વડોદરાના મકરપુરા વિસ્તારની એક અંગ્રેજી માધ્યમની શાળામાં આ દુષ્કર્મની ઘટના બની છે.
વડોદરામાં લંપટ શિક્ષકની ધરપકડ! વધુ માર્કની લાલચ આપી વિદ્યાર્થિની પર ગુજાર્યો દુષ્કર્મ
વધુ માર્ક્સ અને બોલિવૂડમાં સિંગર બનાવવાની લાલચ આપીને 2 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ; માતા પિતાની પૂછપરછમાં ભાંડો ફૂટતા પોલીસે FIR નોંધી આરોપીને જેલભેગો કર્યો.

- વધુ માર્ક્સ, બોલિવૂડ કારકિર્દીનું લાલચ આપી શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજાર્યું.
- શિક્ષક બે વર્ષથી વિદ્યાર્થિનીને ઘરે લઈ જઈ શારીરિક સંબંધ બાંધતો હતો.
- દીકરીના ઘરે શિક્ષકને જોઈ માતા-પિતાને શંકા ગઈ, પૂછપરછમાં સમગ્ર ઘટના બહાર આવી.
- પોલીસે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધી ધરપકડ કરી, શાળામાંથી નોકરીમાંથી કાઢી મુકાયો.
Vadodara Crime: વડોદરામાં ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધને કલંક લગાડતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં મકરપુરા વિસ્તારની એક અંગ્રેજી માધ્યમની શાળામાં પી.ટી. (P.T.) શિક્ષક તરીકે ફરજ બજાવતા વિજય રાઠોડ નામના લંપટ શિક્ષકની પોલીસે ધરપકડ કરી છે. આ શિક્ષક પર આરોપ છે કે તેણે પોતાની જ શાળાની એક વિદ્યાર્થિનીને વધુ માર્ક્સ આપવાની અને બોલિવૂડમાં સિંગર બનાવવાની લાલચ આપીને ફસાવી હતી અને છેલ્લા 2 વર્ષથી તેના પર વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો. દીકરીના માતા પિતાને આ સમગ્ર ઘટનાની જાણ થતાં તેમણે કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપી શિક્ષકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગંભીર ઘટના બાદ શાળા સંચાલકોએ પણ આરોપી શિક્ષકને નોકરીમાંથી કાઢી મૂક્યો છે.
વધુ માર્ક્સ અને બોલિવૂડની લાલચ આપી જાળમાં ફસાવી
પોલીસ ફરિયાદ મુજબ, આરોપી વિજય રાઠોડે આજથી 2 વર્ષ પહેલાં વિદ્યાર્થિનીને પરીક્ષામાં વધુ માર્ક્સ આપવાની લાલચ આપીને પોતાની જાળમાં ફસાવી હતી. માત્ર આટલું જ નહીં, તેણે વિદ્યાર્થિનીને સિંગર બનાવીને બોલિવૂડમાં ચમકાવી દેવાની અને ભવિષ્યમાં તેની સાથે લગ્ન કરવાની ખોટી લાલચો પણ આપી હતી. આ વાતોમાં અંજાઈ ગયેલી વિદ્યાર્થિનીને આરોપી શિક્ષક અવારનવાર પોતાના ઘરે લઈ જતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. આ સિલસિલો છેલ્લા 2 વર્ષથી ચાલતો આવતો હતો.
8 એપ્રિલે ઘરે આવતા પાપનો ભાંડો ફૂટ્યો
આરોપી શિક્ષકના પાપનો ઘડો 8 એપ્રિલના રોજ ભરાઈ ગયો હતો. 8 એપ્રિલે લંપટ શિક્ષક વિજય રાઠોડ કોઈ કારણસર વિદ્યાર્થિનીના ઘરે પહોંચ્યો હતો. આ સમયે વિદ્યાર્થિનીના માતા પિતાએ તેને ત્યાં જોઈ લીધો હતો. માતા પિતાને શંકા જતાં તેમણે દીકરીની કડક પૂછપરછ કરી. માતા પિતાના સવાલો સામે વિદ્યાર્થિની ભાંગી પડી હતી અને તેણે શિક્ષક દ્વારા આચરવામાં આવતા વારંવારના દુષ્કર્મની તમામ હકીકત રડતા રડતા કબૂલી લીધી હતી.
પોલીસ ફરિયાદ અને શાળામાંથી હકાલપટ્ટી
દીકરીની આપવીતી સાંભળીને રોષે ભરાયેલા માતા પિતાએ તાત્કાલિક કપૂરાઈ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને લંપટ શિક્ષક વિજય રાઠોડ વિરુદ્ધ દુષ્કર્મની FIR નોંધાવી. પોલીસે પણ આ ગંભીર મામલે તાબડતોબ એક્શન લઈને આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે. જાણવા મળ્યા મુજબ, આ આરોપી શિક્ષક વિરુદ્ધ અગાઉ પણ શાળામાં કેટલીક ફરિયાદો ઉઠી હતી. જોકે, આ વખતે દુષ્કર્મ જેવો ગંભીર અને સંગીન ગુનો નોંધાતા સ્કૂલ સત્તાધીશોએ તાત્કાલિક અસરથી આ લંપટ શિક્ષકની શાળામાંથી કાયમી ધોરણે હકાલપટ્ટી કરી દીધી છે.
Before You Go
Mehsana Murder Case : મહેસાણામાં ખેલાયો ખૂની ખેલ, કાર ચાલકની હત્યા
Frequently Asked Questions
વડોદરામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિની પર દુષ્કર્મની ઘટના કયા વિસ્તારમાં બની છે?
આરોપી શિક્ષકનું નામ શું છે અને તેના પર શું આરોપ છે?
આરોપી શિક્ષકનું નામ વિજય રાઠોડ છે. તેના પર વિદ્યાર્થિનીને વધુ માર્ક્સ અને બોલિવૂડમાં સિંગર બનાવવાની લાલચ આપી છેલ્લા 2 વર્ષથી દુષ્કર્મ ગુજારવાનો આરોપ છે.
આ ઘટના કેવી રીતે પ્રકાશમાં આવી?
8 એપ્રિલે શિક્ષક વિદ્યાર્થિનીના ઘરે પહોંચતા માતા-પિતાને શંકા ગઈ. તેમની પૂછપરછમાં વિદ્યાર્થિનીએ સમગ્ર હકીકત જણાવી દીધી.
પોલીસે આરોપી શિક્ષક વિરુદ્ધ શું કાર્યવાહી કરી છે?
વિદ્યાર્થિનીના માતા-પિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપી શિક્ષક વિજય રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





















