શોધખોળ કરો

Jobs: અહીં નીકળશે નોકરીઓની ભરમાર, 1.5 લાખ જૉબ આપવાની તૈયારી, ફ્રેશર્સને પણ મળશે મોકો

IT Sector Jobs: દેશમાં લાંબા સમયથી નોકરીની સમસ્યા અંગે ચિંતા, આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરાઇ રહ્યાં છે

IT Sector Jobs: દેશમાં લાંબા સમયથી નોકરીની સમસ્યા અંગે ચિંતા, આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરાઇ રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી એવા અહેવાલો સામે આવ્યા છે કે IT કંપનીઓએ નવા કર્મચારીઓના પગારમાં ઘટાડો કર્યો છે, અને તેમાં દેશની જાણીતી ટેક કંપનીઓના નામ સામેલ છે. જોકે, હવે આ IT સેક્ટર તરફથી સારા સમાચાર મળી રહ્યાં છે જે ખાસ કરીને ફ્રેશર્સ માટે સારી તક તરીકે ઉભરી રહ્યાં છે. આગામી દિવસોમાં IT સેક્ટરમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં નોકરીઓની તકો ઉભી થવાની છે. 

આઇટી સેક્ટરમાં ઉભી થશે દોઢ લાખ નોકરીઓની તક 
IT સેક્ટરમાં ફ્રેશર હાયરિંગ ટ્રેન્ડમાં આ ફેરફાર વર્ષ 2023-24ની સુસ્તી પછી જોવા મળી રહ્યો છે. IT કંપનીઓમાં આ વર્ષે બમ્પર હાયરિંગની અપેક્ષા છે અને આ અંતર્ગત લગભગ 1.50 લાખ ટેકનિકલ નોકરીઓનું સર્જન થવા જઈ રહ્યું છે, જે ઘણી સ્ટાફિંગ ફર્મ્સ અને માનવ સંસાધન સંસ્થાઓના સર્વે બાદ જોવા મળ્યું છે. થોડા સમય પહેલા ટીમલીઝ જેવી ઘણી ટેકનિકલ ભરતી સંબંધિત કંપનીઓએ IT કંપનીઓ માટે વૈશ્વિક અને સ્થાનિક તકોની આગાહી કરી હતી.

કેમ ઇન્ફૉર્મેશન ટેકનલૉજી (IT) સેક્ટરમાં મળશે ફ્રેશર્સને તક - 
IT સેક્ટરમાં સારી નોકરીની ભરતીની અપેક્ષા છે કારણ કે વર્ષ 2022 ની સરખામણીમાં વર્ષ 2023-24માં નોકરીની સંખ્યા 100 ટકાથી ઓછી છે. જ્યાં વર્ષ 2022માં 2.30 લાખ નોકરીની ભરતી કરવામાં આવી હતી, તે વર્ષ 2023-24માં ઘટીને 60,000 થઈ ગઈ છે, અને તેની સાથે ફ્રેશર્સની ભરતી પણ ઘણી ઓછી રહી છે. આ વર્ષે એટલે કે 2024-25, 2022ની તર્જ પર ભરતી થવાની ધારણા છે. આ વર્ષે અત્યાર સુધીમાં IT સેક્ટરની ભરતીમાં 100 ટકાથી વધુ વધારો થવાની ધારણા છે.

આઇટી સેક્ટરમાં કયા સેગમેન્ટમાં મળશે નોકરી 
હાલમાં, બેંકિંગ, નાણાકીય સેવાઓ અને વીમા (BFSI) ક્ષેત્રમાં મહત્તમ નોકરીની તકો ઊભી થઈ રહી છે. વાસ્તવમાં યૂએસ ફેડરલ રિઝર્વ અને યૂરોપની ઘણી સેન્ટ્રલ બેંકોએ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે, અને આ પછી વૈશ્વિક IT કંપનીઓનો ખર્ચ વધવાની ધારણા છે. જો આમ થશે તો આઈટી કંપનીઓ માટે માનવ સંસાધનોની જરૂર પડશે અને એન્ટ્રી લેવલ પર આ ભરતી મોટી હશે તેવી આશાનું કિરણ બની રહ્યું છે.

આ પણ વાંચો

Govt Jobs: સરકારની આ મોટી કંપનીમાં નોકરીની સુવર્ણ તક, જાણો અરજી કરવાની લાસ્ટ ડેટ 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

Embed widget