Menstrual Leave: આ રાજ્યની સરકારે વિદ્યાર્થીનીઓને આપી રાહત, પીરિયડ્સમાં મળશે રજા
ઉચ્ચ શિક્ષણમંત્રી આર બિંદુએ કહ્યું કે સરકારે તેમના વિભાગ હેઠળની તમામ રાજ્યની યુનિવર્સિટીઓમાં લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
Kerala Menstrual Leave: કેરળ સરકારે નિર્ણય લીધો છે કે ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળની તમામ રાજ્યની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પીરિયડ્સ દરમિયાન રજા આપવામાં આવશે. સૌપ્રથમ કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (CUSAT) એ તેની વિદ્યાર્થિનીઓને પીરિયડ્સની રજા આપવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણમંત્રી આર બિંદુએ કહ્યું કે સરકારે તેમના વિભાગ હેઠળની તમામ રાજ્યની યુનિવર્સિટીઓમાં લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
ઉચ્ચ શિક્ષણ પ્રધાન આર બિંદુએ જણાવ્યું હતું કે, "SFI-ની આગેવાની હેઠળના વિદ્યાર્થી યુનિયનોની માંગને પગલે CUSAT માં પીરિયડ લીવ મંજૂર કરવામાં આવી હતી. હવે સરકાર વિદ્યાર્થિનીઓને તેમના પીરિયડ્સ દરમિયાન થતી માનસિક અને શારીરિક મુશ્કેલીઓ પર વિચારણા કરી રહી છે. તેને અન્ય યુનિવર્સિટીઓમાં લાગુ કરવા પર વિચાર કરી રહી છે.
કોચીન યુનિવર્સિટીના નિર્ણયની પ્રશંસા
નોંધનીય છે કે તાજેતરમાં કેરળની પ્રસિદ્ધ કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (CUSAT) એ દરેક સેમેસ્ટરમાં વિદ્યાર્થીનીઓની હાજરીમાં ઘટાડો કરવા માટે વધારાની બે ટકાની છૂટછાટને મંજૂરી આપી છે. એક સ્વાયત્ત યુનિવર્સિટી CUSAT માં વિવિધ પ્રવાહોમાં 8,000 થી વધુ વિદ્યાર્થીઓ છે અને તેમાંથી અડધાથી વધુ છોકરીઓ છે. કોચીન યુનિવર્સિટીની પ્રશંસા કરતા હવે કેરળ સરકારે તમામ યુનિવર્સિટીઓ માટે આ નિર્ણય લીધો છે.
ઉચ્ચ શિક્ષણ મંત્રીએ શું કહ્યું?
રાજ્યના ઉચ્ચ શિક્ષણ પ્રધાન આર બિંદુએ એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "પીરિયડ્સ દરમિયાન વિદ્યાર્થીનીઓને થતી માનસિક અને શારીરિક મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તમામ યુનિવર્સિટીઓમાં પીરિયડ્સ લીવ લાગુ કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે.
આવો નિર્ણય પ્રથમ વખત લેવાયો છે
કોચીન યુનિવર્સિટીના તાજેતરના નિર્ણયની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે કેરળમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ શૈક્ષણિક કેન્દ્રએ ગર્લ સ્ટુડન્ટ્સને પીરિયડ લીવ આપી હોય. હવે વિદ્યાર્થીનીઓ માટે 73% હાજરી ફરજિયાત કરવામાં આવી છે. ગર્લ સ્ટુડન્ટ્સને 2 ટકાની છૂટ આપવામાં આવી છે.
Ahmedabad: મેડિકલની વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા સમાચાર, નીટની પરીક્ષાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય
અમદાવાદ: હાલ મેડિકલના અંડર ગ્રેજ્યુએટ અંતિમ વર્ષમાં MBBS અભ્યાસ કરતા અને પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નેશનલ એક્ઝામિનેશન બોર્ડ એટલે કે NBA દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટની પરીક્ષા માટે ઇન્ટર્નશીપની તારીખની મર્યાદા વધારવામાં આવતા રાજ્યના 800થી વધારે વિદ્યાર્થીઓને તેનો સીધો ફાયદો થશે. અગાઉ પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે NEET -PG માટે યોજના વિદ્યાર્થીઓને 31મી માર્ચ ઇન્ટર્નશીપની પૂરી થતી હોય તેવા વિદ્યાર્થીઓને જ આ પરીક્ષા આપવા માટેનું નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું.
Education Loan Information:
Calculate Education Loan EMI