શોધખોળ કરો

SBI Jobs 2023: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં મોટી ભરતી, 5000 જગ્યાઓ માટે અહીંથી કરો અરજી, ગ્રેજ્યૂએટો માટે મોકો....

આ ભરતી ડ્રાઈવ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં સર્કલ આધારિત ઓફિસરની કુલ 5280 જગ્યાઓ ભરશે.

SBI CBO Recruitment 2023: જો તમે પણ બેન્કમાં નોકરી કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ મોટી ભરતી માટે નૉટિફિકેશન બહાર પાડ્યું છે. જે મુજબ બેન્કમાં બમ્પર પૉસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ અભિયાન માટે નૉટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને અરજીની પ્રક્રિયા પણ આજથી શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં અરજી કરવા ઇચ્છૂક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ sbi.co.in પર જઇને અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 12મી ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે.

આ ભરતી ડ્રાઈવ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં સર્કલ આધારિત ઓફિસરની કુલ 5280 જગ્યાઓ ભરશે. આ ભરતી અભિયાનમાં ભાગ લેવા માટે ઉમેદવાર દેશની કોઈપણ માન્ય યૂનિવર્સિટી/સંસ્થામાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતક હોવું જરૂરી છે. ઉમેદવારોને પ્રાદેશિક ભાષાનું પણ જ્ઞાન હોવું જોઈએ.

SBI CBO Recruitment 2023: ઉંમરમર્યાદા 
નૉટિફિકેશન મુજબ, આ ભરતી ડ્રાઈવ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને નિયમાનુસાર મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

SBI CBO Recruitment 2023: આટલી ચૂકવવી પડશે અરજી ફી 
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આ ભરતી ડ્રાઈવ માટે ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 750 રૂપિયા રાખવામાં આવી છે. વળી, અરજી કરનાર SC/ST/PH કેટેગરીના ઉમેદવારોને ફી ચૂકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે. ઉમેદવારો ઑનલાઇન મોડમાં એપ્લિકેશન ફી ચૂકવી શકે છે. વધુ માહિતી માટે ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટની મદદ લઈ શકે છે.

SBI CBO ભરતી 2023: આ મહત્વપૂર્ણ તારીખો છે
અરજી પ્રક્રિયાની શરૂઆતની તારીખ: 22 નવેમ્બર
અરજી પ્રક્રિયાની અંતિમ તારીખ: 12 ડિસેમ્બર

ઇન્ટેલિજન્સ બ્યૂરોમાં પણ બહાર પડી મોટી ભરતી 

ઇન્ટેલિજન્સ બ્યૂરોએ આજે ​​એટલે કે 21 નવેમ્બર 2023 ના રોજ બમ્પર પોસ્ટ્સ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB) ની આ ભરતી આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર (ACIO) ગ્રેડ-II એક્ઝિક્યુટિવની 995 જગ્યાઓ પર થશે. આ ભરતીની સૂચના ગૃહ મંત્રાલય દ્વારા 25 નવેમ્બર-01 ડિસેમ્બર 2023ના રોજગાર અખબારમાં પણ પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતી માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા 25મી નવેમ્બર 2023થી શરૂ થશે અને અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 15મી ડિસેમ્બર 2023 છે.

વય મર્યાદા

ઇન્ટેલિજન્સ બ્યુરોમાં આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ II/એક્ઝિક્યુટિવ ભરતી 2023 હેઠળ, ઉમેદવારોની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 27 વર્ષ હોવી જોઈએ. ભરતીના નિયમો મુજબ ઉંમરમાં વધારાની છૂટછાટ આપવામાં આવશે.

અરજી ફી

ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ભરતી માટે અરજી કરતા જનરલ/ઓબીસી/ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 450 રૂપિયા છે અને એસસી/એસટી અને તમામ કેટેગરીની મહિલા ઉમેદવારો માટે અરજી ફી 100 રૂપિયા છે. અરજી ફી માત્ર ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેંકિંગ દ્વારા ચૂકવવાની રહેશે.

પગાર

IB ACIO ભરતી 2023ની સૂચના મુજબ આ ભરતી માટે પસંદ કરાયેલા ઉમેદવારોનો બેઝિક પગાર 44,900 થી 1,42,400 રૂપિયાની વચ્ચે હશે. ઉમેદવારોને DA, SSA, HRA, TA વગેરે જેવા અન્ય લાભો પણ મળશે. જો તમે રેલવેમાં જોડાવાનું સપનું જોઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. કોંકણ રેલ્વે દ્વારા ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામા આવ્યું છે. જે મુજબ રેલવેમાં ટ્રેઇની એપ્રેન્ટીસની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં  અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર સાઇટ konkanrailway.com પર જઈને અરજી કરવાની રહેશે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2023 છે. આ ભરતી અભિયાન દ્વારા કોંકણ રેલ્વે કોર્પોરેશન લિમિટેડમાં ટ્રેઇની એપ્રેન્ટિસની 190 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી અભિયાન માટે અરજી કરનાર ઉમેદવારે માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી સંબંધિત ક્ષેત્રમાં ડિગ્રી/ડિપ્લોમા મેળવેલ હોવો જોઈએ.                             

વય મર્યાદા  

નોટિફિકેશન મુજબ, આ ભરતી અભિયાન માટે અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને નિયમાનુસાર મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Embed widget