શોધખોળ કરો

રેલવેમાં નોકરીની શાનદાર તક!  22,000 જગ્યાઓ માટે અરજીની અંતિમ તારીખ લંબાવાઈ, જાણો તમામ ડિટેલ

ભારતીય રેલવે દ્વારા જાહેર કરાયેલી 22,000 જગ્યાઓ માટે અરજી કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. RRB ગ્રુપ D ભરતી માટે અરજીઓ હવે 21 જાન્યુઆરીથી શરુ નહીં થાય.

RRB Group D Vacancy 2026 Date Change:  ભારતીય રેલવે દ્વારા જાહેર કરાયેલી 22,000 જગ્યાઓ માટે અરજી કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. RRB ગ્રુપ D ભરતી માટે અરજીઓ હવે 21 જાન્યુઆરીથી શરુ નહીં થાય.  નવી તારીખ જાહેર કરવામાં આવી છે. એક નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે રજીસ્ટ્રેશન હવે 21 જાન્યુઆરીને બદલે 31 જાન્યુઆરી, 2026 થી શરૂ થશે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે, જોકે તેમને થોડા વધુ દિવસો રાહ જોવી પડશે.

તારીખમાં ફેરફાર

રેલવે ભરતી બોર્ડ (RRB) એ ગ્રુપ D 2026 ભરતી માટેની મુખ્ય તારીખોમાં ફેરફાર કર્યો છે, તેમાં  શોર્ટ નોટીસ 19 જાન્યુઆરી, ડીટેલ નોટીસ 30 જાન્યુઆરી છે અને ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી છે. અરજીઓ માટેની અંતિમ તારીખ 2 માર્ચ, 2026 છે, જે પહેલા 20 ફેબ્રુઆરી સુધી હતી. 

RRB દ્વારા જાહેર કરાયેલા નવા શેડ્યૂલ મુજબ, લાયક ઉમેદવારો હવે 2 માર્ચ રાત્રે 11:50 વાગ્યા સુધી સંબંધિત ભરતી માટે તેમની ઓનલાઈન અરજીઓ સબમિટ કરી શકશે. આ ભરતી ઝુંબેશ રોજગાર સૂચના CEN નંબર 09/2025 હેઠળ હાથ ધરવામાં આવી રહી છે. ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે અરજીઓ ફક્ત ઓનલાઈન સ્વીકારવામાં આવશે.

કોણ અરજી કરી શકે છે?

રેલ્વે પોઈન્ટ્સમેન, ટ્રેક મેન્ટેનર, આસિસ્ટન્ટ, લોકો શેડ આસિસ્ટન્ટ અને ઓપરેશન્સ આસિસ્ટન્ટ જેવા પદો માટે અરજીઓ આમંત્રિત કરી રહ્યું છે. ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. તેમની પાસે ITI અથવા નેશનલ એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ (NAC) પણ હોવું જોઈએ. 18 થી 33 વર્ષની વયના ઉમેદવારો અરજી કરી શકે છે. અનામત શ્રેણીઓ માટે પણ છૂટછાટ ઉપલબ્ધ રહેશે.

કેવી રીતે અરજી કરવી ?

અરજી કરવા માટે, સત્તાવાર વેબસાઇટ, rrbapply.gov.in ની મુલાકાત લો.

અરજી લિંક 31 જાન્યુઆરીથી આ વેબસાઇટ પર સક્રિય થશે.

લિંક પર ક્લિક કર્યા પછી, તમારી લાયકાત અનુસાર પદ પસંદ કરો.

અરજી પૂર્ણ કર્યા પછી, ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટઆઉટ રાખો.

અરજી કર્યા પછી શું થશે ?

રેલવે બોર્ડ દ્વારા શરૂ કરાયેલ આ ભરતી ઝુંબેશ માટે અરજી કર્યા પછી ઉમેદવારોની પસંદગી કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET), દસ્તાવેજ ચકાસણી અને તબીબી તપાસ કરવામાં આવશે. આ બધા પાસ કરનારા ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
Advertisement

વિડિઓઝ

PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
Embed widget