Bank Jobs 2021: બેંકમાં નોકરી કરવા ઈચ્છતા લોકો માટે મોટા સમાચાર, આ બેંક કરશે 300 જૂનિયર ઓફિસરની ભરતી
Bank Jobs 2021: જૂનિયર ઓફિસરના પદ માટે અરજી કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે અને અરજી માત્ર ઓનલાઇન જ કરી શકાશે.
Bank Jobs: બેંકમાં નોકરી શોધી રહેલા લોકો માટે એક સારા સમાચાર છે. સારસ્વત કોઓપરેટિવ બેંક લિમિટેડ (Saraswat Cooperative Bank) દ્વારા વિવિધ જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ જુનિયર ઓફિસરની 300 જગ્યાઓ પર ભરતી થવાની છે. તેથી બેંકમાં નોકરી કરવાનું સપનું જોતા યુવાનોએ આ તક ગુમાવવા જેવી નથી. જુનિયર ઓફિસરના પદ માટે અરજી કરવાની પ્રક્રિયા 22 ડિસેમ્બર 2021થી શરૂ થઈ ગઈ છે. અરજીપત્રક માત્ર ઓનલાઈન દ્વારા જ ભરી શકાશે.
કઈ જગ્યાએ કરવામાં આવશે ભરતી
સારસ્વત સહકારી બેંક દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, આ ભરતી મુંબઈ અને પુણેની શાખાઓ માટે કરવામાં આવી રહી છે. જુનિયર ઓફિસર્સની ભરતી સારસ્વત સહકારી બેંક લિમિટેડ, મુંબઈ માટે થશે. જ્યારે પુણેની શાખાઓમાં માર્કેટિંગ અને ઓપરેશંસ માટે ભરતી કરવામાં આવશે.
કોણ કરી શકશે અરજી અને વય મર્યાદા
જેમની પાસે માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ડિગ્રી હોય તેવા ઉમેદવારો આ પદ માટે અરજી કરી શકે છે. આ સિવાય બેંકમાં કામ કરવાનો ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ. ઉમેદવારોની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા
અરજીપત્રકોમાં ભરેલી માહિતીના આધારે જે ઉમેદવારો આ પોસ્ટ માટે લાયક જણાશે તેઓને ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુમાં પ્રદર્શનના આધારે કરવામાં આવશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2021 છે. તો વિલંબ કર્યા વિના અરજી કરો.
નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરોઃ Saraswat Cooperative Bank Job
Education Loan Information:
Calculate Education Loan EMI