Recruitment: જેલ સિપાહીની ભરતીને લઈને મોટા સમાચાર, ગૃહ મંત્રાલયે લીધો મોટો નિર્ણય
Recruitment: જેલ સિપાહીની ભરતી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. 744 જેલ સિપાહી ભરતી કરવા ગૃહ વિભાગે મંજૂરી આપી દીધી છે. હવે ગૃહ વિભાગની મંજૂરી મળતા નજીકના ભવિષ્યમાં જ જેલ સિપાહી ભરતી કરવામાં આવશે.
Recruitment: જેલ સિપાહીની ભરતી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. 744 જેલ સિપાહી ભરતી કરવા ગૃહ વિભાગે મંજૂરી આપી દીધી છે. હવે ગૃહ વિભાગની મંજૂરી મળતા નજીકના ભવિષ્યમાં જ જેલ સિપાહી ભરતી કરવામાં આવશે. નોંધનિય છે કે, લાંબા સમયથી જેલમાં આ પોસ્ટ ખાલી પડી હતી. છેવટે સ્ટાફની ભરતી માટે ગૃહ વિભાગની મંજૂરી મળી ગઈ છે. લાંબા સમય બાદ જેલ વિભાગમાં ભરતી થવાની હોવાથી ઉમેદવારોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
ગુજરાતની આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપતા લાઈવ જોઈ શકાશે
Saurashtra University: રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો છે. જે મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા પરીક્ષા લાઈવ જોઈ શકાશે. દેશમાં આવું પગલું ભરનારી પ્રથમ યુનિવર્સિટી છે. કોઈપણ વ્યક્તિ પરીક્ષા જોઈ શકશે. યુનિવર્સિટી વેબસાઇટ પર અલગ અલગ કેમેરાના એંગલથી પરીક્ષા ખંડ જોઈ શકાશે. વિદ્યાર્થીઓના પરિવારજનો અને વાલીઓ પણ બાળકોને જોઈ શકશે..
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. વર્ષ 2016માં નાપાસ થયેલ ઉમેદવારો છેલ્લી વાર પરીક્ષા આપી શકશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 127 પરીક્ષા કેન્દ્ર પર વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાનું લાઇવ સીસીટીવી પ્રસારણ જાહેર જનતા ઓનલાઈન નિહાળી શકશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે આઇપી એડ્રેસ ના આધારે ઓનલાઈન લિંક જાહેર કરી છે. પરીક્ષામાં ગેરરીતી અટકાવવા માટે 72 ઓબ્ઝર્વરની નિયુક્તિ કરવામાં આવી છે.
ઉદયપુરના દરજીની હત્યાના તાર અમદાવાદ સાથે જોડાયાની આશંકા
રાજસ્થાનના ઉદયપુરમાં એક દરજીની ધોળા દિવસે ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી, એટલુ જ નહીં તાલિબાની સ્ટાઇલે હત્યા કરનારાઓએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર જાહેર કરીને ધાકધમકી પણ આપી હતી. આ ઘટનાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી હતી. જેમાં મોટો ખુલાસો થયો છે. ઉદયપુરના દરજીની હત્યાના તાર અમદાવાદ સાથે જોડાયેલા હોવાની પણ આશંકાઓ છે. હત્યારાઓના વોટ્સએપ ગ્રુપમાં સરખેજના યુવકો હોવાનું સામે આવ્યું છે. આ અંગે એનઆઈએની ટીમ સરખેજના યુવાનોની પૂછપરછ કરશે તેવી સંભાવના છે.
Education Loan Information:
Calculate Education Loan EMI