(Source: ECI/ABP News/ABP Majha)
NEET Counselling: મેડિકલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, NEET PG કાઉન્સેલિંગ આ દિવસથી થશે શરૂ
દેશભરની વિવિધ મેડિકલ કોલેજોના નિવાસી તબીબોએ ગયા મહિને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કામનો બહિષ્કાર કર્યો હતો, અને કાઉન્સેલિંગ પ્રક્રિયાને ઝડપી બનાવવાની માગણી કરી હતી.
NEET Counselling: હવે મેડિકલ વિદ્યાર્થીઓની રાહનો અંત આવવાનો છે. નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) PG કાઉન્સેલિંગ 12 જાન્યુઆરીથી શરૂ થશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે ટ્વિટ કર્યું છે. NEET કાઉન્સિલિંગમાં વિલંબને કારણે નવા સત્ર માટેના પ્રવેશ અટવાયા હતા, જેના કારણે રેસિડેન્ટ ડોક્ટરોએ ગયા મહિને કેન્દ્ર સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો અને હડતાળ પર બેસી ગયા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું કે આરોગ્ય મંત્રાલય દ્વારા નિવાસી ડોકટરોને આપવામાં આવેલી ખાતરી મુજબ, માનનીય સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 12 જાન્યુઆરી, 2022 થી MCC દ્વારા NEET-PG કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. તેનાથી દેશને કોરોના સામેની લડાઈમાં વધુ તાકાત મળશે. તમામ ઉમેદવારોને મારી શુભેચ્છાઓ.
रेसीडेंट डॉक्टरस को स्वास्थ्य मंत्रालय द्वारा दिए आश्वासन अनुसार, माननीय सर्वोच्च न्यायालय के आदेश के बाद MCC द्वारा NEET-PG काउन्सलिंग 12 जनवरी 2022 से शुरू की जा रही है।
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) January 9, 2022
इससे कोरोना से लड़ाई में देश को और मज़बूती मिलेगी। सभी उम्मीदवारों को मेरी शुभकामनाएं।
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ રવિવારે કહ્યું કે NEET-PG કાઉન્સેલિંગ 12 જાન્યુઆરીથી શરૂ થશે. સુપ્રીમ કોર્ટે 7 જાન્યુઆરીએ પોતાના વચગાળાના આદેશમાં 2021-22 માટે NEET-PG પ્રવેશ માટે મેડિકલ કાઉન્સેલિંગ ફરી શરૂ કરવાની મંજૂરી આપી હતી. કોર્ટે અન્ય પછાત વર્ગો (OBC) વિદ્યાર્થીઓ માટે 27 ટકા અનામત અને આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે 10 ટકા અનામતની માન્યતાને પણ માન્ય રાખી હતી. NEET-PG પરીક્ષા 11 સપ્ટેમ્બર, 2021ના રોજ લેવામાં આવી હતી. તે પહેલા જાન્યુઆરી અને એપ્રિલમાં બે વખત પરીક્ષાનો કાર્યક્રમ બદલવામાં આવ્યો હતો. દેશભરની વિવિધ મેડિકલ કોલેજોના નિવાસી તબીબોએ ગયા મહિને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કામનો બહિષ્કાર કર્યો હતો, અને કાઉન્સેલિંગ પ્રક્રિયાને ઝડપી બનાવવાની માગણી કરી હતી.
Education Loan Information:
Calculate Education Loan EMI