શોધખોળ કરો

VADODARA : મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્થાપેલી ઐતિહાસિક એક્સપરિમેન્ટલ સ્કૂલમાં અંગ્રેજી માધ્યમ બંધ થવાના આરે, જાણો શું છે કારણ

Experimental school Vadodara : મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1916માં એક્સપરિમેન્ટલ સ્કૂલની સ્થપાના કરી હતી. આ સ્કૂલમાં સરદાર વલ્લભભાઈ પટેલ ભણ્યા હતા.

VADODARA : વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ (Maharaja Sayajirao Gaekwad)એ  સ્થાપેલી  અને સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) વડોદરાની જે શાળામાં ભણ્યા હતા એ એક્સપરિમેન્ટલ સ્કૂલ (Experimental school Vadodara) નું અંગ્રેજી માધ્યમ બંધ થવાના એંધાણ દેખાઈ રહ્યાં છે. એમ.એસ.યુનિવર્સિટી સંચાલકોના ગેર વહીવટના કારણે એક્સપરિમેન્ટલ સ્કૂલના ચાર શિક્ષકોએ નોકરી છોડી દીધી છે, તો પગાર નહીં મળતા અન્ય શિક્ષકો પણ શાળાએ આવી રહ્યા નથી.

ચાર શિક્ષકોએ રાજીનામા આપ્યાં, બે ને પગાર નથી ચૂકવાયા 
વડોદરાની જે સ્કૂલમાં સરદાર વલ્લભભાઈ પટેલ ભણ્યા હતા અને મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1916માં શાળાની સ્થપાના હતી તે એક્સપરિમેન્ટલ સ્કૂલને એમ.એસ. યુનિવર્સીટીના સત્તાધીશો બંધ કરવાનું ષડયંત્ર રચી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે.  એક્સપરિમેન્ટલ સ્કૂલના અંગ્રેજી માધ્યમમાં પગાર નહિ થતાં બે શિક્ષકોએ આવવાનું બંધ કરી દીધું છે, તો ચાર શિક્ષકે રાજીનામું આપી દીધું છે જ્યારે સ્કૂલના 3 શિક્ષકો પેપર ચેકીંગમાં રોકાયેલા છે, ત્યારે સ્કૂલ કેવી રીતે ચલાવવી તેવો પત્ર એક્સપરિમેન્ટલ સ્કૂલના અંગ્રેજી માધ્યમના આચાર્યએ યુનિવર્સિટીના સત્તાધીશોને લખ્યો છે.

પગારનું બિલ  યુનિવર્સિટીએ નથી મંજુર કર્યું
શિક્ષકોના પગાર ચૂકવવા માટે સ્કૂલના આચાર્યએ યુનિવર્સિટીને બિલ મોકલી આપ્યું છે, પણ એમ.એસ યુનિવર્સિટીની હેડ ઓફિસના સત્તાધીશોએ આજદિન સુધી બિલ મંજૂર કર્યું નથી. એટલું જ નહીં  શાળાનો ગંભીર મુદ્દો હોવા છતાં યુનિવર્સીટીની સિન્ડિકેટની બેઠકમાં વિચારણા માટે પણ આ મુદ્દો મુકાયો ન હતો.

યુનિવર્સિટી સત્તાધીશોએ કર્યો લુલો બચાવ 
શાળાના આચાર્ય અને અન્ય શિક્ષકો કેમેરા સામે બોલતા ખચકાય રહ્યાં છે પણ ગણગણાટ જરૂર કરી રહ્યાં  છે કે શાળાના અંગ્રેજી માધ્યમના બાળકોને કેવી રીતે ભણાવવા? જોકે યુનિવર્સિટી સત્તાધીશો પોતાનો લુલો બચાવ કરતા કહી રહ્યાં  છે કે અમે શાળા ચાલું જ  રાખીશું અને અન્ય શિક્ષકોની ભરતી પણ કરીશું.

યુનિવર્સિટીની બે મોઢાની વાત સ્પષ્ટ થઈ રહી છે એક તો જે શિક્ષકો ભણાવી રહ્યા છે તેમને પગાર ચૂકવાઈ રહ્યો નથી જેથી શિક્ષકો શાળા છોડી જઈ રહયા છે બીજી બાજુ નવા શિક્ષકોની ભરતીની વાત કરતા યુનિવર્સિટી સત્તાધીશો થાકી નથી રહ્યા.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Mumbai Politics: તાજ હોટલ બની કિલ્લો! 29 કોર્પોરેટરો અંડરગ્રાઉન્ડ, શું મુંબઈમાં ફરી મોટો ઉલટફેર થશે?
Mumbai Politics: તાજ હોટલ બની કિલ્લો! 29 કોર્પોરેટરો અંડરગ્રાઉન્ડ, શું મુંબઈમાં ફરી મોટો ઉલટફેર થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Mumbai Politics: તાજ હોટલ બની કિલ્લો! 29 કોર્પોરેટરો અંડરગ્રાઉન્ડ, શું મુંબઈમાં ફરી મોટો ઉલટફેર થશે?
Mumbai Politics: તાજ હોટલ બની કિલ્લો! 29 કોર્પોરેટરો અંડરગ્રાઉન્ડ, શું મુંબઈમાં ફરી મોટો ઉલટફેર થશે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
Embed widget