ડિવિઝનના પીઆઈએ રિમાન્ડની માંગણી કરી હતી. દેવાયત સામે અગાઉ ગુનો નોંધાયેલ છે તેનો ઉલ્લેખ પીઆઈએ કર્યો હતો. દેવાયત ખવડે હજુ સુધી ક્યા આશ્રય લીધો તે ન બોલતા હોઈ તેની રજુઆત કરાઈ હતી. દેવાયત ખવડના વકીલ ઉત્કર્ષ દવેએ દલીલો કરી હતી. રિમાન્ડની માગણી સામે વાંધો રજૂ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને કહ્યું કે, આગોતરા અરજી મૂકી હતી એને નાસ્તા ફરતા કઈ રીતે કહી શકાય. દેવાયતના વકીલે આખી એફઆઈઆર વાંચી ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત દેવાયતના વકીલે 307 કલમ સામે પણ વાંધો લીધો હતો. ચપ્પુ મારીયુ હોઈ તો હત્યાનો પ્રયાસનો ગુનો લાગતો નથી. કલમ 307 દૂર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી. દેવાયતના વકીલ દ્વારા સેશન્સ કોર્ટના વકીલ સામે ધારદાર દલીલો કરી હતી. વકીલે જુના ચુકાદાઓ ટાંકીને રજૂઆત કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Embed widget