NEET 2022 Admit Card: નીટ યૂજી એક્ઝામ સિટી સ્લીપ થઈ જાહેર, જલ્દી આવશે એડમિટ કાર્ડ, જાણો કેવી રીતે કરશો ડાઉનલોડ
NEET UG 2022 ભારતના 543 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં યોજાશે. પરીક્ષા અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂ સહિત 13 ભાષાઓમાં લેવાશે.
NEET UG 2022 : નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) UG એડમિટ કાર્ડ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in દ્વારા તેમના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. NTA એ NEET UG 2022 સંબંધિત જરૂરી માહિતી જારી કરી છે. આ નોટિસ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સત્તાવાર વેબસાઇટ nat.ac.in અને neet.nat.nic.in પર જારી કરવામાં આવી છે.
જાણો ક્યારે થશે પરીક્ષા
NEET UG પરીક્ષા NTA દ્વારા 17મી જુલાઈ 2022 ના રોજ ઑફલાઇન મોડમાં લેવામાં આવશે. આ પરીક્ષામાં બેસવા માટેના ઉમેદવારોના એડમિટ કાર્ડ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર જારી કરવામાં આવશે. બધા ઉમેદવારો નીચે આપેલ સત્તાવાર વેબસાઇટ પર આ પગલાંઓ દ્વારા તેમના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.
એડમિટ કાર્ડ કેવી રીતે કરશો ડાઉનલોડ
સ્ટેપ 1: સૌ પ્રથમ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in ની મુલાકાત લો.
સ્ટેપ 2: તે પછી હોમ પેજ પર દેખાતા NEET UG ના ટેબ પર જાઓ અને પછી ઉમેદવાર લોગિન પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. અહીં તમામ જરૂરી માહિતી ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
સ્ટેપ 4: હવે ઉમેદવારો NEET UG એડમિટ કાર્ડ 2022 ડાઉનલોડ કરી શકે છે અને પ્રિન્ટઆઉટ પણ લઈ શકે છે.
આટલા શહેરોમાં પરીક્ષા લેવાશે
NEET UG 2022 ભારતના 543 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં યોજાશે. પરીક્ષા અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂ સહિત 13 ભાષાઓમાં લેવામાં આવશે.
આ પણ વાંચોઃ
Udaipur Murder Case: ઉદયપુર હત્યા કેસમાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે NIAને આપ્યા તપાસના આદેશ
Gold Silver Price: સોનું થયું સસ્તું, આ બજારમાં 1000 રૂપિયાનો થયો ઘટાડો, જાણો આજે શું છે ભાવ
Education Loan Information:
Calculate Education Loan EMI