શોધખોળ કરો

શિક્ષણ જગત શર્મસાર, ટ્યુશન શિક્ષકે વિદ્યાર્થીનીનો વિડીયો ઉતારી કલાસરૂમમાં જ અનેકવાર દુષ્કર્મ આચર્યું

Dahod News : આ વિદ્યાર્થનીને શિક્ષકથી ગર્ભ પણ રહી ગયો હતો જેને પડાવવા શિક્ષક અલગ અલગ દવાખાને ભટકી રહ્યો હતો.

Dahod : દાહોદ જિલ્લામાં શિક્ષક જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ઝાલોદમાં પોતાના ટ્યુશન કલાસીસમાં આવતી વિદ્યાર્થીનીનો  વિડીયો ઉતારી બ્લેકમેલ કરી શિક્ષકે તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

કહેવાય છે ગુરુ એ બાળકનું ભવિષ્ય ઉજ્વળ કરે પણ દાહોદ જિલ્લામાં એક શિક્ષકે તો પોતાની વિધાર્થીનું ભાવિ બગાડ્યું છે. ઝાલોદ ગામમાં આવેલ “હેતા“ કલાસીસમાં એક વિદ્યાર્થીની ભણતરમાં આગળ વધવા માટે આ કલાસમાં જોડાઈ હતી. જોકે પહેલેથી જ આ “હેતા કલાસ”ના સંચાલકમાં આ કિશોરી માટે મનમાં ખોટા વિચારો હતા. 

કલાસના સંચાલક નૈનેશ ભુરજી ડામોરે કોઈપણ ભોગે તેનો બદ ઈરાદો પાર પાડવા માટે વિદ્યાર્થીની વોશરૂમ ગઈ તે વખતે કિશોરી પર આ શિક્ષકની નજર હતી તેનો વિડીયો ઉતારી લીધો હતો. બાદમાં આ વિડીયો પીડિત કિશોરીને બતાવી વિડીયો  વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી ઘબરાઈ ગયેલી કિશોરી એ આ વિડિઓ વાયરલ કરવાની ના પાડી હતી. 

જોકે કલાસ સંચાલક શિક્ષકે તેને બ્લેકમેલ કરી ડરાવી ધમકાવીને તેના કલાસરૂમમાં વિદ્યાર્થીની સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું અને જો કોઈને કહીશ તો મારી નાખીને બદનામ કરવાની ધમકી પણ આપી હતી.

સમગ્ર ઘટના ત્યારે બહાર આવી જ્યારે લીમડી હોસ્પિટલના ગાયનેક ડોકટરે ઝાલોદ એ.એસ.પી વિજયસિંહ ગુર્જરને જાણ કરી હતી કે બે શિક્ષકો એક વિદ્યાર્થીની ને લઇને ગર્ભ પડાવવા માટે અલગ અલગ દવાખાનામાં ફરી રહ્યા છે. ત્યારે પોલીસે બંને પર વોચ ગોઠવી હતી. 

બીજી બાજુ પીડિતાને ઉલટી અને ચક્કર આવતા પીડીતાએ તેની માતાને વાત કરી હતી, ત્યારે પિડીતાએ તેની માતાને સમગ્ર હકીકતની વાત કરતા તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. 

શિક્ષક નૈનેશ ભુરીયા અને તેનો મિત્ર યુવતીને લઇને દાહોદ,લીમડી , ફતેપુરા સહીતના અલગ અલગ હોસ્પિટલમાં ગર્ભ પડાવવા માટે લઇ ગયા હતા.પરંતુ તમામ ડોકટરોએ ના પાડી હતી અને અંતે શિક્ષકના કુકર્મનો ભાંડો ફૂટી ગયો.  સમગ્ર ઘટનાને ખુલ્લી પાડવા ઝાલોદ પોલીસ અને ASP વિજયસિંહ ગુર્જરની પિડીતાને ન્યાય અપાવવા મહત્વની ભુમીકા જોવાઈ રહી છે. 

આ નરાધમ શિક્ષકે ક્લાસીસમાં આવતી કેટલીય યુવતી સાથે  આવી રીતે દુષ્કર્મ કર્યું હશે. પોલીસે નરાધમ શિક્ષકને પકડી અને તપાસ હાથ ધરી છે.તેમજ ASP વિજયસિંહ ગુર્જરે આ નરાધમ શિક્ષકથી ભોગ બનેલ યુવતીઓ પોલીસ સમક્ષ આવે એવી અપીલ પણ કરી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Embed widget