(Source: ECI/ABP News/ABP Majha)
શું તમે તમારા આધાર કાર્ડ સાથે લિંક મોબાઇલ નંંબર ભૂલી ગયા છો, તો આ રીતે જાણી શકશો
Aadhar Card Mobile Number Linked:ઘણા લોકોના આધાર કાર્ડ ઘણા જૂના છે. તેથી તેઓને યાદ નથી કે તેઓએ આધાર કાર્ડ સાથે કયો નંબર લિંક કર્યો હતો
Aadhar Card Mobile Number Linked: વિશ્વના દરેક દેશમાં નાગરિકો પાસે કેટલાક માન્ય દસ્તાવેજો હોવા જરૂરી છે. જેના દ્વારા જે તે દેશના નાગરિકોને ઓળખ મળે છે. ભારતમાં ઘણા દસ્તાવેજો છે જેનો ઉપયોગ ઓળખ કાર્ડ તરીકે થાય છે. પરંતુ જો આ બધામાં સૌથી સામાન્ય દસ્તાવેજની વાત કરીએ તો તે છે આધાર કાર્ડ. ભારતની લગભગ 90 ટકા વસ્તી પાસે આધાર કાર્ડ છે.
મહત્વના કામો માટે આધાર કાર્ડ જરૂરી છે. પછી ભલે તમે કોઈ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા હોવ કે પછી શાળા કે કોલેજમાં પ્રવેશ મેળવી રહ્યા હોવ. તમારો નંબર પણ આધાર કાર્ડ સાથે લિંક છે. જ્યારે પણ કોઈપણ કાર્ય માટે ઓન્થેટિકેશન આપવામાં આવે છે ત્યારે તે નંબર પર OTP આવે છે. જો તમે ભૂલી ગયા હોવ કે તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઇલ નંબર લિંક છે. તો આ રીતે તમે જાણી શકો છો.
આ રીતે આધાર કાર્ડ સાથે કયો નંબર લિંક છે તે જાણો.
ઘણા લોકોના આધાર કાર્ડ ઘણા જૂના છે. તેથી તેઓને યાદ નથી કે તેઓએ આધાર કાર્ડ સાથે કયો નંબર લિંક કર્યો હતો. જો તમને તમારો લિંક કરેલ નંબર પણ યાદ નથી. તો આ પ્રક્રિયા દ્વારા તમે જાણી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ https://uidai.gov.in/ પર જવું પડશે.
આ પછી તમને ઘણા વિકલ્પો જોવા મળશે. બાદમાં તમારે આધાર સર્વિસિસના સેક્શનમાં જવું પડશે. તે સેક્શનમાં તમને વેરીફાઈ ઈમેલ અને મોબાઈલ નંબરનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કર્યા બાદ એક નવું પેજ ખુલશે. જ્યાં તમને તમારા લિંક કરેલા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીનો વિકલ્પ દેખાશે. આ પછી તમારે 'વેરીફાઈ મોબાઈલ નંબર'ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
પછી તમારે તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર અને 10 અંકનો મોબાઈલ નંબર દાખલ કરવો પડશે જે તમને લાગે છે કે લિંક છે. આ પછી તમારે કેપ્ચા ભરીને સબમિટ કરવાનું રહેશે. જો તે નંબર લિંક હશે તો તમે તેને જોશો. જો તે મોબાઇલ નંબર લિંક નહી હોય તો પણ તમને નંબર જોવા મળશે. આ કિસ્સામાં તમારી પાસે જેટલા પણ નંબરો હોય તેને એક પછી એક ચેક શકો છો.
બીજો નંબર કેવી રીતે લિંક કરવો?
જો તમે આધાર કાર્ડ સાથે લિંક કરેલ પહેલો નંબર હટાવીને બીજા નંબરને લિંક કરવા માંગો છો, તો તમે તે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકો છો. ઓનલાઈન માટે તમારે UIDAIની સત્તાવાર વેબસાઈટ https://uidai.gov.in/ પર જવું પડશે. તેથી ઑફલાઇન માટે તમારે નજીકના આધાર સેવા કેન્દ્ર પર જવું પડશે.
Education Loan Information:
Calculate Education Loan EMI