શાંતિ બિઝનેસ સ્કૂલ દ્વારા બિલ્ડિંગ યોર પર્સનલ બ્રાન્ડ થીમ પર આધારિત 'પ્રારંભ13.0' યોજાયો
શાંતિ બિઝનેસ સ્કૂલ, અમદાવાદ દ્વારા 'બિલ્ડિંગ યોર પર્સનલ બ્રાન્ડ' થીમ પર આધારિત 'પ્રારંભ13.0'નું આયોજન કરવામાં આવ્યું.
શાંતિ બિઝનેસ સ્કૂલ, અમદાવાદ દ્વારા 'બિલ્ડિંગ યોર પર્સનલ બ્રાન્ડ' થીમ પર આધારિત 'પ્રારંભ13.0'નું આયોજન કરવામાં આવ્યું. પ્રારંભ શબ્દનો અર્થ થાય છે શરૂઆત, તે મુજબ એક વ્યક્તિગત બ્રાન્ડ બનાવવાની શરૂઆત જે વિદ્યાર્થીઓને ઈન્ડસ્ટ્રી રેડી અને સામાજિક રીતે જવાબદાર મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ બનાવે. પોતાના વિશે જાગૃતિ એ આંતરિક પરિવર્તન લાવવાનું પ્રથમ પગલું છે, તે માટે બે કલાક વ્યક્તિત્વ મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં વિદ્યાર્થીઓ તેમના વ્યક્તિત્વના લક્ષણો વિશે જાગૃત થયા હતા.
“થ્રાઇવિંગ ઈન બિઝનેસ સ્કૂલ લાઈફ” વિષય પર એસએસ સુપર બ્રાન્ડના સ્થાપક નિશિત સાયગલે વિધ્યાર્થીઓ સાથે પ્રેશર હેન્ડલિંગ, કોમ્યુનિકેશન સ્કીલ્સ, નેટવર્કીંગ સ્કીલ્સ, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કીલ્સ, ટીમ બિલ્ડીંગ સ્કીલ્સ, આત્મવિશ્વાસ કેળવવા અને સૌથી ઉપર મેનેજરિયલ સ્કિલ વિશે વાત કરી જે વ્યક્તિને સફળ બનાવે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદ કરતી બી-સ્કૂલની શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ વિશે વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે ફેકલ્ટી સભ્યો દ્વારા સત્રો લેવામાં આવ્યા હતા.
આઉટડોર મેનેજમેન્ટ ટીમ બિલ્ડીંગ એક્ટિવિટીઝ (OMT)માં વિદ્યાર્થીઓએ જૂથોમાં ભાગ લીધો હતો અને મેનેજમેન્ટના શિક્ષણથી ભરપૂર રમતો રમી હતી. તે કરતી વખતે તેમને વસ્તુઓ શીખવાની તક મળી. શિપ એન્ડ ધી શિપ હર્ડ, ટોક્સિક વેસ્ટ મેનેજમેન્ટ, એસિડ રીવર, હિલીયમ સ્ટીક્સ એ રમતો હતી જેણે વિદ્યાર્થીઓને સ્ટ્રેટેજીક થિંકિંગ, પ્લાનીંગ, કોઓર્ડીનેશન, ટીમ મેનેજમેન્ટ વિશે શીખવ્યું.
Education Loan Information:
Calculate Education Loan EMI