વિદ્યાર્થીઓ માટે કેટલું જરૂરી છે 'વન નેશન વન સ્ટુડન્ટ' આઇડી, કેવી રીતે કરશો અરજી?
APAAR Benefits: અહીં તમને વિદ્યાર્થીની કોલેજ, શાળા અને સિદ્ધિઓનો સંપૂર્ણ રેકોર્ડ મળશે
Benefits of one nation one id: AAPAR એટલે કે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી, એક એવું આઇડી જેમાં કોઈપણ વિદ્યાર્થીનું સંપૂર્ણ શૈક્ષણિક લેખાજોખા હશે. એટલે કે પ્રિ-પ્રાઈમરીથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી તેણે જે પણ અભ્યાસ કર્યા હોય તેની એક-એક તમાણ જાણકારી મળી જશે. આ કોર્સ ક્યાંથી કર્યો છે, ક્યા ધોરણમાં ક્યો નંબર આવ્યો હતો સહિતની તમામ જાણકારી આ આઇડી નંબરમાં મળશે. આનાથી વિદ્યાર્થીઓને માત્ર એક જ નહીં પરંતુ અનેક લાભો મળશે.
આ આઈડી એટલે કે અપાર કાર્ડ એક પ્રકારની વિદ્યાર્થીની આઇડેન્ટિફિકેશન સિસ્ટમ હશે જેમાં તેના વિશેની તમામ વિગતો આપવામાં આવશે. તમારે કોઈપણ સંસ્થામાં એડમિશન લેવું હોય કે ક્લાસ બદલવો હોય અથવા કોઈ કોર્સ અધવચ્ચે જ છોડવો હોય (એન્ટ્રી-એક્ઝિટ પોલિસી હેઠળ) આ બધા હેતુઓ માટે અપાર કાર્ડનો ઉપયોગ કરી શકાય છે.
આ એક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર હશે, તેની આખી સિસ્ટમ તૈયાર થવા પર આ એવી રીતે કામ કરશે કે તેમનો નંબર નાખવા પર વિદ્યાર્થીનો તમામ એકેડમિક રેકોર્ડ ખુલી જશે. વાલીઓની સંમતિથી આ માટે બાળકોની નોંધણી કરવામાં આવશે અને દરેક પાસે અપાર કાર્ડ હશે.
શિક્ષકો, કોલેજો અને વિદ્યાર્થીઓ આ કાર્ડ દરેક માટે હશે
અહીં તમને વિદ્યાર્થીની કોલેજ, શાળા અને સિદ્ધિઓનો સંપૂર્ણ રેકોર્ડ મળશે. આને સમજવા માટે કહી શકાય કે આ વિદ્યાર્થીની સમગ્ર શૈક્ષણિક સફર એટલે કે પ્રાથમિકથી લઈને જ્યાં પણ તેણે અભ્યાસ કર્યો છે ત્યાં સુધીનો સંપૂર્ણ રેકોર્ડ હશે. આનાથી તેને ઘણી મદદ મળશે પછી ભલે તે કોઈ પણ કોલેજમાં એડમિશન લેવા માંગતો હોય કે બીજે ક્યાંય અરજી કરવા માંગતો હોય. તેણે તેના તમામ દસ્તાવેજો હંમેશા તેની સાથે રાખવાની જરૂર રહેશે નહીં. તેના વિશેની તમામ માહિતી એક યુનિક નંબર પરથી ઉપલબ્ધ થશે.
તે ખૂબ જ ફાયદાકારક રહેશે
નોકરીથી માંડીને ગમે ત્યાં એડમિશન લેવા સુધી દરેક જગ્યાએ તમને તેનો લાભ મળશે. જ્યારે તમારો બધો ડેટા એક જગ્યાએ એકસાથે હોય ત્યારે તમારે ન તો દરેક જગ્યાએ દસ્તાવેજો લઈ જવાના હોય છે અને ન તો તેને ખોવાઈ જવાનો ડર રહે છે. અહીં વિદ્યાર્થીનો ડેટા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે અને તે વાલીઓની સંમતિથી શાળાઓમાં બનાવવામાં આવશે. માતા-પિતા જ્યારે ઇચ્છે ત્યારે તેમની નોંધણી પરત ખેંચી લેવાનો અધિકાર પણ ધરાવે છે.
તેની ભલામણ પણ NEP 2020 હેઠળ કરવામાં આવી હતી અને હવે આ અંગે ટૂંક સમયમાં કામ શરૂ કરવામાં આવશે. અપાર કાર્ડ બનાવવાની જવાબદારી શાળાઓને આપવામાં આવી છે. જો કે અહીં વિદ્યાર્થીઓના ડેટાની સુરક્ષાને લઈને ઘણા લોકો સવાલો ઉઠાવી રહ્યા છે, પરંતુ સરકારનું કહેવું છે કે વિદ્યાર્થીઓનો ડેટા એકદમ સુરક્ષિત રહેશે.
Education Loan Information:
Calculate Education Loan EMI