Sarkari Naukri: સરકારી નોકરી મેળવવાનો સોનેરી મોકો, 8મું પાસ પણ કરી શકે છે અરજી
એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી, આસિસ્ટન્ટ રિવ્યૂ ઓફિસર, કોમ્પ્યુટર ઓપરેટર ગ્રેડ A, કોમ્પ્યુટર આસિસ્ટન્ટ, પટાવાળા, બંડલ લિફ્ટર, માળી, સફાઈ કામદાર અને ફોટોસ્ટેટ ઓપરેટરની જગ્યાઓ પર ભરતી થવાની છે.
Sarkari Naukri Uttar Pradesh 2022: ઉત્તર પ્રદેશમાં યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક છે. ઉત્તર પ્રદેશ સરકારમાં ઘણી જગ્યાઓ ખાલી છે. એડવોકેટ જનરલ ઓફિસ, પ્રયાગરાજે 92 જગ્યાઓની ભરતી માટે અરજીઓ મંગાવી છે. જાહેર કરાયેલી ભરતીની વિગત અનુસાર એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી, આસિસ્ટન્ટ રિવ્યૂ ઓફિસર, કમ્પ્યુટર ઓપરેટર ગ્રેડ A, કમ્પ્યુટર સહાયક, પટાવાળા, ફરાશ, બંડલ લિફ્ટર, માળી, સફાઈ કામદાર અને ફોટોસ્ટેટ ઓપરેટરની જગ્યાઓ પર ભરતી થવાની છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતો હોય તેમણે 17 જાન્યુઆરી 2022 સુધીમાં અરજી કરવી જોઈએ.
અરજી પ્રક્રિયા
AGHC પ્રયાગરાજ ભરતી 2022 હેઠળ અરજી કરવા માટે, aghcrecruitment.net પર જવું પડશે. અરજી ફોર્મ અહીં ઉપલબ્ધ થશે. તેની પ્રિન્ટ આઉટ લો આ ફોર્મમાં પૂછવામાં આવેલી માહિતીને યોગ્ય રીતે ભરો અને દસ્તાવેજોની ફોટોકોપી સાથે નીચે જણાવેલ સરનામે મોકલો. અરજીપત્રક સાથે અરજી ફી પણ ભરવાની રહેશે. અરજી ફી ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ભરવામાં આવશે. ચૂકવણી 'એડવોકેટ જનરલ, યુપી, હાઈકોર્ટ, અલ્હાબાદ'ના નામે કરવાની છે.
કઈ પોસ્ટ પર થશે ભરતી
- એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી - સ્નાતકની ડિગ્રી
- આસિસ્ટન્ટ રિવ્યૂ ઓફિસર - સ્નાતકની ડિગ્રી
- કમ્પ્યુટર ઓપરેટર ગ્રેડ A- સ્નાતકની ડિગ્રી
- કોમ્પ્યુટર આસિસ્ટન્ટ- ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ
- પટાવાળા - 8મું પાસ
- બંડલ લિફ્ટર - 8મું પાસ
- માળી - 8મું પાસ
- સફાઈ કામદાર - 5મું પાસ
- ફોટોસ્ટેટ ઓપરેટર – 9મું પાસ
રસ ધરાવતા ઉમેદવારોએ તેમનું અરજીપત્ર 17 જાન્યુઆરી સુધીમાં નીચે જણાવેલ સરનામે મોકલી આપવું જોઈએ.
અધ્યક્ષ પસંદગી સમિતિ, એડવોકેટ જનરલની ઓફિસ, યુ.પી., હાઈ કાર્ટ અલ્હાબાદ/લખનૌ બેંચ, આંબેડકર ભવન, 69/35, પી.ડી. ટંડન રોડ, પ્રયાગરાજ - 211017, ઉત્તર પ્રદેશ.
પસંદગી પ્રક્રિયા
આ પદો પર ઉમેદવારોની પસંદગી બે તબક્કામાં કરવામાં આવશે. ઉમેદવારોએ લેખિત કસોટી અને કોમ્પ્યુટર ટેસ્ટમાંથી પસાર થવું પડશે. બીજી તરફ, એડિશનલ પ્રાઈવેટ સેક્રેટરીના પદ માટે અરજી કરનારા ઉમેદવારોએ પણ શોર્ટહેન્ડ પરીક્ષામાં હાજર રહેવું પડશે.
આ ભરતી સંબંધિત વધુ માહિતી મેળવવા માટે, તમે આ ભરતીનું નોટિફિકેશન જોઈ શકો છો. AGHC Prayagraj Recruitment 2022
Education Loan Information:
Calculate Education Loan EMI