શોધખોળ કરો

OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર

પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. આ પરીક્ષાઓ હવે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે

પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ તાજેતરમાં ઘણી મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાઓ માટે નવી તારીખો જાહેર કરી હતી. હવે આ પરીક્ષાઓમાં પણ મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ પરીક્ષાઓ હવે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે, જે અગાઉની પેપર અને પેન સિસ્ટમથી અલગ છે.

NEET વિવાદ પછી NTA એ પેપર લીક અથવા અનિયમિતતાના ડરને કારણે ઘણી પરીક્ષાઓ રદ અથવા સ્થગિત કરી દીધી હતી. આમાં NEET PG, UGC NET, Joint CSIR UGC NET અને NCET 2024 પરીક્ષાઓનો સમાવેશ થાય છે. તાજેતરમાં NTA એ આમાંથી કેટલીક પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરી છે.

પરીક્ષાઓની નવી તારીખો નીચે મુજબ છે

NEET  વિવાદ બાદ સ્થગિત કરવામાં આવેલી Joint CSIR UGC NET હવે 25 થી 27 જૂલાઈ વચ્ચે લેવામાં આવશે. સ્થગિત કરવામાં આવેલી UGC NET પરીક્ષા હવે 21 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બરની વચ્ચે લેવામાં આવશે. આ ઉપરાંત, NCET પરીક્ષા પણ 10મી જૂલાઈ 2024ના રોજ લેવામાં આવશે અને તે પણ NTA દ્વારા જ લેવામાં આવશે. જો કે, NEET PG 2024 ની પરીક્ષાની તારીખો હજુ જાહેર કરવાની બાકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) ટૂંક સમયમાં NEET PG પરીક્ષાની નવી તારીખ જાહેર કરી શકે છે. તેની જાહેરાત સોમવાર અથવા મંગળવાર સુધીમાં થવાની શક્યતા છે.

પરીક્ષાઓમાં મોટો ફેરફાર

આ પરીક્ષાઓ પહેલાની જેમ પેન અને પેપર મોડને બદલે કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં લેવામાં આવશે. આ બંને (UGC NET અને CSIR UGC NET) પરીક્ષાઓ NTA દ્વારા લેવામાં આવે છે. સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર સરકાર NEET-UGને પેપર-પેનથી ઓનલાઈન મોડમાં લેવાની શક્યતા પર પણ વિચાર કરી રહી છે. એકંદરે આ ફેરફાર વિદ્યાર્થીઓ માટે સારો સાબિત થઈ શકે છે. કોમ્પ્યુટર આધારિત પરીક્ષાઓ વધુ સુરક્ષિત અને છેતરપિંડીની ઓછી સંભાવના માનવામાં આવે છે. ઉપરાંત, પરિણામ પણ ઝડપથી આવે છે.

અંડરગ્રેજ્યુએટ મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે NEET-UG પરંપરાગત રીતે OMR શીટ (પેન-પેપર) આધારિત પરીક્ષા છે, જ્યારે UGC-NET જે 2018 થી કમ્પ્યુટર આધારિત છે, આ વખતે તે પેન-એન્ડ-પેપર ઓએમઆર મોડમાં લેવામાં આવી હતી.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
Embed widget