શોધખોળ કરો

Crime News: સુરતમાં પ્રેમ પ્રકરણનો આવ્યો કરુણ અંજામ,એક પ્રેમીએ બીજા પ્રેમીની કરી હત્યા

Crime News: સુરતના વરાછા પાટીચાલ ખાતે હત્યાનો બનાવ સામે આવ્યો છે. યુવક પર લવ ટ્રાયેન્ગલમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. એક પ્રેમીએ બીજા પ્રેમી પર હુમલો કર્યો હતો. જેમાં ચિરાગ નામના યુવકનું મોત થયું છે.

Crime News: સુરતના વરાછા પાટીચાલ ખાતે હત્યાનો બનાવ સામે આવ્યો છે. યુવક પર લવ ટ્રાયેન્ગલમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. એક પ્રેમીએ બીજા પ્રેમી પર હુમલો કર્યો હતો. જેમાં ચિરાગ નામના યુવકનું મોત થયું છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ તેમને બચાવી શકાયો નહોતો.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ચિરાગ એક યુવતી સાથે વરાછા પાટીચાલમાં રહેતો હતો. આ યુવતીના અગાઉ એક યુવક સાથે સંબંધ હતા. એ જ યુવકે ચિરાગ પર હુમલો કર્યો હતો. હુમલો કરી જૂનો પ્રેમી તેની પ્રેમિકાને બળજબરીથી લઈ નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સમગ્ર ઘટના મામલે વરાછા પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.

સુરતમાં ગેમ રમી રહેલો છોકરો 11માં માળેથી પટકાયો

સુરતમાંથી એક રહસ્યમયી મોતના સમાચાર સામે આવ્યા છે, સુરત શહેરમાં સિટીલાઇટના ક્રિસ એસ્ક્લેવમાં એક કરુણ મોતની ઘટના ઘટી છે. 14 વર્ષીય તરુણ એસ્કલેવના 11માં માળેથી નીચે પટકાયો અને તેનું મોત થઇ ગયુ હતુ, જોકે, આ આપઘાત છે કે અકસ્માત તે અંગે હજુ કોઇ ખુલાસો થયો નથી.

માહિતી છે કે સુરતમાં આવેલા સિટીલાઇટના ક્રિસ એસ્કલેવમાં એક 14 વર્ષીય તરુણ મોબાઇલમાં મશગૂલ હતો તે સમયે તે 11માં માળેથી નીચે પટકાયો હતો, આ પછી તેનું મોત થઇ ગયુ હતુ. આ 14 વર્ષીય તરુણનું નામ અયાન જ્યારે ટ્યૂશનથી ઘરે આવ્યો ત્યારે આ ઘટના ઘટી હતી. ક્રિશ એસ્કેલેવમાં રહેતા તરુણના પિતા જીગર વિદાણી જે હીરાના વેપારી છે, તે દરમિયાન કાર રિપેર કરાવવા ગયા હતા, અને ઘરે દીકરો એકલો જ હતો. આ મૃતક કિશોર હીરા ઉદ્યોગપતિ ચંદ્રકાંત સંઘવીનો દોહિત્ર છે. મૃતક ધોરણ 9માં અભ્યાસ કરતો હતો, અને જ્યારે તે 11માં માળેથી નીચે પટકાયો તો તેને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી, જોકે, અયાનને તાત્કાલિક સારવાર માટે ખાનગી હૉસ્પીટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ મોત અંગે સુરતના ઉમરા પોલીસે અકસ્માત નોંધ કરી તપાસ શરૂ કરી કરી હતી. 

મહત્વનું છે કે 14 વર્ષીય મૃતક અયાનનું મોત એક આપઘાત છે કે અકસ્માત તે અંગે હજુ સુધી કોઇ ખુલાસો સામે આવ્યો નથી. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે, મૃતકના મૃતદેહનું પૉસ્ટમૉર્ટમ કરવામાં આવ્યા બાદ મોતની હકીકત સામે આવી શકે છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget