શોધખોળ કરો

ICAI દ્વારા જૂન 2022માં યોજાયેલી સીએ ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર

ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા જૂન, 2022માં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતાં.

અમદાવાદ: ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા જૂન, 2022માં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતાં.

આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહે સીએ ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામોમાં અમદાવાદ કેન્દ્ર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જૂન 2022માં યોજાયેલી ફાઉન્ડેશન પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ 2360 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 704 વિદ્યાર્થીઓ પાસ થયા છે, આમ પરીક્ષાનું પરિણામ 29.83 ટકા રહ્યું છે. ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાની અમદાવાદ બ્રાન્ચમાંથી કોચિંગ મેળવેલા કુલ 27 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 8 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જે 29.62 ટકાવારી સુચવે છે. સમગ્ર ભારતમાં 93729 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 23693 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે 25.28ની ટકાવારી સુચવે છે.

ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાની અમદાવાદ બ્રાન્ચે સ્વામિનારાયણ વિદ્યામંદિર રાયસણ કન્યા શાળા સાથે ઓગસ્ટ 2021માં એમઓયુ કર્યા હતાં. જે મુજબ અમદાવાદ બ્રાન્ચ દ્વારા કન્યા શાળાની કુલ 12 વિદ્યાર્થિનીઓને વર્ચ્યુલ કોચિંગ આપવામાં આવ્યું હતું. આ કન્યા શાળાની કુલ 4 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 1 વિદ્યાર્થીની પાસ થઈ છે. ICAIના પાસ થનારા કુલ 8 વિદ્યાર્થીઓમાં મહોમ્મદરાહીલ શેખ, ધ્વની શાહ, હેમાક્ષી દુબે, નિષા જોષી, પ્યારેલાલ પ્રજાપતિ, સ્મિત કથિરિયા, કૈફ અંસારી, ક્રિષ્ના અગ્રવાલનો સમાવેશ થાય છે.

સીએ બિશન શાહે સીએ ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામો અંગે વધુમા જણાવ્યુ હતું કે, ડિસેમ્બર 2021માં યોજાયેલી ફાઉન્ડેશન પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ 3152 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 1059 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં, જે 33.60ની ટકાવારી સુચવે છે. સમગ્ર ભારતમાં 1,10,662 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 33510 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં, જે 30.28ની ટકાવારી સુચવે છે.

સીએ બિશન શાહે સીએ ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામો અંગે વધુમા જણાવ્યું હતું કે, જુલાઈ 2021માં યોજાયેલી ફાઉન્ડેશન પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ 1520 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 350 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં, જે 23.03ની ટકાવારી સુચવે છે. સમગ્ર ભારતમાં 71967 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 19,158 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં, જે 26.62ની ટકાવારી સુચવે છે.

આ પ્રસંગે આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં વાઈસ ચેરપર્સન સીએ ડો. અંજલી ચોક્સી, સેક્રેટરી સીએ નીરવ અગ્રવાલ, ટ્રેઝરર સીએ સમીર ચૌધરીનો સમાવેશ થાય છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Embed widget