GSEB Board Exam 2023 live updates: ધો.10નું ભાષાનું પેપર પૂર્ણ, સરળ પેપરથી વિદ્યાર્થીઓ ખુશ
Board Exam: આજથી ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. 139 ઝોનમાં 1 હજાર 623 કેન્દ્ર પરથી 16.49 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે.
LIVE
Background
GSEB Board Exam 2023 Live Updates: આજથી ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. 139 ઝોનમાં 1 હજાર 623 કેન્દ્ર પરથી 16.49 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે. ધોરણ 10ના 9 લાખ, 57 હજાર, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 5 લાખ, 65 હજાર અને ધોરણ 12 સાયન્સના 1 લાખ, 26 હજાર મળી 16 લાખ 49 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
આ માટે 139 ઝોનમાં 1 હજાર 623 પરીક્ષા કેન્દ્રો ઉભા કરાયા છે. શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં કલેક્ટર અને પોલીસ વડા સાથે બેઠક યોજાઈ હતી. રાજ્યમાં 66 સેન્ટર સંવેદનશીલ છે. જ્યાં પેરા મિલિટ્રી ફોર્સ મુકાશે. હાલ સ્ટ્રોંગ રૂમમાં પ્રશ્નપત્ર રખાયા છે. જ્યાથી પરીક્ષાની ગણતરીની કલાકો પહેલા પરીક્ષા કેન્દ્ર પર પ્રશ્નપત્ર પહોંચાડાશે. પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ મોબાઈલ નહીં લઈ જઈ શકે. તો સુપરવાઈઝર અને શાળાનો સ્ટાફ પણ મોબાઈલ લઇ જઈ શકશે નહીં.
ગુજરાત બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષામાં સફળતા માટે સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 14, 2023
જીવનનો આ એક મહત્વનો પડાવ છે અને આગળ પણ આવા અનેક પડાવ આવવાના બાકી છે. આપ સૌ લક્ષ્ય નિર્ધારિત કરીને તણાવમુક્ત રહી ધ્યેયપ્રાપ્તિ માટે મહેનત કરશો તો સફળતા અચૂક મળશે. pic.twitter.com/ObogcDK7Gh
અમદાવાદનો ધો. 12નો વિદ્યાર્થી બન્યો પ્રેરણા રૂપ
અમદાવાદનો ક્રિસ શેઠ બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ સ્વરૂપ બન્યો. બ્રેઇન હેમરેજથી પીડાતો ક્રિસ ધોરણ 12ની પરીક્ષા આપવા માટે પહોંચ્યો છે. રાઈટરની મદદથી ધોરણ 12 બોર્ડની ક્રિશ પરીક્ષા આપશે. 6 મહિના પહેલા અકસ્માત થતા ક્રિશને બ્રેઈન હેમરેજ થયું હતું. દોઢ કલાકના વાંચન બાદ ક્રિશને માથામાં દુખાવાની સમસ્યા છે.
ધો.10 ભાષાનું પેપર પૂર્ણ
ગુજરાત બોર્ડના ધો.10નું ભાષાનું પેપર પૂર્ણ થઈ ગયું છે. ગુજરાતી અને અંગ્રેજીનું પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશ થયા હતા. અંગ્રેજી વિષયમાં રખડતા પશુઓનો મુદ્દે સવાલ પૂછાયો હતો. રખડતા ઢોરના ત્રાસ અંગે કમિશ્નરને ફરિયાદ લખતો પત્ર લખવા પ્રશ્ન પૂછવામાં આવ્યો. અંગ્રેજીમાં નિબંધ 'શિક્ષણમાં ટ્યુશન પ્રથા જરૂરિયાત કે દૂષણ' પૂછાયો હતો. જ્યારે ગુજરાતીમાં 'ગામડું બોલે છે', "મોબાઇલના લાભાલાભ'અને એક બાળ, એક ઝાડ' નિબંધ પૂછાયો હતો.
અંબાજીમાં ચિક્કી પ્રસાદ આપી પરિક્ષાર્થીઓનું સ્વાગત
અંબાજીમાં વિવિધ સ્થળે પરીક્ષાયોજાઈ રહી છે. અંબાજીની શાળાઓમાં આજે પરીક્ષા આપવા મોટી સંખ્યામા પરિક્ષાર્થીઓ પહોંચ્યા હતા. અંબાજીના વિવિધ બોર્ડની પરીક્ષા સ્થળે પરિક્ષાર્થીઓને ચિક્કીનો પ્રસાદ આપી શુભેચ્છા પાઠવી. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પરિક્ષાર્થીઓ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા અંબાજી ભોજનાલય ખાતે કરવામાં આવી છે.
હર્ષ સંઘવીએ કર્યુ ટ્વિટ
હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને લખ્યુ, રાજ્યનું પોલીસ તંત્ર વધારી રહ્યું છે પરીક્ષાર્થીઓનું મનોબળ, વિદ્યાર્થીઓની મૂંઝવણ અને ડર દૂર કરીને તેમને પ્રોત્સાહિત કરવા શી ટીમ છે સતત તેની સાથે... વિદ્યાર્થી હિતના સ્તુત્ય વિચાર બદલ વડોદરા પોલીસને અભિનંદન.
રાજ્યનું પોલીસ તંત્ર વધારી રહ્યું છે પરીક્ષાર્થીઓનું મનોબળ,
— Harsh Sanghavi (@sanghaviharsh) March 14, 2023
વિદ્યાર્થીઓની મૂંઝવણ અને ડર દૂર કરીને તેમને પ્રોત્સાહિત કરવા શી ટીમ છે સતત તેની સાથે...
વિદ્યાર્થી હિતના સ્તુત્ય વિચાર બદલ વડોદરા પોલીસને અભિનંદન.@GujaratPolice pic.twitter.com/9mnWFexuqO
સી.આર. પાટીલે ટ્વિટ કરી પાઠવી શુભકામના
બોર્ડની પરીક્ષા આપતા સર્વ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. વિદ્યાર્થીઓ ચિંતા કે પ્રેશર અનુભવ્યા વિના પરીક્ષાઓ આપજો. ઉજ્જવળ કારકિર્દીનાં રસ્તાઓ આ પરીક્ષાની મદદથી ચોક્કસ ખૂલશે. આપની મહેનત અને દ્રઢ નિશ્ચય તમને સફળતા ચોક્કસ જ અપાવશે. ઓલ ધ બેસ્ટ !