ITBP Constable Bharti 2024: ITBPમાં કોન્સ્ટેબલની ભરતી બહાર પડી, ધોરણ-10 પાસ માટે નોકરીની સુવર્ણ તક
ITBP Constable Bharti 2024: ભારત તિબેટ સીમા પોલીસ એટલે કે ITBPએ કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન હેઠળ મોચી અને દરજીની જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી 20 જુલાઈથી શરૂ થશે.
ITBP Constable Bharti 2024 : દેશના સુરક્ષા દળોમાં નોકરી મેળવવાનું સપનું જોતા યુવાનો માટે તક છે. ભારત તિબેટ સીમા પોલીસ (ITBP)એ કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન (દરજી અને મોચી)ની જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. જાહેરાત અનુસાર, કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન હેઠળ દરજી અને મોચીની 51 જગ્યાઓ છે. આમાં 18 જગ્યાઓ કોન્સ્ટેબલ દરજી અને 33 કોન્સ્ટેબલ મોચીની છે. આ માટે ઓનલાઈન અરજી ITBPની વેબસાઇટ recruitment.itbpolice.nic.in પર જઈને કરવાની છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી 20 જુલાઈથી શરૂ થશે. અરજીની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ 2024 છે.
ITBP કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતીમાં 10 ટકા જગ્યાઓ પૂર્વ સૈનિકો માટે અનામત છે. સાથે જ મહિલાઓને પણ અનામત મળશે. કોન્સ્ટેબલ દરજીની 2 અને કોન્સ્ટેબલ મોચીની પાંચ જગ્યાઓ મહિલાઓ માટે અનામત છે. આ રીતે દરજીની 16 અને મોચીની 28 જગ્યાઓ પુરુષો માટે છે.
ITBPમાં કોન્સ્ટેબલ મોચી અને દરજીની જગ્યાઓ માટે ઉમેદવારો 10મું પાસ હોવા જોઈએ. સાથે જ બે વર્ષનો અનુભવ અથવા ITIમાંથી એક વર્ષનું સર્ટિફિકેટ અને એક વર્ષનો અનુભવ પણ જરૂરી છે. આ ભરતી માટે ઉંમર 18થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
આઈટીબીપી આ ખાલી જગ્યાઓની સંખ્યા પોતાના હિસાબે વધારી કે ઘટાડી શકે છે. ગ્રુપ સીની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર ન્યૂનતમ 18 વર્ષ અને મહત્તમ 23 વર્ષ હોવી જોઈએ. ઉપલી વયમર્યાદામાં અનામત વર્ગોને છૂટ પણ આપવામાં આવી છે. આના સંબંધિત વધુ માહિતી ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઈ શકે છે.
Education Loan Information:
Calculate Education Loan EMI