CUET PG 2024: 16 માર્ચથી CUET PG પરીક્ષા, 7 માર્ચથી આવશે એડમિટ કાર્ડ
CUET PG 2024: યુનિવર્સિટીઓના પીજી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે CUET PG પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.
CUET PG 2024: વિવિધ ભારતીય યુનિવર્સિટીઓના પીજી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે CUET PG પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. આ વર્ષે CUET PGની પરીક્ષા 16 માર્ચથી 28 માર્ચ દરમિયાન યોજાશે. આ પરીક્ષા માટે મોટી સંખ્યામાં અરજીઓ આવી છે. NTA એ થોડા દિવસો પહેલા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર CUET PG 2024 પરીક્ષાનું શિડ્યૂલ જાહેર કર્યું હતું. આજે CUET PG 2024 સિટી ઇન્ટિમેશન સ્લિપ જાહેર કરવામાં આવશે.
પીજી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ સંબંધિત તમામ વિગતો સત્તાવાર વેબસાઇટ pgcuet.samarth.ac.in પર ચકાસી શકાય છે. આ વર્ષે CUET PGની પરીક્ષા ત્રણ શિફ્ટમાં લેવામાં આવશે. નોંધનીય છે કે આ પ્રવેશ પરીક્ષાની સિટી ઈન્ટિમેશન સ્લિપ NTA દ્વારા આયોજીત કરવામાં આવશે.
CUET PG 2024 એડમિટ કાર્ડ ક્યારે આવશે?
CUET PG 2024 પરીક્ષાનું એડમિટ કાર્ડ માર્ચ 07, 2024ના રોજ રિલીઝ થવાની આશા છે. CUET PG 2024 એડમિટ કાર્ડ પણ સત્તાવાર વેબસાઇટ pgcuet.samarth.ac.in પર જ જાહેર કરવામાં આવશે. CUET PG એડમિટ કાર્ડ 2024 વિના કોઈપણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. તેથી એડમિટ કાર્ડની વધારાની નકલ કાઢીને તમારી પાસે રાખો.
CUET PG સિટી ઇન્ટિમેશન સ્લિપમાં શું તપાસવું?
CUET PG 2024 સિટી ઇન્ટિમેશન સ્લિપ જાહેર થયા પછી ઉમેદવારો તેમની લૉગિન વિગતોનો ઉપયોગ કરીને વેબસાઇટ પર લૉગ ઇન કરી શકે છે. ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની એક નકલ રાખો. CUET PG સિટી ઇન્ટિમેશન સ્લિપમાં CUET PG પરીક્ષા કેન્દ્ર શહેર, ઉમેદવારનું નામ, અરજી નંબર, વાલીનું નામ, લિંગ, શ્રેણી અને વિકલાંગતાની સ્થિતિ જેવી ઘણી મહત્વપૂર્ણ વિગતો સામેલ છે. તેમને સારી રીતે તપાસો. કોઈપણ વિસંગતતાના કિસ્સામાં NTA ને જાણ કરો.
CUET PG સિટી ઇન્ફર્મેશન સ્લિપ 2024 કેવી રીતે ડાઉનલોડ કરવી?
1- CUET PG 2024 સિટી ઇન્ટિમેશન સ્લિપ ડાઉનલોડ કરવા માટે CUET ની સત્તાવાર વેબસાઇટ – pgcuet.samarth.ac.in પર જાવ.
2 વેબસાઇટના હોમપેજ પર દેખાતા ‘સાઇન ઇન’ વિકલ્પ પર ક્લિક કરો.
3- ત્યાં એપ્લિકેશન નંબર, પાસવર્ડ અને સિક્યોરિટી પિન જેવી વિગતો દાખલ કરો.
4- પછી આગામી ટેબ પર ‘Advanced information for allotment of exam centre city’ વિકલ્પ પર ક્લિક કરો.
5- CUET PG પરીક્ષા સિટી ઇન્ફર્મેશન સ્લિપ 2024 તમારી સ્ક્રીન પર દેખાશે. તેને ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટ આઉટ લો.
Education Loan Information:
Calculate Education Loan EMI