BOB Jobs 2025: બેંક ઓફ બરોડામાં 10 પાસ ઉમેદવારો માટે શાનદાર તક! 500 પદ પર ભરતી, જાણો પગાર
જો તમે 10 પાસ છો અને સ્થિર સરકારી નોકરી શોધી રહ્યા છો, તો બેંક ઓફ બરોડાએ તમારા માટે એક શ્રેષ્ઠ તક રજૂ કરી છે.

BOB Peon Recruitment 2025: જો તમે 10 પાસ છો અને સ્થિર સરકારી નોકરી શોધી રહ્યા છો, તો બેંક ઓફ બરોડાએ તમારા માટે એક શ્રેષ્ઠ તક રજૂ કરી છે. બેંકે સહાયક (પટ્ટાવાળા) ની 500 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. ઓનલાઈન અરજીની પ્રક્રિયા 3 મે 2025 થી શરૂ થઈ ગઈ છે અને રસ ધરાવતા ઉમેદવારો 23 મે 2025 સુધી અરજી કરી શકે છે. અરજી ફોર્મ ભરવા અને ફી જમા કરાવવાની છેલ્લી તારીખ પણ 23 મે રાખવામાં આવી છે. ઉમેદવારો 7 જૂન, 2025 સુધી અરજીનું પ્રિન્ટઆઉટ લઈ શકે છે.
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
બેંક ઓફ બરોડામાં સહાયક (પટ્ટાવાળા) ની જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારે માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કરેલ હોવું ફરજિયાત છે. આ સાથે, ઉમેદવારને સ્થાનિક ભાષાનું પૂરતું જ્ઞાન હોવું આવશ્યક છે.
વય મર્યાદા વિશે વાત કરીએ તો, ઉમેદવારની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 26 વર્ષ નક્કી કરવામાં આવી છે. જોકે, સરકારી નિયમો અનુસાર અનામત શ્રેણીઓને વયમાં છૂટછાટ આપવામાં આવશે, જેમાં SC/ST શ્રેણીને મહત્તમ 5 વર્ષની અને OBC શ્રેણીને મહત્તમ 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે.
પગાર ધોરણ
બેંક ઓફ બરોડામાં સહાયક (પટ્ટાવાળા) ની પોસ્ટ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 19,500 થી શરૂઆતનો પગાર મળશે અને અનુભવ અને સેવા સમયગાળા અનુસાર અનુક્રમે રૂ. 22,160, રૂ. 26,310, રૂ. 30,270 અને રૂ. 33,780 સુધીનો પગાર મળશે અને મહત્તમ રૂ. 37,815 પ્રતિ માસ સુધી પહોંચી શકે છે. આ પગાર ધોરણ બેંક દ્વારા સમયાંતરે કરવામાં આવતા સુધારાને આધીન છે.
પસંદગી પ્રક્રિયા
બેંક ઓફ બરોડામાં સહાયક (પટાવાળા) ની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી બે તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કો ઓનલાઈન પરીક્ષા હશે અને બીજો તબક્કો સ્થાનિક ભાષાની પરીક્ષા હશે. ઓનલાઈન પરીક્ષામાં કુલ ચાર વિભાગો હશે. અંગ્રેજી નોલેજ, જનરલ અવેરનેસ, પ્રાથમિક ગણિત અને રીઝનિંગ (સાયકોમેટ્રિક ટેસ્ટ). પરીક્ષામાં 100 ગુણના કુલ 100 પ્રશ્નો હશે અને ઉમેદવારોને 80 મિનિટનો સમય મળશે.
અરજી ફી
અરજી ફીની વાત કરીએ તો, જનરલ, ઓબીસી અને ઇડબ્લ્યુએસ શ્રેણીના ઉમેદવારોએ 600 રૂપિયા (ટેક્સ અને ગેટવે ચાર્જ પ્લસ) ચૂકવવા પડશે. જ્યારે SC, ST, PwBD, મહિલા અને ભૂતપૂર્વ સૈનિકોના ઉમેદવારો માટે ફી 100 રૂપિયા (ટેક્સ અને ગેટવે ચાર્જ પ્લસ) નક્કી કરવામાં આવી છે.
કેવી રીતે અરજી કરવી ?
બેંક ઓફ બરોડા આસિસ્ટન્ટ (પટ્ટાવાળા) ભરતી 2017 માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો નીચે આપેલા પગલાંને અનુસરી શકે છે:
- સત્તાવાર વેબસાઇટ https://www.bankofbaroda.in ની મુલાકાત લો.
- હોમપેજ પર"Careers" અથવા "Current Opportunities" લિંક પર ક્લિક કરો.
- સંબંધિત ભરતી સૂચના પર ક્લિક કરો અને સંપૂર્ણ વિગતો વાંચો.
- હવે "Click here for New Registration" પર ક્લિક કરો અને જરૂરી વિગતો ભરો.
- નોંધણી પછી, અરજી ફોર્મમાં વિનંતી કરેલી માહિતી ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી ફી ઓનલાઈન મોડ દ્વારા ચૂકવો.
- બધી વિગતો યોગ્ય રીતે ભર્યા પછી, અરજી ફોર્મ સબમિટ કરો.
- ભવિષ્યના સંદર્ભ માટે અરજી ફોર્મનું પ્રિન્ટઆઉટ લો.
Education Loan Information:
Calculate Education Loan EMI





















