શોધખોળ કરો

Jobs Crisis: આ વર્ષે 422 આઇટી કંપનીઓએ 1.36 લાખને નોકરીમાંથી કાઢ્યા, મંદીની આશંકાથી ખર્ચ ઘટાડવાનો પ્રયાસ

Jobs Crisis: ઓગસ્ટ મહિનામાં જ IBM, Intel અને Cisco Systems જેવી 40 IT કંપનીઓએ 27,000થી વધુ લોકોને નોકરીમાંથી છૂટા કર્યા છે

Jobs Crisis:  મંદીની આશંકા વચ્ચે નોકરીઓ ફરી એકવાર જોખમમાં છે. ખર્ચ ઘટાડવા માટે વિશ્વભરની 422 IT કંપનીઓએ આ વર્ષે અત્યાર સુધીમાં 1.36 લાખ લોકોને નોકરીમાંથી છૂટા કર્યા છે. માત્ર ઓગસ્ટ મહિનામાં જ IBM, Intel અને Cisco Systems જેવી 40 IT કંપનીઓએ 27,000થી વધુ લોકોને નોકરીમાંથી છૂટા કર્યા છે. છટણીમાં નાના સ્ટાર્ટઅપનો પણ સમાવેશ થાય છે.

માહિતી અનુસાર, અત્યાર સુધીના સૌથી મોટા પડકારનો સામનો કરી રહેલી ઇન્ટેલે ઓગસ્ટમાં મહત્તમ 15,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. કંપનીઓ તરફથી કરવામાં આવતી છટણી 10 બિલિયન ડોલરના ખર્ચમાં કાપની યોજનાનો એક ભાગ છે. 2020 અને 2023 વચ્ચે કંપનીની વાર્ષિક આવકમાં 24 બિલિયન ડોલરનો ઘટાડો થવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન કર્મચારીઓની સંખ્યામાં 10 ટકાનો વધારો થયો હતો.

સિસ્કો સિસ્ટમ્સે પણ તેના કુલ કર્મચારીઓના 6,000 અથવા સાત ટકા કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. આ વર્ષે કંપનીની આ બીજી મોટી છટણી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સાયબર સિક્યુરિટી સાથે ટેકનોલોજીનો લાભ લેવા માટે તેનું પુનર્ગઠન કરવામાં આવી રહ્યું છે. સિસ્કો AI સ્ટાર્ટઅપમાં એક અબજ ડોલરનું રોકાણ કરશે.

IBM 1,000ની છટણી કરશે

IBM એ કહ્યું કે તે ચીનમાં તેના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગમાંથી 1,000 લોકોને છૂટા કરશે. IT હાર્ડવેરની માંગમાં ઘટાડો અને ચીની માર્કેટમાં વિસ્તરણમાં પડતી મુશ્કેલીઓને પગલે કંપનીએ આ નિર્ણય લીધો છે, એમ ચીની મીડિયાએ જણાવ્યું હતું.

ચિપ નિર્માતા ઇન્ફિનિયોન 1,400 લોકોની છટણી કરશે

જર્મન ચિપ નિર્માતા ઇન્ફિનિયોન 1,400ની છટણી કરશે. આ કર્મચારીઓને એવા દેશોમાં મોકલવામાં આવશે જ્યાં ખર્ચ ઓછો છે. ગો પ્રો 140 લોકોને છૂટા કરશે. Appleએ પણ 100 છટણી કરી છે. ડેલ ટેક્નોલોજિસે 12,500ની છટણી કરી હોવાની અફવા છે. રેશામંડીએ તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. શેરચેટે પણ 30-40 લોકોને છૂટા કર્યા છે.                       

મીશોએ 8.5 લાખ લોકોને આપી નોકરી

ઈ-કોમર્સ પ્લેટફોર્મ મીશોએ જણાવ્યું હતું કે, તેણે તહેવારોની સીઝન પહેલા વિક્રેતા અને લોજિસ્ટિક્સ નેટવર્કમાં 8.5 લાખ નોકરીઓ ઊભી કરી છે.જે ગયા વર્ષની સરખામણીમાં 70 ટકા વધુ છે.          

Tech Sector Layoff: ટેક સેક્ટરમાં છંટણીના વાદળ ક્યારે હટશે? ઓગસ્ટમાં ગ્લોબલ કંપનીઓએ 27000 કર્મચારીઓને કાઢી મૂક્યા

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Embed widget