Board Exams 2022: ઓનલાઈન કે ઓફલાઈન યોજાશે પરીક્ષા, આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી
Board Exams 2022: સર્વોચ્ચ અદાલત આવતીકાલે તમામ રાજ્ય બોર્ડ, CBSE, ICSE અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગ દ્વારા લેવાતી ધોરણ X અને XII માટે ઑફલાઇન પરીક્ષાઓ રદ કરવા માટેની અરજી પર સુનાવણી કરશે.
Board Exams 2022: દેશભરમાં ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા કરોડો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. દેશની સર્વોચ્ચ અદાલત ઑફલાઇન પરીક્ષા (રદ કરવાની અરજી પર આવતીકાલે એટલે કે 23 ફેબ્રુઆરી, 2022ના રોજ સુનાવણી કરશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) અને અન્ય કેટલાક બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની ઑફલાઇન પરીક્ષાઓ રદ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. આ અંતર્ગત આવતીકાલે, બુધવાર, 23 ફેબ્રુઆરીએ જસ્ટિસ એએમ ખાનવિલકર બેંચ દ્વારા અરજીની સુનાવણી કરવામાં આવશે. ANIએ પણ આ સંદર્ભમાં એક ટ્વિટ કર્યું છે. જે મુજબ સર્વોચ્ચ અદાલત આવતીકાલે તમામ રાજ્ય બોર્ડ, CBSE, ICSE અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગ દ્વારા લેવાતી ધોરણ X અને XII માટે ઑફલાઇન પરીક્ષાઓ રદ કરવા માટેની અરજી પર સુનાવણી કરશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10 અને 12ની ટર્મ 2 ની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. ટર્મ 2 ની પરીક્ષા 26 એપ્રિલથી લેવાશે. કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE) એપ્રિલના છેલ્લા સપ્તાહમાં ICSE વર્ગ 10 અને ISC વર્ગ 12 ની પરીક્ષાઓ યોજે તેવી શક્યતા છે. CISCE એ જણાવ્યું છે કે વિગતવાર સમયપત્રક, CISCE ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.
15 રાજ્યોના વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં વિદ્યાર્થીઓએ કોર્ટને વિનંતી કરી છે કે તેઓ CBSE, CISCE સહિતના રાજ્ય બોર્ડને કોવિડ-19 રોગચાળાને કારણે ઑફલાઇન મોડમાં પરીક્ષાઓ ન લેવાનો નિર્દેશ આપે. આ સાથે ઈ-ઈવેલ્યુએશન ઈન્ટરનલ એસેસમેન્ટના આધારે પરિણામો જાહેર કરવા જોઈએ.
Supreme Court to hear tomorrow a plea seeking cancellation of physical exams for Class X and XII to be conducted by all State Boards, CBSE, ICSE and National Institute of Open Schooling pic.twitter.com/yDh02qedvc
— ANI (@ANI) February 22, 2022
Education Loan Information:
Calculate Education Loan EMI