![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
CUET PG 2023 Exam: NTAની જાહેરાત- એકથી દસ જૂન સુધી યોજાશે CUET PGની પરીક્ષા, જાણો રજીસ્ટ્રેશન ક્યારથી શરૂ થશે?
અગાઉ, યુજીસીએ દેશભરની તમામ યુનિવર્સિટીઓને જુલાઈ 2023ના અંત સુધીમાં તેમની યુજી અને પીજી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા વિનંતી કરી હતી
![CUET PG 2023 Exam: NTAની જાહેરાત- એકથી દસ જૂન સુધી યોજાશે CUET PGની પરીક્ષા, જાણો રજીસ્ટ્રેશન ક્યારથી શરૂ થશે? CUET PG 2023 Exam Date Announced Common University Entrance Test conducted from June 1 to 10 National Testing Agency CUET PG 2023 Exam: NTAની જાહેરાત- એકથી દસ જૂન સુધી યોજાશે CUET PGની પરીક્ષા, જાણો રજીસ્ટ્રેશન ક્યારથી શરૂ થશે?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/28/c3edb626e92a1e9101ca0f7f99fcf13c167224608234474_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેનો કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) 1 જૂનથી 10 જૂન, 2023 દરમિયાન લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ બુધવારે આ જાહેરાત કરી હતી.
National Testing Agency (NTA) will conduct CUET-PG from 1st to 10th June 2023. The application process is to start in mid-March 2023: UGC Chairman M.Jagadesh Kumar
— ANI (@ANI) December 28, 2022
અરજીની પ્રક્રિયા માર્ચ 2023માં શરૂ થશે
તેમણે કહ્યું હતું કે 'NTA 1 થી 10 જૂન 2023 દરમિયાન CUET-PGનું સંચાલન કરશે. અરજીની પ્રક્રિયા માર્ચ 2023ના મધ્યમાં શરૂ થવાની છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના અધ્યક્ષ એમ. જગદેશ કુમારે જણાવ્યું હતું કે, 'વિદ્યાર્થીઓ માટે CUET-PG સ્કોરનો ઉપયોગ કરીને ઘણી યુનિવર્સિટીઓમાં અનુસ્નાતક કાર્યક્રમોમાં પ્રવેશ માટે પ્રયાસ કરવાની ઉત્તમ તક છે.
CUET UG પરીક્ષા મે 2023 માં લેવામાં આવશે
National Testing Agency (NTA) will conduct CUET-PG from 1st to 10th June 2023. The application process is to start in mid-March 2023. Great opportunity for students to try for admission to multiple universities in post-graduate programmes using the CUET-PG score.
— Mamidala Jagadesh Kumar (@mamidala90) December 28, 2022
શૈક્ષણિક વર્ષ 2023-24 માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) UG પરીક્ષા 21 થી 31 મે દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષાઓ માટે દેશભરમાં 1000 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવશે. યુજીસીનું માનવું છે કે આગામી સત્રથી વધુ ખાનગી, રાજ્ય સંચાલિત અને ડીમ્ડ યુનિવર્સિટીઓ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટમાં ભાગ લેશે.
અરજીઓ ફેબ્રુઆરી 2023 માં શરૂ થશે
આ પરીક્ષાઓ માટેની અરજી પ્રક્રિયા ફેબ્રુઆરી 2023ના પ્રથમ સપ્તાહમાં શરૂ થશે. CUET-UGનું પરિણામ જૂન 2023ના ત્રીજા સપ્તાહમાં અને CUET-PG માટે જુલાઈ 2023ના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવાનું આયોજન છે.
અગાઉ, યુજીસીએ દેશભરની તમામ યુનિવર્સિટીઓને જુલાઈ 2023ના અંત સુધીમાં તેમની યુજી અને પીજી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા વિનંતી કરી હતી, જેથી શૈક્ષણિક સત્ર 1 ઓગસ્ટ 2023 સુધીમાં શરૂ થઈ શકે.
સેન્ટ્રલ યુનિવર્સિટી અને અન્ય સહભાગી યુનિવર્સિટીઓમાં UG, PG પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) શરૂ કરવામાં આવી છે. UGC અનુસાર, CUET સમગ્ર દેશમાંથી ખાસ કરીને ઉત્તર-પૂર્વ, ગ્રામીણ અને અન્ય દૂરના વિસ્તારોના ઉમેદવારોને એક સામાન્ય પ્લેટફોર્મ અને સમાન તક પૂરી પાડે છે અને યુનિવર્સિટીઓ સાથે વધુ સારી રીતે જોડાણ સ્થાપિત કરવામાં મદદ કરે છે.
Education Loan Information:
Calculate Education Loan EMI
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)