શોધખોળ કરો

વડોદરા ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા: ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા ભડકો, બિમલ શાહના ભાજપ પર ગંભીર આક્ષેપો

ચૂંટણી અધિકારીએ જાતે ફોર્મ ભરીને કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાવ્યું હોવાનો આરોપ; વોર્ડ 2 ના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિએ ભાજપ નેતાની હાજરીમાં ફોર્મ પાછું ખેંચતા વિવાદ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વડોદરા વોર્ડ 2 કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું.
  • ભાજપ નેતાની હાજરીમાં ફોર્મ પરત ખેંચાતા રાજકારણ ગરમાયું.
  • ચૂંટણી અધિકારીએ ફોર્મ ભરી આપવામાં મદદ કરી: કોંગ્રેસ.
  • કોંગ્રેસના નેતાએ લોકશાહીની હત્યાનો આરોપ લગાવ્યો.

Vadodara elections: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે ભારે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિએ અચાનક પોતાનું ફોર્મ પાછું ખેંચી લેતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસનો આરોપ છે કે આ ફોર્મ પાછું ખેંચાવવા પાછળ ભાજપ, પોલીસ અને ખુદ ચૂંટણી અધિકારીની મિલીભગત છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા બિમલ શાહે ભાજપ સરકાર અને વહીવટીતંત્ર પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે ભાજપના શાસનમાં લોકશાહીની હત્યા થઈ રહી છે અને ચૂંટણી અધિકારીઓ સત્તાધારી પક્ષના ઈશારે કામ કરી રહ્યા છે.

વોર્ડ 2 માં ખેલ પડ્યો, કોંગ્રેસ પ્રમુખે વીડિયો જાહેર કર્યો

ચૂંટણીમાંથી ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. ચોંકાવનારી વાત એ છે કે, આ ફોર્મ ભાજપના નેતા મહાવીરસિંહની હાજરીમાં પાછું ખેંચવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના બાદ વડોદરા કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશીએ એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં આ ઘટના પાછળના રાજકીય ખેલનો પર્દાફાશ કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

ચૂંટણી અધિકારીએ જ ફોર્મ ભરી આપ્યાનો કોંગ્રેસનો આરોપ

કોંગ્રેસે વડોદરાના ચૂંટણી અધિકારીની ભૂમિકા સામે પણ મોટા સવાલો ઊભા કર્યા છે. પાર્ટીનો આક્ષેપ છે કે ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવામાં ખુદ ચૂંટણી અધિકારીએ મદદ કરી છે. કોંગ્રેસના કહેવા મુજબ, ફોર્મ પાછું ખેંચવાની આખી પ્રક્રિયા માટેનું ફોર્મ ચૂંટણી અધિકારીએ જાતે ભરી આપ્યું હતું અને ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ પાસે માત્ર તેમાં સહી જ કરાવવામાં આવી હતી. કોંગ્રેસનો સ્પષ્ટ આરોપ છે કે ઉમેદવાર પર સમાજ અને પોલીસનું ભારે દબાણ લાવીને આ ફોર્મ પરત ખેંચાવવામાં આવ્યું છે.

હવે કોઈની દાદાગીરી નહીં ચલાવી લેવાય: બિમલ શાહ

આ ઘટના બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા બિમલ શાહે ભાજપ અને પ્રશાસન પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોને માર મારવામાં આવ્યો છે. બિમલ શાહે કહ્યું કે, "ભાજપના શાસનમાં લોકશાહીની હત્યા થઈ રહી છે, પરંતુ આ વખતે ભાજપને સાચું પરિણામ ખબર પડી જશે. વડોદરા મનપાની ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત છે." તેમણે ચીમકી આપતા ઉમેર્યું કે કોંગ્રેસના કાર્યકરો આ વખતે ચૂંટણીમાં આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં છે અને હવે કોઈપણ પ્રકારની દાદાગીરી બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં.

Frequently Asked Questions

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે શું થયું?

વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિએ અચાનક પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું. આ ઘટનામાં ભાજપના નેતા મહાવીરસિંહ પણ હાજર હતા.

કોંગ્રેસ ચૂંટણી અધિકારી પર શું આરોપ લગાવી રહી છે?

કોંગ્રેસનો આરોપ છે કે ચૂંટણી અધિકારીએ ફોર્મ પાછું ખેંચવાની પ્રક્રિયા માટેનું ફોર્મ જાતે ભરી આપ્યું હતું અને ઉમેદવાર પાસેથી માત્ર સહી કરાવી હતી.

બિમલ શાહે ભાજપ અને વહીવટીતંત્ર પર શું આક્ષેપો કર્યા છે?

બિમલ શાહે આરોપ લગાવ્યો છે કે ભાજપના શાસનમાં લોકશાહીની હત્યા થઈ રહી છે અને પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોને માર મારવામાં આવ્યો છે.

વડોદરા કોંગ્રેસના પ્રમુખે આ ઘટના બાદ શું કર્યું?

વડોદરા કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશીએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં આ ઘટના પાછળના રાજકીય ખેલનો પર્દાફાશ કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget