શોધખોળ કરો

CTET Admit Card 2021: સીબીએસઈએ સીટેટેના પ્રી એડમિટ કાર્ડ કર્યા જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

CTET Pre Admit Card 2021: સીબીએસઈએ સીટેટ 2021ના પ્રી એડમિટ કાર્ડ જાહેર કર્યા છે. જે ઉમેદવારોની પરીક્ષા 16 થી 31 ડિસેમ્બર વચ્ચે હશે તઓ જ પ્રી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

CTET 2021 Latest Update: CBSE એ કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરીક્ષા (CTET 2021) માટે પ્રી-એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. ઉમેદવારો લાંબા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા. જે ઉમેદવારોએ CTET 2021 માટે અરજી કરી છે તેઓ સત્તાવાર વેબસાઇટ https://ctet.nic.in પર જઈને પ્રી-એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. CBSE અનુસાર, હાલમાં તે ઉમેદવારોના પ્રી-એડમિટ કાર્ડ જારી કરવામાં આવ્યા છે, જેમની પરીક્ષા 16 થી 31 ડિસેમ્બર 2021 દરમિયાન લેવામાં આવશે. આ સિવાય જે ઉમેદવારોની પરીક્ષા 1 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી, 2022 દરમિયાન લેવામાં આવશે, તેમના એડમિટ કાર્ડ પછીથી જારી કરવામાં આવશે.

પ્રી-એડમિટ કાર્ડ શું છે?

સીબીએસઈના જણાવ્યા અનુસાર, હાલમાં પ્રથમ તબક્કાની પરીક્ષા 16 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન લેવામાં આવશે. આ માટે હાલમાં ઉમેદવારોના પ્રિ-એડમિટ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. જેમાં ઉમેદવારોને પરીક્ષાની તારીખ અને પરીક્ષા શહેર વિશે જણાવવામાં આવ્યું છે. જ્યારે ફાઇનલ એડમિટ કાર્ડ પરીક્ષાના 2 દિવસ પહેલા આપવામાં આવશે, જેમાં પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષાના સમય સહિતની વિગતવાર માહિતી આપવામાં આવશે.

પ્રી-એડમિટ કાર્ડ આ રીતે ડાઉનલોડ કરો

  • પ્રી-એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે  ઉમેદવારોએ પહેલા સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) https://ctet.nic.in ની વેબસાઇટ પર જવું પડશે.
  • અહીં હોમ પેજ પર  તેમને પ્રી-એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની લિંક મળશે,.જેના પર ક્લિક કરવાનું રહેશે.
  • જે બાદ તમારી સામે એક નવી વિન્ડો ખુલશે, જેમાં તમારે એપ્લિકેશન નંબર, જન્મ તારીખ અને સિક્યોરિટી પિન દાખલ કરવી પડશે અને સબમિટ પર ક્લિક કરવું પડશે.
  • તેના પર ક્લિક કરતાની સાથે જ તમારી સ્ક્રીન પર એડમિટ કાર્ડ દેખાશે. જેને તમે ડાઉનલોડ કરી શકો છો. એડમિટ કાર્ડની પ્રિન્ટ આઉટ લો અને તેને તમારી પાસે રાખો.

આવા ઉમેદવારો જ પ્રી-એડમિટ ડાઉનલોડ કરી શકશે

ખાસ વાત એ છે કે ફક્ત તે જ ઉમેદવારો પ્રી-એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે જેમની પરીક્ષા પ્રથમ તબક્કામાં એટલે કે 16-31 ડિસેમ્બર દરમિયાન યોજાશે. આ સિવાય જેમની પરીક્ષા બીજા તબક્કામાં એટલે કે 1 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી, 2022 દરમિયાન યોજાશે તેમનું પ્રી-એડમિટ કાર્ડ ડાઉનલોડ થશે નહીં. આવા ઉમેદવારોએ થોડી રાહ જોવી પડશે અને ટૂંક સમયમાં CBSE બીજા તબક્કાના એડમિટ કાર્ડ જારી કરશે.

આવી હશે પરીક્ષા પેટર્ન

CTET ના પેપર I માં કુલ 150 પ્રશ્નો હશે. જેમાં બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્ર, ભાષા I, ભાષા II, ગણિત અને પર્યાવરણીય અભ્યાસમાંથી 30-30 પ્રશ્નો પૂછવામાં આવશે. આ ઉપરાંત પેપર II માં બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્રના 30 પ્રશ્નો, ભાષા Iમાંથી 30, ભાષા IIમાંથી 30 અને ગણિત/વિજ્ઞાન/સામાજિક વિજ્ઞાનના 60 પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષા વિશે વિગતવાર માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Embed widget