Recruitment: સરકારી શિક્ષક બનવાનો બેસ્ટ મોકો, અહીં બહાર પડી બમ્પર ભરતી, અરજી માટે વયમર્યાદા 50ની.......
આ કેન્દ્રીય વિદ્યાલયની ભરતી અંતર્ગત દેશભરમાં અલગ અલગ વિદ્યાલયમાં ટીજીટી, પીજીટી,પીઆરટી સહિત અલગ અલગ શિક્ષકોની કુલ 13404 પદ ભરવામાં આવશે.
KVS Recruitment 2022-23: દેશમાં ફરી એકવાર શિક્ષિત ઉમેદવારો માટે ખુબ સારા સમાચાર સામે આવ્યા છે, વર્ષ 2022-23 માટે કેન્દ્રીય વિદ્યાલમાં નોકરી માટે બમ્પર ભરતી બહાર પડી છે. કેન્દ્રીય વિદ્યાલયમાં પહેલાથી જ શિક્ષકોની બંપર ભરતી પડી છે.
આ કેન્દ્રીય વિદ્યાલયની ભરતી અંતર્ગત દેશભરમાં અલગ અલગ વિદ્યાલયમાં ટીજીટી, પીજીટી,પીઆરટી સહિત અલગ અલગ શિક્ષકોની કુલ 13404 પદ ભરવામાં આવશે. આ બાજૂ કેન્દ્રીય વિદ્યાલય સંગઠને વધુ એક નવી ભરતીની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે, આ નવી ભરતીના માધ્યમથી 50 વર્ષ સુધીના ઉંમરવાળા ઉમેદવારોને ફક્ત ઈન્ટરવ્યૂ દ્વારા નોકરી મળશે. ત્યારે આ ભરતી ક્યા પદ પર થશે, કોણ અરજી કરી શકશે, તેની તમામ જાણકારી અહીં ચેક કરો.
આ પદ પર ભરતી થશે -
કેન્દ્રીય વિદ્યાલય સંગઠને ડેપ્યુટી કમિશ્નર પદ પર ભરતી નીકળી છે. જેના માધ્યમથી કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના વિવિધ હેડ ક્વાર્ટર, ક્ષેત્રિય કાર્યાલયો અને જોનલ ઈંસ્ટિટ્યૂટમાં ડેપ્યુટી કમિશ્નરના પદ ભરવામાં આવશે.
ક્યાં કરશો અરજી
આ પદ માટે અરજી ફોર્મ નોટિફિકેશની સાથે આપેલું છે. ઉમેદવારે નિર્ધારિત માપદંડ અનુસાર, અરજી ફોર્મ ભરીને 2300 રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે નિમ્નલિખિત સરનામા પર મોકલી દેવાનું રહેશે.
Joint Commissioner (Admn.-I), Kendriya Vidyalaya Sangathan, 18, Institutional Area, Shaheed Jeet Singh Marg, New Delhi-110016
આપને જણાવી દઈએ કે, આપનું આ ફોર્મ 31 જાન્યુઆરી 2023 સુધીમાં પહોંચી જવું જોઈએ.
અરજીફોર્મ અહીંથી ડાઉનલોડ
શું હોવી જોઈએ યોગ્યતા -
પદ માટે અરજી કરનારા ઉમેદવાર પાસે માસ્ટર ડિગ્રી સાથે બીએડ અથવા સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ. સાથે જ આસિસ્ટેંટ કમિશ્નર તરીકેનો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
પગાર ધોરણ
નિયુક્તિ મળવા પર ઉમેદવારને સાતમા પગારપંચ અંતર્ગત ₹78800થી લઈને 209202 રૂપિયા વેતન મળવા પાત્ર થશે.
વય મર્યાદા
આ પદ માટે મહતમ ઉંમર મર્યાદા 50 વર્ષ છે. જો કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના કર્મચારી માટે કોઈ મર્યાદા નથી. તો વલી ઓબીસી, એસસી, એસટી અને ભૂતપૂર્વ કર્મચારીઓને ઉંમરમાં છૂટ આપવામાં આવી છે.
પસંદગી પ્રક્રિયા
પ્રાપ્ત અરજીઓમાંથી સ્ક્રૂટની બાદ પાત્ર ઉમેદવારને દિલ્હીમાં ઈન્ટરવ્યૂ માટે બોલાવામાં આવશે.
Education Loan Information:
Calculate Education Loan EMI