શોધખોળ કરો

CRIME NEWS: સુરતના પંડોલ વિસ્તારમાં મોડી રાત્રે ખેલાયો ખુની ખેલ, બે લોકોની ઘાતકી હત્યા

CRIME NEWS: સુરત શહેરના પંડોળમાં વહેલી સવારે આઠ હુમલાખોરો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો,જેમાં બે યુવકોની ઘાતકી હત્યા થઈ ગઈ છે, અને અન્ય બેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

CRIME NEWS: સુરત શહેરના પંડોળમાં વહેલી સવારે આઠ હુમલાખોરો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો,જેમાં બે યુવકોની ઘાતકી હત્યા થઈ ગઈ છે, અને અન્ય બેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. દારૂના અડ્ડા પર ડબલ મર્ડરની ઘટના બનતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતુ.

સુરત શહેરના પંડોળ ખાતે ગઈકાલે મોડી રાત્રે જુની અદાવતમાં આઠ યુવકો દ્વારા કરવામાં આવેલા હિચકારા હુમલામાં બેનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા,જ્યારે અન્ય બે યુવકોને ગંભીર હાલતમાં સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના અંગેની જાણ થતાં જ ચોક બજાર પોલીસ મથકના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો. એક સપ્તાહ પૂર્વે થયેલી બબાલને પગલે બે યુવકોની ઘાતકી હત્યાને પગલે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવાની સાથે ચાર હુમલાખોરોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે અન્ય ચાર યુવકો નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ચોક બજાર પોલીસ મથક વિસ્તારમાં આવેલ પંડોળના અટલજી નગરમાં રહેતા મનોજ નાયક અને કૈલાશ તેમજ રહેમત નગરમાં રહેતા પરવલ્લી અને રાજુ ઠાકોર નામક યુવકો સવારે 3.30 કલાકના સુમારે ઘર પાસે બેઠા હતા. આ દરમ્યાન આઠેક જેટલા ઈસમો ઘાતકી હથિયારો સાથે ઘટના સ્થળે ગયા હતા. જ્યાં હુમલાખોરો દ્વારા પરવલ્લી, મનોજ નાયક, રાજુ ઠાકોર અને કૈલાશ પર હુમલો કરતાં પરવલ્લી અને રાજુ ઠાકોર ઘટના સ્થળે જ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. 

બીજી તરફ રાજુ અને કૈલાશ ત્યાંથી નાસી છૂટ્યા બાદ હુમલાખોરોએ તેઓનો પીછો કરીને રહેમત નગર ખાતે આ યુવકોને ઝડપી લીધા હતા. જ્યાં રાજુ અને કૈલાશને પેટ અને પીઠના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દેતાં આ બન્ને યુવકોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. વહેલી સવારે સર્જાયેલા હિચકારા હુમલાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. 

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઝઘડો હફ્તા વસુલી અને દારૂના અડ્ડાના વર્ચસ્વને લઈ કરવામાં આવ્યો છે. એક સપ્તાહ પૂર્વે આ યુવકોની હુમલાખોરો સાથે તકરાર થઈ હોવાનું હાલ પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ચોક બજાર પોલીસ દ્વારા હુમલાખોરોને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરવાની સાથે ચાર યુવકોને ઝડપી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે હિચકારા હુમલામાં સંડોવાયેલા વધુ ચાર યુવકો નાસી છૂટતા આ આરોપીઓની ધરપકડ માટેના ચક્રો પોલીસ દ્વારા ગતિમાન કરવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
Embed widget