શોધખોળ કરો

Vadodara : FBથી સંપર્કમાં આવેલા મુંબઈના 22 વર્ષના યુવકે વિદ્યાર્થિની સાથે કમાટીબાગની ઝાડીમાં બાંધ્યા શરીર સંબંધ ને......

મુંબઈના અંધેરી ઇસ્ટમાં સાગરસિટિ ખાતે રહેતો તોહીદ ઉર્ફે કાશીફ સમીર શેખ દોઢ વર્ષ પહેલા ભોગ બનનાર વિદ્યાર્થિનીના સંપર્કમાં આવ્યો હતો. વિધર્મી યુવક ફેસબુકના માધ્યમથી વિદ્યાર્થિનીના સંપર્કમાં આવ્યો હતો.

વડોદરાઃ સાવલી તાલુકાની ધોરણ-૯ની વિદ્યાર્થિની સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા મુંબઇના ૨૨ વર્ષીય વિધર્મી યુવકે વડોદરાના કમાટી બાગની ઝાડીમાં લઈ જઈને પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સાવલીઆવીને વિદ્યાર્થિનીને વડોદરાના કમાટીબાગમાં લઇ જઇ ઝાડીમાં દુષ્કર્મ ગુજાર્યું હતું. 

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, મુંબઈના અંધેરી ઇસ્ટમાં સાગરસિટિ ખાતે રહેતો તોહીદ ઉર્ફે કાશીફ સમીર શેખ દોઢ વર્ષ પહેલા ભોગ બનનાર વિદ્યાર્થિનીના સંપર્કમાં આવ્યો હતો. વિધર્મી યુવક ફેસબુકના માધ્યમથી વિદ્યાર્થિનીના સંપર્કમાં આવ્યો હતો. વિદ્યાર્થિની સાથે પરિચય થયા પછી વિદ્યાર્થિનીનો મોબાઇલ નંબર મેળવ્યો હતો. 

વિદ્યાર્થિનીએ નંબર આપતાં તોહીદ મોબાઇલ પર વિદ્યાર્થિની સાથે વારંવાર વાત કરતો હતો. દરમિયાન વિદ્યાર્થિનીને મળવા માટે તોહીદ સાવલી પણ આવ્યો હતો. આ મુલાકાત પછી તોહીદે વિદ્યાર્થિની સાથે વાતચીત ચાલુ રાખી હતી. તેમજ ફરી ગત ૩ ડિસેમ્બરે તોહીદ ફરી વડોદરા આવ્યો હતો. તેમજ સાવલી જઇ યુવતીને બોલાવી વડોદરા કમાટીબાગમાં લઇ ગયો હતો. અહીં વિધર્મી યુવકે કમાટીબાગના ઝાડીમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ પછી યુવક વિદ્યાર્થિનીને સાવલી મૂકી પરત પોતાના ઘેર જવા નીકળ્યો હતો. બીજા દિવસે વિદ્યાર્થિનીએ આ અંગેની સમગ્ર હકીકત તેના મામાને જણાવતા સાવલી પોલીસ સ્ટેશનમાં મુંબઇના તોહીદ સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ થતાં સમગ્ર જિલ્લા પોલીસ દોડતી થઇ ગઇ હતી. જિલ્લા એલસીબીની ટીમ પણ આરોપીને શોધવા માટે કામે લાગી હતી અને તે ફરી વડોદરા તરફ આવી રહ્યો છે તેવી માહિતીના આધારે તેમજ લોકેશન મુજબ એલસીબીએ તોહીદને કરજણ હાઇવે પરથી ઝડપી પાડયો હતો.

સુરતઃ શહેરના લિંબાયતની કોલેજીયન યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ થકી મિત્રતા કેળવી હતી. એટલું જ નહીં,  યુવતીના માતા-પિતા સમક્ષ પોતે ધનિક પરિવારનો હોવાની ઓળખ આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને ફરવા જવાના બહાને પોતાના ઘરે અને હોટલમાં લઇ જઇ શરીરસંબંધ બાંધ્યા હતા. જોકે, હવે યુવતીને તરછોડી દેતાં યુવક વિરૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ લિંબાયત પોલીસમાં નોંધાઇ છે.

યુવતીને એક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ પર યુવક સાથે પરિચય થયો હતો. પરિચય આગળ વધતા યુવકે યુવતીને પ્રપોઝ કર્યું હતું, પરંતુ યુવતીએ ઇન્કાર કરી દઇ પોતાના માતા-પિતાને મળવાનું કહ્યું હતું. જેથી યુવક યુવતીના પરિવારના સભ્યોને મળવા પહોંચી ગો હતો.  આ સમયે યુવકે પોતે કરોડપતિ હોવાનું જણાવ્યું હતું અને પોતાની પ્રોપર્ટી કેટલી છે તે અંગે જણાવ્યું હતું. યુવકની વાત સાંભળીને માતા-પિતા પણ બંનેના લગ્ન થાય તેવું વિચારવા લાગ્યા હતા. તેથી તેમણે પોતાની દીકરી સાથે મળવા દેવાની છટ આપી હતી. 

આમ, પરિવાર તરફથી છૂટ મળી જતાં યુવક પ્રેમિકાને ફરવાના બહાને પોતાના ઘરે અને વેસુની હોટલોમાં લઈ ગયો હતો. અહીં તેમણે બે દિવસ રોકાણ કર્યું હતું. આ સમય દરમિયાન બંનેએ શરીરસુખ માણ્યું હતું. આ પછી યુવક પ્રેમિકાને લઈ પોતાના ઘરે પહોંચ્યો તો તેના માતા-પિતાએ લગ્ન માટે ઇનકાર કરી દીધો હતો તેમજ યુવતીને ઘરે મૂકી આવવાં જણાવ્યું હતું. 

જોકે, આ પછી પણ યુવક યુવતીને ફરવા લઈ જતો હતો. આ સમયે શરીરસંબંધ માટે યુવકે દબાણ કરતાં યુવતીએ ઇનકાર કરી દીધો હતો, પરંતુ તેણે તેના માતા-પિતાને જાણ કરી દેવાની ધમકી આપી પરાણે શરીરસુખ માણ્યું હતું. અંતે યુવતીએ માતા-પિતાને આ અંગે જાણ કરતાં તેમણે યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવકે બબાલ કરી લગ્ન માટે ઇનકાર કરી દેતાં યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget