IOCL Jobs: ઇન્ડિયન ઓઇલમાં નોકરી મેળવવાની તક, 1,05,000 સુધી મળશે પગાર
IOCL Jobs: આ ભરતીઓ માટે અરજી કરતા પહેલા IOCL વેબસાઇટની મુલાકાત લો
Indian OIL Recruitment 2024: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) માં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જો તમે પણ ભારત સરકારની કંપની IOCLમાં (Indian OIL Recruitment 2024) નોકરી મેળવવા માંગો છો તો જલદી અરજી કરો. ધ્યાનમાં રાખો કે આ ભરતીઓ માટે અરજી કરતા પહેલા IOCL વેબસાઇટની મુલાકાત લો અને તેની સંપૂર્ણ વિગતો તપાસો પછી જ અરજી કરો. નોંધનીય છે કે ઈન્ડિયન ઓઈલમાં કુલ 467 જગ્યાઓ પર ભરતી બહાર પડી છે.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના રિફાઈનરી વિભાગમાં જુનિયર ઈજનેર સહાયકની જગ્યાઓ ભરતી બહાર પડાઇ છે. જૂનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ પ્રોડક્શનની 198 જગ્યાઓ, એન્જિનિયર આસિસ્ટન્ટ મિકેનિકલની 33, એન્જિનિયર આસિસ્ટન્ટ ફાયર એન્ડ સેફ્ટીની 27, એન્જિનિયર આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલની 25, એન્જિનિયર આસિસ્ટન્ટ ઈન્સ્ટ્રુમેન્ટેશનની 25 જગ્યાઓ છે. એન્જિનિયર આસિસ્ટન્ટ A&Mની 22 જગ્યાઓ અને જૂનિયર ક્વોલિટી કંટ્રોલ એનાલિસ્ટની 21 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. તેવી જ રીતે પાઇપલાઇન વિભાગમાં એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલની 15, એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ ટી એન્ડ આઇની 15, ટેકનિકલ એટેન્ડન્ટની 29 અને એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ મિકેનિકલની 8 જગ્યાઓ પર ભરતી થવાની છે.
કોણ અરજી કરી શકે છે
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં આ ખાલી જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 18 થી 26 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો કે, SC અને ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટ આપવામાં આવશે. OBCને મહત્તમ ત્રણ વર્ષની છૂટછાટ મળશે, જ્યારે PWD ઉમેદવારોને મહત્તમ 10 વર્ષની છૂટ મળશે. જે ઉમેદવારો સંબંધિત વિષયમાં એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે તેઓ જ આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે.
પસંદગી કેવી રીતે થશે?
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં ભરતી માટે પસંદગી કોમ્પ્યુટર આધારિત કસોટી અને કૌશલ્ય અને શારીરિક કસોટીના આધારે કરવામાં આવશે. તેથી આ પોસ્ટ્સ માટે અરજી કરનારા તમામ ઉમેદવારોએ લેખિત પરીક્ષાની સાથે કૌશલ્ય કસોટીની તૈયારી કરવી જોઈએ. પછીથી શારીરિક કસોટી માટે તૈયાર રહો.
કોને કેટલો પગાર મળશે?
આ પોસ્ટ્સ પર પસંદ કરાયેલા ઉમેદવારોને 25000 રૂપિયાથી 1,05,000 રૂપિયા સુધીનો પગાર મળશે, જ્યારે કેટલીક પોસ્ટ્સ પર 23000 રૂપિયાથી લઈને 78 હજાર રૂપિયા સુધીનો પગાર નક્કી કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Recruitment 2024: બેન્કથી લઇને રેલવે સુધી, અહીં થઇ રહી છે મોટાપાયે સરકારી ભરતી
Education Loan Information:
Calculate Education Loan EMI