શોધખોળ કરો

Crime News: અંજારમાં સામે આવી ડબલ મર્ડરની ઘટના, મોડી રાત્રે ધોકા લઈને તૂટી પડ્યા....

Crime News: પૂર્વ કચ્છ અંજારમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. અંજારના ક્રિષ્ના નગર સોસાયટીમાં ડબલ મર્ડરની ઘટના બની છે. હકિકતમાં અંજારના દબડા વિસ્તારમા ચોરીની શંકાએ બે શખ્સોને માર મારવામાં આવ્યો હતો.

Crime News: પૂર્વ કચ્છ અંજારમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. અંજારના ક્રિષ્ના નગર સોસાયટીમાં ડબલ મર્ડરની ઘટના બની છે. હકિકતમાં અંજારના દબડા વિસ્તારમા ચોરીની શંકાએ બે શખ્સોને માર મારવામાં આવ્યો હતો. બેટરી ચોરી કરવા આવ્યા હોવાની શંકાએ 3 શખ્સોએ બે લોકોને માર માર્યો હતો. ગઇકાલે રાત્રે બનેલો બનાવ હત્યામાં પલટાયો હતો. આ બન્નેને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. જે બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા બન્ને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ તેમના મોત થયા હતા. હાલમાં બન્નેના મૃતદેહને ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં પીએમ માટે લવાયા છે. પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે. 

મોરબીમાં બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી યુવતી સાથે ગેંગરેપ

મોરબી શહેરમાં ગંભીર પ્રકારના ગુનાઓ સામાન્ય બની ગયા છે. પોલીસની ધાક જ રહી ના હોય તેમ છેડતી અને દુષ્કર્મ જેવા મહિલાઓ સાથેના ગંભીર ગુના હવે સામાન્ય બની ગયા છે. જેમાં વધુ એક દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં બ્યુટીપાર્લરનો બિઝનેસ કરતી મહિલાને ઓફિસમાં બોલાવી નશાકારક દ્રવ્યો પીવડાવી ચાર ઇસમોએ દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તમામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ચકચારી બનાવની મળતી માહિતી મુજબ બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી પરિણીતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, મોરબી શહેરના કન્યા છાત્રાલય રોડ પર આરોપી યશ દેસાઈએ તેની ઓફિસમાં પરિણીતાને બોલાવી હતી જ્યાં નશાકારક દ્રવ્ય પીવડાવી દીધું હતું જેથી પરિણીતા બેભાન બની ગઈ હતી.  બાદમાં ભાનમાં આવી ત્યારે આરોપી ધરમ ઉર્ફે ટીટો ચૌહાણ નગ્ન અવસ્થામાં ઉભો હતો તેમજ મહિલાએ જે કપડા પહેર્યા હોય તેના બદલે તેના શરીર પર બીજા કપડા જોવા મળ્યા હતા.

જેથી પરિણીતા સાથે દુષ્કર્મ થયું હોય તેવું માલૂમ પડ્યું હતું અને તેને ઘરે જવાનું કહેતા આરોપીએ ઓફિસનો દરવાજો ખોલ્યો ન હતો. જેથી ભોગ બનનાર પરિણીતાએ તેના પતિને બનાવ મામલે જાણ કરી હતી અને ફોન કરીને બોલાવતા પતિ આવોયા હતો અને પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જે બાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવતા આરોપી ધરમ ઉર્ફે ટિટો પ્રવીણભાઈ ચૌહાણ ઊ.૨૫, યશ વિશ્વાસભાઈ દેસાઇ ઊ.૨૦, રવિ દિલીપભાઈ ચૌહાણ ઊ.૨૧ અને અભય ઉર્ફે અભી દિનેશભાઈ જીવાણી ઉ.૨૦ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget