Gold Silver Price: સોનું થયું સસ્તું, આ બજારમાં 1000 રૂપિયાનો થયો ઘટાડો, જાણો આજે શું છે ભાવ
Gold Silver Rate Today 29 June 2022: આજે સોનું સસ્તું થયું છે. જો તમે સોનાનો સિક્કો ખરીદવા માંગતા હો તો સુર્વણ અવસર છે.
Gold Silver Price: બુલિયન માર્કેટમાં સોનું ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. આજે સોનામાં 900-980 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશના ઘણા મોટા બુલિયન બજારો જેમ કે ઝવેરી બજાર, જયપુર બજાર વગેરે સોનું ખરીદવા માટે ખૂબ અનુકૂળ સાબિત થઈ રહ્યા છે જ્યાં સોનું સસ્તું થયું છે.
MCX પર સોના અને ચાંદીના ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત આજે ફ્લેટ છે અને ગઈકાલની સમાન સપાટી પર છે. એમસીએક્સ પર સોનું રૂ. 2 ઘટીને રૂ. 50,820 પ્રતિ 10 ગ્રામ પર છે. આ સોનાનો ભાવ ઓગસ્ટ વાયદા માટે છે. બીજી તરફ ચાંદી 213 રૂપિયા પ્રતિ કિલો ઘટીને 59,326 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. ચાંદીનો આ ભાવ જુલાઈ વાયદા માટે છે.
સુરતમાં સોનું 1000 રૂપિયા થયું સસ્તું
ગુજરાતના સુરત શહેરમાં આજે 22 કેરેટ સોનું રૂ.900ના ઘટાડા સાથે રૂ.46,780 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. બીજી તરફ 24 કેરેટ સોનું આજે 1000 રૂપિયાના ઘટાડા સાથે 51030 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે છે.
તમારા શહેરનો ભાવ ઘરે બેઠા આ રીતે કરો ચેક
તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો.
સોનું અસલી છે કે નકલી તે તપાસો
સોનાની શુદ્ધતા તપાસવા માટે તમે સરકારી એપનો પણ ઉપયોગ કરી શકો છો. 'BIS કેર એપ' દ્વારા તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો કે તે અસલી છે કે નકલી. આ સિવાય તમે આ એપ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો.