શોધખોળ કરો

Government Job: ડિપ્લોમા પાસ માટે સરકારી નોકરીની શાનદાર તક, એક લાખ રૂપિયા છે મહિનાનો પગાર

ડિપ્લોમા કરતા ઉમેદવારો માટે ઘણી જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ જગ્યાઓ નોન-એક્ઝીક્યૂટિવ પર્સોનેલની છે

IOCL Non-Executive Recruitment 2024: IOCL એ એન્જિનિયરિંગના વિવિધ ક્ષેત્રોમાં ડિપ્લોમા કરતા ઉમેદવારો માટે ઘણી જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ જગ્યાઓ નોન-એક્ઝીક્યૂટિવ પર્સોનેલની છે અને તે વિવિધ રિફાઇનરી અને પાઇપલાઇન ડિવિઝનની છે. આ માટે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે હમણાં જ નોટિસ પ્રકાશિત કરી છે. અરજીઓની શરૂઆત થઇ નથી.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની આ જગ્યાઓ માટે અરજીઓ 22 જુલાઈ 2024થી શરૂ થશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21મી ઓગસ્ટ 2024 છે. રસ ધરાવતા ઉમેદવારો લિંક એક્ટિવ થયા પછી ફોર્મ ભરી શકે છે.

તમારે આ વેબસાઇટ પરથી અરજી કરવાની રહેશે

અરજી કરવા માટે ઉમેદવારોએ IOCLની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે, જેનું એડ્રેસ છે – iocl.com. અહીંથી તમે માત્ર અરજી જ નહીં કરી શકો પરંતુ આ પોસ્ટ્સ વિશેની વિગતો અને અપડેટ્સ પણ જાણી શકો છો.

આટલી બધી જગ્યાઓ ભરવામાં આવશે

આ ભરતી અભિયાન દ્વારા કુલ 467 નોન એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ્સ જૂનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ (પ્રોડક્શન, પી એન્ડ યુ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, ફાયર એન્ડ સેફ્ટી), જૂનિયર ક્વોલિટી કંટ્રોલ એનાલિસ્ટ, ટેક એટેન્ડન્ટ વગેરેની છે.

કોણ અરજી કરી શકે છે

આ જગ્યાઓ માટે અરજી કરવા માટે તે જરૂરી છે કે ઉમેદવારે સંબંધિત ડિસ્પિલનમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા કર્યું હોય. જેમ કે ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇન ઇન્સ્ટ્રુમેન્ટેશન, ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રોનિક્સ વગેરે. અરજી કરવા માટેની વય મર્યાદા 18 થી 26 વર્ષ નક્કી કરવામાં આવી છે.

પસંદગી કેવી રીતે થશે?

પરીક્ષાના અનેક તબક્કા પસાર કર્યા બાદ આ પદો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. સૌપ્રથમ લેખિત પરીક્ષા લેવામાં આવશે, જે તેમાં પાસ થશે તેઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન રાઉન્ડમાં જશે અને છેલ્લે મેડિકલ તપાસ કરવામાં આવશે.

જેઓ એક તબક્કો પસાર કરે છે તેઓ જ આગળના તબક્કામાં આગળ વધશે અને તમામ તબક્કાઓ પસાર કર્યા પછી જ પસંદગી અંતિમ  ગણાશે. લેખિત પરીક્ષાની તારીખ હજી આવી નથી, આ અંગેના અપડેટ્સ જાણવા માટે સમયાંતરે સત્તાવાર વેબસાઇટ તપાસતા રહેવું વધુ સારું રહેશે.

તમને કેટલો પગાર મળશે?

જો આ પોસ્ટ્સ પર પસંદગી કરવામાં આવે છે તો ઉમેદવારોને દર મહિને 25 હજાર રૂપિયાથી લઈને 1 લાખ 5 હજાર રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે. આ ઉપરાંત તેમને મોંઘવારી ભથ્થું, ભાડા ભથ્થું, પ્રોવિડન્ટ ફંડ, તબીબી સુવિધાઓ વગેરે જેવી બીજી ઘણી સુવિધાઓ પણ આપવામાં આવશે.

ફી કેટલી હશે

અરજી કરવા માટે જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારોએ 300 રૂપિયાની ફી ચૂકવવી પડશે. SC, ST, PH અને ESM ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની જરૂર નથી. સપ્ટેમ્બર મહિનામાં પરીક્ષા લેવામાં આવી શકે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
સુપ્રીમ કોર્ટમાં નોકરીની શાનદાર તક, 15 નવેમ્બર સુધી કરી શકશો અરજી 
સુપ્રીમ કોર્ટમાં નોકરીની શાનદાર તક, 15 નવેમ્બર સુધી કરી શકશો અરજી 

વિડિઓઝ

Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
પેટ કમિન્સ સહિત આ 4 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે સનરાઇઝર્સ હૈદરાબાદ, જુઓ લિસ્ટ
પેટ કમિન્સ સહિત આ 4 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે સનરાઇઝર્સ હૈદરાબાદ, જુઓ લિસ્ટ
ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ગ્રોથને લઈને મૂડીઝની મોટી આગાહી
ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ગ્રોથને લઈને મૂડીઝની મોટી આગાહી
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ
હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ
Embed widget